________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદવિનીકયા.
(૧૭) અને મધ્યમ ગુણયુક્ત કરીને મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થઈ. પશ્ચાત અનુક્રમે કર્મ વેરીને નિમૂલ કરી સિદ્ધિ સુખ પામશે.
इत्यतिथिव्रते चतुर्थातिचारदृष्टान्तः समातः॥
नंदवणिक्नी कथा.
પંચમમાત્સર્યાતિચાર. દાનવીર્ય રાજા બે, હે કૃપાસાગર! હવે અતિથિસંવિભાગ વ્રતમાં પાંચમા અતિચારનું સ્વરૂપ દાંત સહિત અમને સાંભળવાની ઈચ્છા છે, માટે કૃપા કરી આપ તે કહો. શ્રી સુપાશ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! “આ પણ દાન આપે છે તે શું એનાથી પણ હું અશક્ત છું ?” એવા માત્સર્ય ભાવની બુદ્ધિથી જે દાન આપે છે તે નંદની માફક અ૫ ફળ મેળવે છે. મેરૂ પર્વતરૂપી છે દીવેટ જેની, પૃથ્વીરૂપી જેનું પાત્ર છે,
સમગ્ર સરોવરરૂપી જેમાં તેલ રહેલું છે, નંદવણિકની કથા અને પ્રજવલિત સૂર્યરૂપી જેની શિખા છે
એવા દીપ સમાન, જબુદ્વીપ નામનો દ્વીપ છે. તેની અંદર ઉત્તમ રૂદ્ધિશાલી ભરતક્ષેત્ર છે. તેના મધ્યખંડમાં દક્ષિણ દિશારૂપ સ્ત્રીને તિલક સમાન અને લક્ષમીનું નિવાસસ્થાન શ્રીપુર નામે નગર છે. જેની અંદર જીનમંદિરના શિખરે ઉપર સ્થાપન કરેલા સુવર્ણ કલશોની કાંતિવડે દિવસે પણ ગગનાંગણ સંધ્યા કાલના વાદળ સમાન શોભે છે. તેમજ સરળ સ્વભાવવાળા, સદલા (યા) પત્રના ગુચ્છ સહિત (દયા સહિત) સફલા
૨૭
For Private And Personal Use Only