________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર ભેગ સંબંધી આશંસા કરવાથી સંલેખના કરનાર મનુ વ્યને તે પાંચ અતિચાર લાગે છે. રાજા બોલ્યા, હે મુનીંદ્રા! આ અતિચાનું સ્વરૂપ મહને સમજાવે. મુનીંદ્ર બેલ્યા, આલોકમાં શેઠ, અમાત્ય, રાજા કે ચકવરી થવાની જે ઈચ્છા. કરવી તે આલેક આશંસા કહેવાય. સુરેંદ્ર, શકને સામાનક કે રૈવેયક દેવ થાઉં એવી જે ચિંતા કરવી તે પરલોક આશંસા. તેમજ અનશન કરીને પણ જે લાંબો વખત જીવવાનું છે અથવા લોકેાના મુખથી પોતાની પ્રશંસા સાંભળી પૂજનાદિકની ઈચ્છા કરે તે જીવિત આશંસા કહેવાય. વળી અનશન કર્યા બાદ શ્ધાને લીધે દુ:ખથી પીડાઈને જલદી જે મરણની ઈચ્છા કરવી તે મરણ આશંસા કહેવાય. વળી અનશન કરીને તપશ્ચર્યાના પ્રભાવથી દેવ અથવા ચક્રવર્તિના ભેગોની જે પરભવમાં વાંચ્છા કરવી તે ભેગ આશંસા કહેવાય. આ પ્રમાણે પરમપદની ઈચ્છાવાળા મનુષ્યોએ અનશન કર્યા બાદ પ્રમાદરહિતપણે પાંચ અતિચાર વર્જવામાં પ્રયત્ન કરે. આ પ્રમાણે સાંભળી મૃગલી અને મલયચંદ્ર સહિત મહાસેન રાજાએ સમ્યકત્વ સહિત દેશવિરતિ ધર્મને સ્વીકાર કર્યો. હવે તે મૃગલી અનુક્રમે કાળ કરી સધર્મ દેવલોકમાં ઉતપન્ન થશે. ત્યારબાદ સર્વત્ર શોધ કરતા રાજાના સૈનિકે ત્યાં આવી
પહોંચ્યા. એટલે મહાસેન રાજા પણ મિત્ર મલયચંદ્રની સહિત મુનીને નમસ્કાર કરી સૈન્ય સાથે ભાવના, પિતાના નગરમાં આવ્યું અને હમેશાં મિત્ર
સાથે શાસનની ઉન્નતિ કરતા મહાસેન બહુ શ્રદ્ધાપૂર્વક શ્રાવક ધર્મ આરાધે છે. એવામાં મલયચંદ્ર મહેતા વ્યાધિથી ઘેરાઈ ગયે, તેથી તેના હૃદયમાં એવી ભાવના થઈ કે, મહારે અનશન વ્રત ગ્રહણ કરવાને આ સમય છે. મહાસેન નરેંદ્ર
For Private And Personal Use Only