Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 33
________________ ( ૩૦ ) તે પણ કહી દઉં. એક ગૃહસ્થ સ્ટેશન પર એક પિતાના ઓળખીતા ભાઈને કહે છે કે, “ભાઈ, આ પાંચ રંક છે, જરા ધ્યાન રાખજે, હું ટિકિટ લઈ આવું.” ત્યારે પેલે ભાઈ કહે છે કે, મહેરબાન, પાંચ કયાં છે, આ તે ચાર છે?” ત્યારે એ ગૃહસ્થ મલ્હોં મલકાવી બેલ્યા ચાર ટૂંક આ અને વાંચમે ટૂંક આ મારી ઔરત !” હાય ! સ્ત્રીને પણ એક ટૂંકની જેમ સાચવવી પડે એ કઈ હદની દુર્બલતા ! એને ઢીંગલી સમજવી કે પુતળી ! મતલબ કે ભારતનું વર્તમાન નારીજીવન અધિકાંશ અસંસ્કૃત દશામાં છે. અને એ દેશની હેટામાં મોટી કમનશીબી છે. એ વર્ગના ઉદ્ધાર વગર દેશને ઉદ્ધાર સર્વથા અસંભવ છે. એના જીવનમાં જેત ન પ્રગટે ત્યાં સુધી દેશને અન્ધકાર નાબૂદ થવે અશક્ય છે. છોકરાઓની કેળવણી માટે પણ પુરતું ધ્યાન અપાતું નથી, ત્યાં કન્યાઓની કેળવણીની શી દશા હોય તે સમજી શકાય છે. પરન્ત કન્યાકેળવણીની કેટલી જરૂર છે? દેશ, સમાજ અને ધર્મના વિકાસ-સાધનમાં કન્યાવર્ગનું સુશિક્ષિત અને સંસ્કારી જીવન કેટલે અસાધારણ ફાળો આપી શકે છે? તે ખાસ વિચારવાનું છે. આર્યસમાજીઓનાં કન્યાવિદ્યાલયે જુઓ! તમે ખરેખર દંગ થઈ જશે. એ સંસ્થાઓમાં શિક્ષણ લેતી કન્યાઓના મુખ પર કેટલું તેજ ચમકે છે, શિક્ષણ અને સંસ્કારમાં તેઓ કેટલી આગળ વધે છે. વ્યાયામ અને બલપ્રયાગ તેમના જેમણે જોયા • હશે તેમને ખબર હશે કે તેઓને શારીરિક વિકાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38