________________
( ૨૯ )
,
""
ઋષિને શાસ્ત્રા માં હાર ખવરાવે છે તે બાલ-બ્રહ્મચારિણી ‘ગાર્ગી’નુ સ્રીજીવન જ્ઞાનાલાકથી કેટલું ઝગમગતું હશે. ‘ ગાન્ધારી ’ રાજસભામાં આવી · મહાભારત ' યુદ્ધ માંડવું કે કેમ ? એ પ્રશ્નની ચર્ચાપ્રસંગે પોલિટિકલ મેટરમાં ભાગ લે છે અને પેાતાના પુત્ર ‘દુર્ગંધનને યુદ્ધ ન કરવા માટે ઉપદેશ આપે છે. ‘સ્થૂલભદ્ર’ મહાત્માની વ્હેના યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદિન્તા, સેણા, વેણા અને રેણા એવી બુદ્ધિશાલિની અને વિદ્યાભ્યાસસમ્પન્ન હતી કે પહેલીને એક વાર સાંભળતાં, ખીજીને એ વાર, ત્રીજીને ત્રણ વાર, એમ છેલ્લીને સાત વાર સાંભળતાં સંખ્યાબંધ Àાકા યાદ રહી જતા હતા. આજે સ્ત્રીનુ જીવન કેટલુ દીન—હીન છે! તેને તુચ્છ, અજ્ઞાન, દુળ અને એક પ્રકારનું “ મશીન ” સમજી તેની જે અવગણના થતી આવી છે તેવુ જ એ પરિણામ છું કે “ શક્તિ માતા ”ના કાપ દેશ ઉપર ઉતરી આવ્યે છે, અને દેશની દ્વીન દશા સુધાયે સુધરતી નથી. જો કે છેલ્લા રાષ્ટ્રીય યુદ્ધમાં મહિલાઓએ પોતાની શક્તિના સરસ પરિચય દેખાડયા છે; અને તેમના ત્યાગ, તેમની સેવા, તેમની હિમ્મત અને તેમની સહિષ્ણુતાએ દેશની રાષ્ટ્રીય હિલચાલમાં સુન્દર રંગ પુર્યા છે. છતાં ચ પાતાને અબળા માનનારી, સમજનારી વ્યક્તિએ દેશના ચારે ખુણામાં બહુ મ્હોટી સંખ્યામાં છે. જ્ઞાન, શિક્ષણ, વિવેક અને હિમ્મતથી તે વર્ગના બહુ મ્હોટા ભાગ ખાલી છે. બહુ મ્હોટી સંખ્યા અજ્ઞાનના ઘાર અન્ધકારમાં સબડી રહી છે. અને, જ્યાં “પડદા”ના ખાસ રિવાજ છે ત્યાંની અખળાઓની દુર્દશાનુ તા પૂછવું જ શું ? એ સંબન્ધમાં મને એક કિસ્સા યાદ આવે છે.
tr
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com