________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૮૫) ખેંચાય છે, એવું શરીરનું લાવણ્ય પર્વતમાંથી નીકળતી નદીના વેગ સમાન ચાલ્યું જાય છે. વળી ઇષ્ટ જનને સંગ પણ યોગ પ્રદેશની માફક ક્ષણિક છે, માટે ધર્મને વિષે મનવૃત્તિ કરવી, તેમજ જીન પ્રતિમાની પૂજા, સદ્ગુરૂઓની સેવા, પ્રાણી ઉપર દયા, શમ, દમ, દાન, શીલ અને તપશ્ચર્યા એને જીનેશ્વર ભગવાને ધર્મ કહો છે. આ પ્રમાણે જીનેશ્વર ભગવાને કહેલે ધર્મ નિરંતર હિતદાયી છે, તેમજ અભીષ્ટરૂપ તથા લાવણ્યને આપનાર છે, એટલું જ નહીં પરંતુ સ્વર્ગ અને મેક્ષ સુખ પણ આપે છે. નયચંદ્ર સહિત નાગદત્ત કુમાર આ પ્રમાણે ધર્મ સાંભળી જીનશાસનમાં પ્રવીણ થયે” અને વિશેષ પ્રકારે શ્રાવકધર્મનું સ્વરૂપ પૂછયું. ત્યારબાદ ગુરૂએ વિસ્તારપૂર્વક ગ્રહી ધર્મને ઉપદેશ આપે. મંત્રી સહિત કુમારે બાર પ્રકારને ગૃહિધર્મ સ્વીકાર્યો.
પછી સૂરદ્રને વંદન કરી કુમાર પોતાના ગૃહીધર્મના નગર તરફ ચાલે. માર્ગમાં ચાલતા કુમારે સ્વીકાર. મિત્રને કહ્યું કે હારા કહ્યા પ્રમાણે શકુનનું
ફલ બરાબર પ્રાપ્ત થયું. કારણકે આજે આપણને અપૂર્વ જૈનધર્મ મળે. એમ બેલતે આનંદપૂર્વક કુમાર પોતાના સ્થાનમાં ગયે. ત્યારબાદ જનપ્રતિમાનું પૂજન કરી વિધિપૂર્વક વંદન કર્યાબાદ મિત્ર સાથે જોજન કરવા બેઠે. મુખવાસ જમ્યા પછી બન્ને જણ સમ્યક્ત્વાદિ ગૃહિધર્મને પરસ્પર વિચાર કરતા હતા પરંતુ તેમાં સામાયિક વ્રત બરાબર સમજી શક્યા નહીં. તેથી બીજે દિવસે પ્રભાતમાં જીનપૂજા તથા વંદનાદિક કરી તે બન્ને જણ સૂરિ પાસે ગયા. અને ભક્તિ વડે વિધિપૂર્વક વંદન કરી સામાયિકનું સ્વરૂપ પૂછ્યું.
ભવ્ય પ્રાણિઓના હિત માટે સૂરિ મહારાજ બોલ્યા, જે
For Private And Personal Use Only