________________
( ૧૦ )
નથી સ્રી નરકની ખાણુ, કે નથી પુરુષ નરકની ખાણુ. નરકની ખાણ એક માત્ર પેાતાની મલિન ભાવના અને પાપ વાસના છે. પુરુષને સ્ત્રી પરથી વૈરાગ્ય થાય એટલા માટે જો સ્ત્રીને માટે હલકા શબ્દો વપરાયા હેાય તેા સ્ત્રીને પુરુષ પરથી વૈરાગ્ય થાય એટલા માટે પુરુષ માટે પણ હલકા શબ્દો નહિ વપરાય કે ? માટે પેાતાની દુખળતાના રોષ બીજા પર નાંખવા કરતાં પેાતાની જ નબળાઇનું અવલેાકન કરી તેનુ ં શેાધન કરવું એજ ડહાપણભર્યું છે.
સ્ત્રીશિક્ષણની આવશ્યકતા.
સ્ત્રી એ સૃષ્ટિની માતા છે. એટલે તેની અજ્ઞાન દશા તે જગતને માટે, દેશને માટે ભારે શ્રાપરૂપ ગણાય. નારીજીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ ન થાય ત્યાં સુધી જગત્ો અન્ધકાર કદી દૂર ન થઇ શકે. માળકને નવ મહીના સુધી પોતાના પેટમાં ધારી રાખનારી માતા છે. તેને જન્મ આપીને ઉછેરનારી, પેાષનારી માતા છે. માતાના જ ખેાળામાં લાંબે વખત ખાળક પળે છે. તેણીનાજ અધિક સહવાસમાં તે મ્હાટુ થાય છે. એજ કારણ છે કે માતાના સંસ્કારો બાળકમાં ઉતરે છે. માતા જો સુસંસ્કારશાલિની હાય તા ખાળકના જીવનમાં સારા સંસ્કારો પડે છે. માતાના વિચાર, વાણી અને વન ઉચ્ચ હોય તો તેના સુન્દર વારસા ખાળકને પ્રાપ્ત થાય છે. ઉચ્ચ માતાનું ઉચ્ચ વાતાવરણુ બાળકને ઉચ્ચગામી બનાવે છે. સાચેજ, બાલક–ખાલિકાના જીવનસુધારના મુખ્ય આધાર માતા પર રહેલા છે. એટલે દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com