Page #1
--------------------------------------------------------------------------
________________
Collklidke lys
- જૈન ગ્રંથમાળા છ દાદાસાહેબ, ભાવનગર. ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીજીવનની વિકાસ-દિશા
તપના ઉદ્યાનસ્વરૂપ જ્ઞાનપ્રસાદી
યા જ્ઞાનપ્રભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
આ ચાપડી મળવાનુ” ઠેકાણું:— કેશવલાલ મંગળચંદ શાહ
હૈ ગાળપીઠા,
હરહરવાળા મિલ્ડિંગ-નં. ૧૧
રૂમ નં. ૧૦૧
મુંબઈ ન. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
HRRRRRRRRRRR GRR
RRRRR )
HK !
சு
1178
સ્ત્રીજીવનની વિકાસ-દિશા
લેખક :~ ન્યાયવિશારદ–ન્યાયતી
નિમહારાજ શ્રીન્યાયવિજયજી
પ્રકાશક :—
/પાટણનિવાસી કેશવલાલ મંગળચદ શાહ
મુંબઈ
વીર . ૨૪૬૦ ] આધિનપૂણેમા [ વિક્રમ સ’, ૧૯૯૦
પ્રતિ ૧૦૦૦
RRRRRRRRRRRRRR
555555555555555556666
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
"""
મ
"
પાટણનિવાસી શ્રીયુત કેશવલાલ મંગળચંદ શાહના ભાઈ શ્રી રમણલાલની ધર્મપત્ની
શ્રીમતી ચન્દ્રાવતીના તપના ઉથાપન
":
તરીકે આ જ્ઞાનપ્રસાદી ભેટ ધરાય છે.
ooooooooooo
મુદ્રક : અંબાલાલ વિઠ્ઠલભાઇ ઠક્કર લુહાણામિત્ર સ્ટીમ પ્રિ. પ્રેસ, વડોદરા. તા. ૨૧-૧૦-૧૯૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
પાટણના સુપ્રસિદ્ધ સુધારક અને શાસ્ત્રાભ્યાસી સુશ્રાવક શ્રી. કેશવલાલ મ’ગળચંદ શાહના ભાઇ શ્રીરમણલાલની ધર્મપત્ની શ્રીમતી ચન્દ્રાવતીએ આ વર્ષના પષણમાં પાંચ ઉપવાસની તપસ્યા કરેલી. તેનું ઉદ્યાપન કરવાના વિચાર કેશવલાલભાઈને થઈ આવતાં, એ ઉઘાપન, આત્મહિતની ભાવનાને પ્રેરક અને સાધદાયક એવી જ્ઞાનપ્રસાદી પીરસવારૂપ થવું જોઇએ એવુ' સ્ફુરણ તેમના સંસ્કારી અને શિક્ષિત મગજમાં થયુ. અને એ વાત તેમણે મારી આગળ પ્રગટ કરી. અને મને તે વિષે લખી આપવાનુ કહ્યું. એટલે મેં આ લખ્યું.
તપના ઉદ્દેશ શુદ્ધિ છે. તપ શુદ્ધિ માટે છે. કેાની શુદ્ધિ ? અન્તઃકરણની શુદ્ધિ, વિચારની શુદ્ધિ, ભાવનાની શુદ્ધિ, આચરણની શુદ્ધિ. આ જ, તપના મુખ્ય હેતુ છે.
આપણે ઇશ્વરપ્રાર્થનામાં પણ એજ માંગીએ છીએ કેઃહું અસતો માં મત્ ગમય ! તમસો માં ખ્યાતિર્ગમય !
""
અર્થાત્ હે પરમાત્મન્ ! મને અસમાંથી સમાં લઈ જા ! અન્ધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા !
આમ પ્રકાશની માંગણી પ્રભુની આગળ કરાય છે. પ્રકાશ મળતાં રસ્તા સરળ થાય. · એષિ' એટલે પણ
6
પ્રાય જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
સિદ્ધએ છી' આપણા Aઆપણે
( ૪ ) તપથી આપણે એજ પ્રકાશ મેળવવા ઈચ્છીએ છીએ. આપણું અજ્ઞાન, વહેમ, અન્ધશ્રદ્ધાને આપણે તપથી દૂર કરવા માંગીએ છીએ. અને આપણે વિચાર તથા આચારની શુદ્ધિ કરવા ધારીએ છીએ. આટલા માટે જ તપ છે. અને એની સિદ્ધિમાં જ તપની સફલતા છે. અન્યથા તપ એક લાંઘણુ” જ બની જાય.
શાસ્ત્રકારે કહે છે – " कषायविषयाहारत्यागो यत्र विधीयते । ___ उपवासं विजानीयात्, शेषं लंघनकं विदुः " ||
અર્થા–કષાય, વિષયે અને આહારને ત્યાગ કરાય એનું નામ ઉપવાસ છે. બાકી તે “લાંઘણ” છે.
ઉપવાસને અર્થ જ એ છે કે આન્તરશુદ્ધિમાં વસવું.
આ હેતું સમજ્યા વગર અજ્ઞાનપણે ઉપવાસ ઘણા થાય છે. પણ એ જીવનને લાભકારક નથી થતા. એટલું જ નહિ, તપસ્યાથી જે શારીરિક લાભ પહોંચવા જોઈએ તે પણ નથી સધાતા. કેમકે વિવેક વગરની તપસ્યાથી અને તપસ્યા પછી પારણાની વિધિ ન જાળવવાથી માણસ પોતાના શરીરને વધુ બગાડે છે. આજનું ઉપવાસચિકિત્સાનું વાચન જેમણે અવલેર્યું હશે તેમને ખબર હશે કે વિવેકવિભૂષિત ઉપવાસોથી યુરોપ અને અમેરિકા વગેરે દેશના કેટલાક માણસોએ પિતાના જૂના વખતના રોગોને હાંકી કાઢી કેવું આરોગ્ય સંપાદન કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
વાતાવરણના ચક્કરમાં આવી જઈ બીજાની દેખાદેખી, પિતાની શક્તિ અને સ્થિતિને વિચાર કર્યા વગર માનપ્રતિષ્ઠા અને વાહ વાહ”ના લેભે ઉપવાસ ખેંચાય એને કંઈ અર્થ નથી. આત્મશેધન અને દેહધન એમ ઉભય પ્રકારનું જીવનશોધન લક્ષ્યમાં રાખી જે તપ કરાય તે જ ખરે લાભદાયક તપ છે. “ દ્વારકાની છાપ” મરાવવાને મેહ મૂકી દઈ, પિતાના જીવન-હિતને વિચાર કરી તેને અનુકૂળ પિતાની તવિધિને ઉચ્ચ વિવેક અને ઉજવળ ભાવનાથી પ્રવર્તાવવી એજ સાચું ડહાપણ છે. આવી તપસ્યા જેમ, શરીરનું ધન કરી જુના હઠીલા રોગોને નાબૂદ કરે છે અને ઘણા વખતની શારીરિક ફરીયાદને અન્ત લાવે છે, તેમ, મન અને અન્તઃકરણના રોગો જેવા કેન્દ્ર વિચારે, કુસંસ્કારે, ખોટી ટેવ અને દુર્વાસનાને દૂર કરી ચારિત્રમય આત્મિક સ્વાથ્યને સજે છે.
આમ તપ કેટલે ઉપયોગી અને લાભકારી છે તે બાઈઓ અને ભાઈઓ સમજે અને ખોટા વહેમના પંજામાંથી છૂટી જઈ, ભૌતિક લેપતાને દેશવટો આપી, પોતાની વિચારભૂમિને સંસ્કારી બનાવી, વિવેકદ્રષ્ટિને ખિલવી, મને બળને કેળવી ઉચ્ચ ધ્યેય અને શ્રેષ્ઠ પરિણામની જવલન્ત ભાવનાના આધાર પર જીવનવિકાસનાં સાધનોને લાભ ઉઠાવે.
અત્તમાં, એક બહેનના તપની સ્મૃતિરૂપ “જ્ઞાનપ્રસાદીમાં જીવનને લગતે બોધ અપાય એ વધારે યેચ ગણાય એમ ધારી, મુખ્યતયા સીજીવનના વિકાસસંબધમાં આ ટ્રેકટ લખવામાં આવ્યું છે. સંક્ષેપમાં જે જે મુદ્દાઓ આની અન્દર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
નિરૂપવામાં આવ્યા છે તે ઉપયોગી હેઈ, આશા છે કે, હેને આને એક વાર સ્વાધ્યાય જરૂર કરી જશે. પુરુષે પણ આનું અવલોકન કરશે તે તેમને કંઈ ખોટ નહિ જાય. બલકે તેમને પણ આમાંથી એટલું જ શિખવાનું મળશે. કારણ કે આની અન્દર જે બાબતે રજૂ કરવામાં આવી છે તે સઘળીયે પિત-- પિતાની દિશામાં સ્ત્રી અને પુરુષ બન્નેને બોધપાઠરૂપ છે. એટલે સ્ત્રીઓ માટે કહેવાતી આ ચેપડી વસ્તુતઃ સ્ત્રી અને પુરુષ બન્નેને એકસરખી રીતે બેધદાયક છે એમ કહેવામાં જરાય ખોટું નથી. આમાં બતાવેલી વિકાસની દિશા સ્ત્રી અને પુરુષ બન્નેના જીવન સાથે સંબન્ધ રાખે છે. એ બને આથી પિતાના જીવન-સુધારની દિશાઓનું દિગ્દર્શન કરી શકે છે. અને એ બને જે ઉત્સાહિત, વિવેકસમ્પન્ન અને દઢનિશ્ચયી, બની સમાજમાં ઘુસેલી બદીઓને દફનાવવા તૈયાર થાય અને એ બન્નેને સંયુક્ત પ્રયત્ન જે એ દિશામાં આગળ ચાલે તે પછી ઉન્નતિનું શું પૂછવું ? વિરધર્મની વિજયપતાકા આખા દેશમાં ફરકવા માંડે. શાસનદેવ આ મનોરથ પાર પાડે એજ ઇચ્છું છું.
તા. ૧૬-૧૦-૩૪ આદીશ્વરજી જૈનધર્મશાળા પાયધૂની, મુંબઈ ૩
–ન્યાયવિજય
'૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીવર્ગની પ્રતિષ્ઠા.
ગ્રીસન્માનની ભાવના ભારતવર્ષમાં બહુ પ્રાચીન કાળથી ચાલી આવે છે. એક જ ઉદાહરણ જુઓ. સીતા-રામ”,
રાધા-કૃષ્ણ” વગેરે શબ્દ દેશમાં ઘણા જુના વખતથી બોલાતા પ્રસિદ્ધ છે. તેમાં પહેલું સ્ત્રીનું નામ ઉચ્ચારવામાં આવે છે, અને એ પછી પુરુષનું.
પ્રાચીન રાષિનું વાય પણ પ્રસિદ્ધ છે કેયત્ર નાર્યસ્તુ પૂર્ચ રમનો તત્ર દેવતાઃ”
અર્થાત–જ્યાં સ્ત્રીનું સન્માન છે તે સ્થળ દેવતાઓની કીડાભૂમિ બને છે.
આ ઉક્તિમાં સ્ત્રીનું મહત્વ કઈ હદ સુધી વર્ણવાયું છે તેને વાચક-વાચિકાએ ખ્યાલ કરશે.
સ્ત્રીઓની ધાર્મિક ભાવના પુરુષે કરતાં પ્રાયઃ વિશેષરૂપમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૮ )
જોવામાં આવે છે. જે આચારો કે નિયમેાના સ’સ્કારી સ્ત્રીઓના દિલમાં નંખાય છે તેને તે ખૂબ જ ચુસ્તપણે વળગી રહે છે. જૈન શાસ્ત્રામાં, જૈન પ્રાચીન આગમામાં જ્યાં તીર્થંકર ભગવન્તાનાં સંધ-પરિવારનુ વર્ણન આવે છે ત્યાં સાધુએ કરતાં સાધ્વીઓની અને શ્રાવકા કરતાં શ્રાવિકાઓની સંખ્યા વિશેષ નોંધાયલી મળે છે.
સામાન્યતઃ સ્ત્રીની મનોવૃત્તિ સહેજે કામળ હોય છે. એ જ કારણ છે કે ધાર્મિક ભાવનાના વાતાવરણને તે શીઘ્ર સ્પર્શે છે; અને જે આચાર કે તપ, વ્રત, નિયમ માટે તેના હૃદય પર અસર થાય છે તેને પાળવામાં તે હમેશાં મક્કમ રહે છે. મુશ્કેલીઓને સહન કરવાની ધીરજ ખરેજ તેની વખાણવા લાયક હાય છે. અને આફતના વખતમાં જ્યારે પુરુષ એકદમ ગભરાઇઉઠે છે, ત્યારે સ્ત્રીનું ધૈ ખળ તેને એક એધદાયક પાડરૂપ થઇ પડે છે.
બુદ્ધિ, ડહાપણ, ધૈર્ય, સહિષ્ણુતા, તપ કે શિક્ષણમાં જેટલી ઉન્નતિ પુરુષ કરી શકે છે, તેટલી સ્ત્રી પણ કરી શકે છે. એટલે મનુષ્યતાના ક્લાસમાં સ્ત્રીનું સ્થાન પુરુષ કરતાં જરા પણ ઉતરતું નથી. અને સમાજરૂપ રથનાં ચક્રો છે. અને એક-બીજા વગર અપૂર્ણ છે. અને બન્નેના સુસહયેાગેજ બન્નેના ઉત્કર્ષ છે, તેમજ ગૃહસ્થાશ્રમની શેાલા છે; અને એ વડેજ સમાજનુ જીવન સમૃદ્ધ બને છે, તેમજ દેશ અને ધર્મની ઉન્નતિ સધાય છે.
*શ્રી મહાવીર ભગવાનના સાધુએ ચૌદ હજાર અને સાધ્વી છત્રીશ હજાર. શ્રાવકા એક લાખ ઓગણસાઠ હજાર અને શ્રાવિકા ત્રણ લાખ અઢાર હજાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
આ વસ્તુસ્થિતિ છે. છતાં, બીજી બાજુ સ્ત્રીઓ માટે હલકા શબ્દો પણ વપરાતા આવ્યા છે. આ ખૂબ જ નવાઈની વાત છે અને સાથેજ ખેદજનક પણ. પણ વર્તમાન યુગના પડકાર આગળ એ એકદેશીય પક્ષપાતનું ગુંજન પલાયન કરી જાય છે. આ પ્રકારની ઉક્તિઓ સામે કે –
" भवस्य वीजं नरकद्वारमार्गस्य दीपिका ।।
शुचां कन्दः कलमलं दुःखानां खानिरंगना" || ( સ્ત્રી સંસારનું બીજ છે, નરકના દ્વારમાર્ગની દીવાદાંડી છે, શકને કન્ડ છે, કજીયાનું મૂળ છે અને દુઃખની ખાણ છે.) નવ યુગને જવાબ છે કે–
भवन्य वानं नग्कद्वारमार्गम्य दीपकः । शुचां कन्दः कलं मलं दुःग्वग्वानिश्च पूरूपः ।।
(પુરૂષ સંસારનું બીજ, નરકના દ્વારમાર્ગને દીવે, શેકને કન્દ, ઝઘડાનું મૂળ અને દુઃખની ખાણ છે.)
आपदामाका नारी नारी नरकवर्तनी । વનરાવ ના ના કાક્ષરસરી છે.
આવા આક્ષેપ સામે વર્તમાન યુગનું સ્ત્રીજગત્ ધારે તે ચિખું સંભળાવી શકે તેમ છે કે
पुरुषां विपदां खानिः पुमान् नरकपद्धतिः ।। पुरुषः पाप्मनां मुलं पुमान् प्रत्यक्षगक्षसः ॥
(પુરુષ વિપત્તિની ખાણ છે, પુરુષ નરકને રસ્તે છે, પુરુષ પાપનું મૂળ છે અને પુરુષ પ્રત્યક્ષ રાક્ષસ છે.)
પણ આમ એક બીજાને ભાંડવાથી શું ? વાસ્તવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
નથી સ્રી નરકની ખાણુ, કે નથી પુરુષ નરકની ખાણુ. નરકની ખાણ એક માત્ર પેાતાની મલિન ભાવના અને પાપ વાસના છે. પુરુષને સ્ત્રી પરથી વૈરાગ્ય થાય એટલા માટે જો સ્ત્રીને માટે હલકા શબ્દો વપરાયા હેાય તેા સ્ત્રીને પુરુષ પરથી વૈરાગ્ય થાય એટલા માટે પુરુષ માટે પણ હલકા શબ્દો નહિ વપરાય કે ? માટે પેાતાની દુખળતાના રોષ બીજા પર નાંખવા કરતાં પેાતાની જ નબળાઇનું અવલેાકન કરી તેનુ ં શેાધન કરવું એજ ડહાપણભર્યું છે.
સ્ત્રીશિક્ષણની આવશ્યકતા.
સ્ત્રી એ સૃષ્ટિની માતા છે. એટલે તેની અજ્ઞાન દશા તે જગતને માટે, દેશને માટે ભારે શ્રાપરૂપ ગણાય. નારીજીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ ન થાય ત્યાં સુધી જગત્ો અન્ધકાર કદી દૂર ન થઇ શકે. માળકને નવ મહીના સુધી પોતાના પેટમાં ધારી રાખનારી માતા છે. તેને જન્મ આપીને ઉછેરનારી, પેાષનારી માતા છે. માતાના જ ખેાળામાં લાંબે વખત ખાળક પળે છે. તેણીનાજ અધિક સહવાસમાં તે મ્હાટુ થાય છે. એજ કારણ છે કે માતાના સંસ્કારો બાળકમાં ઉતરે છે. માતા જો સુસંસ્કારશાલિની હાય તા ખાળકના જીવનમાં સારા સંસ્કારો પડે છે. માતાના વિચાર, વાણી અને વન ઉચ્ચ હોય તો તેના સુન્દર વારસા ખાળકને પ્રાપ્ત થાય છે. ઉચ્ચ માતાનું ઉચ્ચ વાતાવરણુ બાળકને ઉચ્ચગામી બનાવે છે. સાચેજ, બાલક–ખાલિકાના જીવનસુધારના મુખ્ય આધાર માતા પર રહેલા છે. એટલે દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) માતાએ પોતાને માટે, પિતાની ઓલાદને માટે, પોતાના કુટુમ્બપરિવારને માટે વિચારમાં, વાણીમાં અને વર્તનમાં ઉચ્ચ બનવાની આવશ્યકતા છે; અને સમાજ તથા દેશના કલ્યાણ માટે આશીર્વાદરૂપ છે. પણ આ ઉચ્ચતા કેમ સાંપડે? આદર્શ શિક્ષણ વગર ન જ સાંપડે. સુતરાં સ્ત્રીશિક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે. પાશ્ચાત્ય તત્વવેત્તા સ્માઈલ્સ કહે છે –
" If the moral character of the people mainly depends upon the education of the home, then the education of women is to be regarded 88 a matter of national importance.”
અર્થા–મનુષ્યનું નૈતિક ચારિત્ર જે મુખ્યત્વે ગૃહશિક્ષણ પર આધાર રાખતું હોય તે સ્ત્રીશિક્ષણ એ પ્રજાકીય જરૂરીઆતવાળી વસ્તુ તરીકે આવકારાગ્ય છે.
પરન્તુ એ યાદ રાખવાનું છે કે ખરૂં શિક્ષણ ચારિત્રની ખિલવણમાં છે. મનુષ્ય બનવું એ પહેલું ભણતર છે. પુસ્તજ્ઞાન તે સાચા શિક્ષણના એક ઉપકરણ તરીકે લેખવાનું છે, પણ સાચુ શિક્ષણ વિચાર અને આચારની સંસ્કૃતિમાં સમાયેલું છે. જીવનનું ઘડતર કરે તે શિક્ષણ
બાળકને એ સ્વભાવ હોય છે કે તે જેવું જુએ તેવું શિખે છે. બીજાની દેખાદેખી નકલ કરવા જલદી પ્રેરાય છે. ઘરમાં જેવું દેખ છે તેવું તેનું જીવન ઘડાય છે. ઘરના માણસની બેલી ચાલી અને વ્યવહાર હલકે અને ભદો હોય તે બાળક પણ તેવું જ શિખવાને. સ્કુલમાંથી ગમે તેવું સારું શિક્ષણ મળે, પણ ઘરની
બુરી હવા આગળ તે રદ થવાનું. કુલ કરતાં ઘરને સંગ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) વધારે હોય છે. એટલે ઘરના આંગણામાં જે સંસ્કારે ઘડાય તે સ્કુલના શિક્ષણથી નહિ ઘડાવાના. બલકે સ્કુલના શિક્ષણમાંથી મળતા સદાચારપાઠેને ઘરની અજ્ઞાનપ્રવૃત્તિઓ ભૂંસી નાંખવાની. ખરેખર, બાળકના જીવનવિકાસ માટે પહેલી અને ખરી સ્કુલ જે “ઘર” ગણાય છે તે શિક્ષણસમ્પન્ન અને સદાચારવિભૂષિત હોવું જોઈએ. માઈસ કહે છે –
“ Home is the first and most important school of character. It is there that every human being receives bis best moral training or his worst. ”
અર્થા–ચાસ્ત્રિની પહેલી અને ખરી અગત્યની સ્કુલ “ઘર” છે. દરેક માણસ સારામાં સારું નૈતિક શિક્ષણ યા ખરાબમાં ખરાબ ત્યાંથી મેળવે છે.
સ્ત્રીજીવનનું મહત્ત્વ.
આજની કન્યાઓ એ આવતી કાલની માતાઓ છે. એટલે તેમને પુસ્તકીય જ્ઞાનની તે જરૂર છે જ; પણ ગૃહશિક્ષણની, માતૃત્વશિક્ષણની અને સદાચારશિક્ષણની એથીયે વધારે જરૂર છે. વિદ્યા, શિક્ષણ અને સદાચાર, શીલ, સંયમ અને લજજા, બળ, હિમ્મત અને વિવેક; પતિભક્તિ, સેવા અને ડહાપણ એ રમણીની રમણીય વિભૂતિ છે, લલનાનું લલિત લાવણ્ય છે, સુન્દરીનું સુન્દર સૌન્દર્ય છે અને સતસત્વનું સરસ સૌરભ છે. આવી ગૃહિણી એ ગૃહને દીવ છે. એજ ગૃહ છે. “ નૃત્તિ ચૂદકુત્તે. ” આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
( 18 ) મહાત્મની ગૃહિણીને ઉદ્દેશીને જૈનાચાર્ય અમરચન્દ્રસૂરિ જીએ કહ્યું હતું – “મન્નમાર રે મારું માની !
સિઝમવા ન વFકુપાત્ર ! મવાદરશા:” .. અત્—આ અસાર સંસારમાં ગૃહિણીનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે કે જેની કુક્ષિમાંથી હે વસ્તુપાળ, આપના જેવા રત્નો પેદા થયા છે. મુનિરાજ જિનસૂર” લખે છે કે – “ मंसारभारखिन्नानां तिस्रो विश्रामभूमयः ।
अपत्यं च कलत्रं च मतां मंगतिरव च" || અર્થાતસંસારભારથી ખિન્ન થયેલાઓને ત્રણ વિશ્રામભૂમિએ છેઃ સુસન્તાન, સુકલત્ર અને સત્સંગ. શ્રાદ્ધગુણવિવરણમાં “જિનમંડનગણિ” લખે છે કે – " दक्षा तुष्टा प्रियालापा पतिचित्तानुवर्तिनी ।
कुलौचित्याद् व्ययकरी सा लक्ष्मीरिव नापरा" ||
અર્થાત્ –ડાડી, સોષવતી, મધુરભાષિણી, પતિના ચિત્તને અનુસરનારી અને ઉચિત રીતે ખરચ કરનારી એવી ગૃહિણું લક્ષ્મી છે.
આવી ગૃહિણીનાં ગૃહમન્દિર કેવાં પવિત્ર હોય! એમની આહારવિધિ, જલપાન, વસ્ત્રપરિધાન, જગ્યા અને રહેઠાણ કેવાં સ્વચ્છ હોય! પતિને આલ્હાદ આપવામાં તેમની વિનયભક્તિ કેવી ઉજવળ હોય! ગૃહસ્થાશ્રમને સુખ-સમ્પન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) બનાવવામાં સમયસૂચકતા અને ડહાપણ તેમનાં કેવાં રૂડાં હેય ! તેમનું આરોગ્યજ્ઞાન અને બાળઉછેરની જાણકારી ગૃહપરિવાર અને બાળબચ્ચાંને કેવાં લાભકારી નિવડે ! અને તેમને સેવાભાવ સમાજ તથા દેશને કેટલો ઉપકારક થાય! રડવા-કુટવાનો રિવાજ
પણ આજે અજ્ઞાન દશાએ સ્ત્રીવર્ગને બહુ હલકી પાયરીએ મૂકી દીધા છે. અને એજ કારણ છે કે, તેમનામાં અનેક જાતનાં વહેમ, ઢેગ અને દુષ્ટ રીત-રિવાજે ઘર કરી બેઠા છે. સારી બાબતે મળતાં તેને જેમ સ્ત્રીઓ દઢતાથી વળગી રહે છે, અને તેમને એ ખાસ જાતીય ગુણ છે, તેમ, અન્ધશ્રદ્ધા હેમ અને રૂઢિષિત ખરાબ લત, કે જે ઘુસી ગયેલ હોય તેને હાંકી કહાડવી જોઈએ તેને બદલે તેને પણ સુરતપણે વળગી રહેવામાં તેઓ પિતાનું ડહાપણ અને પિતાને ધર્મ સમજે છે. અને આ એક તેમનામાં ભયંકર બોડ છે. અનાગ્રહપણે પિતાની વિચારબુદ્ધિથી સારા-નરસાનું પૃથક્કરણ તેમણે કરવું જોઈએ અને જે બેટી બાબતે પિતાની અન્દર ઘુસી ગઈ હોય તેનું અવલોકન કરી તેના નાશકારી પંજામાંથી જેમ બને તેમ શીઘ છુટી જવું જોઈએ. એજ વાસ્તવમાં શાણપણનું મુખ્ય લક્ષણ છે.
અજ્ઞાન. હેંગ અને વહેમથી ખરેખર સ્ત્રીસમાજનું જીવનસત્વ ચુસાઈ રહ્યું છે. હજુ પણ, આ નવયુગના રેશન જમાનામાં પણ તે વર્ગમાં દુર્ગતિકારક રિવાજે પ્રચલિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ). છે એ સખેદ આશ્ચર્યની વાત છે. મરનારની પાછળ બજાર વચ્ચે લાઈનબંધ ગોઠવાઈ છાતી ખેલી કુટવું એ કેવી ભુંડી રીત છે! આ નિલ રિવાજ ગુજરાત-કાઠિયાવાડ સિવાય બીજે કયાંય નથી. બીજા દેશવાળા ગુજરાત-કાઠિયાવાડમાં આવી, છડેચોક સ્ત્રીઓને છાતી કુટતી જુએ છે ત્યારે તેમને બહુ અજાયબી ઉપજે છે. અમે જ્યારે ઉત્તર હિન્દીમાં વિચરતા હતા, ત્યારે ત્યાંના ગુજરાત-કાઠિયાવાડ જઈ આવેલા લેકે અમને કહેતા કે –
મહારાજજી, હમને ગુજરાતમેં એક બડે મકા તમાશા દેખા! ”
ત્યારે અમે તેમને પૂછતા કે-“કહિએ ! કયા દેખા ?” ત્યારે તેઓ કહેતા કે –
વહાંકી ઔરતેં બાજાર કે બીચમેં લાઈનસે ખડી રહ કર, છાતી ખુરલી કિએ હુએ, ઇસ તરહ સે હાથ ઉંચા ઉંચા કરકે કુટતી હૈ કિ કયા બતલાવું! સાથ હી સાથે રાગ-રાગનિયા ભી અલાપતી જાતી હૈ ઔર પા કે થપકે ભી દેતી જાતી હૈ. કઈ ઓરતે ઇસ કલામેં અપની કુશલતા દિખલાનેકે લિએ
પ્લેટફાર્મ પર આકર (આગે આકર) મુખ્ય પાટ લેતી હું ઔર સબકે ચકાચોંધ કર દેતી હૈ.”
ગુજરાતના નારીવર્ગ માટે આ ઉપહાસ કેટલો નામોશીભરેલ છે ! આવા બેવકૂફીભરેલા રીત-રિવાજ ઘડીએ નભાવી ન લેવાય. આ દુષ્ટ રિવાજથી ઘણી બાઈઓને ક્ષય અને છાતીનાં દર્દોના ભંગ થવું પડે છે. અને ગર્ભવતીઓના ગર્ભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
એક
સળગરબના
'(૧૬) ઉપર પણ માઠી અસર થાય છે. આ બધું વિચારી રડવાકુટવાના રિવાજને સદન્તર બંધ કરી દેવાની જરૂર છે.
મરનારને ઘેર, બહારગામથી પણ ચેકબંધ લેકે લાંબે સાદે પોકરાણ મૂકતા આવે છે, અને બહારથી આવતી બાઈઓ સાથે, વારે વારે ઘરની બાઈઓને છાજીયા લેવા અને છાતી કુટવા ઉતરવું પડે છે. એટલું જ નહિ, પણ એક પછી એક બહારગામથી આવનાર મહેમાનનાં ટેળાને ગરીબના ઘર પર એટલે સખ્ત બેજે પડે છે કે તેના સળગતા કાળજા પર કડકડતું તેલ રેડાય છે! ગરીબ ઘણું મરી જતાં તેની નિરાધાર બાળવિધવા ખૂણામાં ધ્રુસકે ધ્રુસકે રેઈ રહી છે, દુઃખના સાગરમાં પટકાયલી તે બાળા હૃદયભેદક આકન્દ કરી રહી છે, ત્યારે બીજી બાજુ બહારથી આવેલા ઘીમાં લચપચતા માલમલીદા ઉડાવી રહ્યા છે ! કેવી નિષ્ફરતા ! આ શોક જાહેર કરવા આવ્યા છે કે માલ ઝાપટવા આવ્યા છે ! સહાનુભૂતિ પણ તેમને કયાં દેખાડવી છે! દિલાસો કે શાતિ આપવાને બદલે તેઓ ઉલટું
એવું કરી મૂકે છે કે દુઃખીયાઓના શેક–સન્તાપને ઔર વધુ ઉત્તેજન મળે છે. કાણેકાણે જનાર રેવા-કુટવાની અજ્ઞાન જાળ યા દંભ જાળ પાથરી એ દુખિયાઓને વધુ રેવરાવે અને કુટાવે છે. રનાર જેમ વધારે લાંબે સાદે પિક મૂકી રેવે અને કુટનાર જેમ વધારે કુટે તેમ તેની વધારે પ્રશંસા થાય; અને એમાં પાછળ રહેનાર ટીકાને પાત્ર થાય ! અજબ અજ્ઞાનતા! ખરી વાત એ છે કે મરનારની પાછળ આમભાવના કરવાની હોય, વિરાગ્યભાવને પિષવાને હેય અને એ રીતે બળતાં કાળજાને
શાતિ આપવાની હોય. હિન્દુધર્મમાં તે એવું લખ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) ખાયુ વન્યુમકું તો મુદ્દે થતોડવા अतो न रादितव्यं हि क्रियाः कार्याः स्वशक्तितः " |
(યાજ્ઞવલ્કય) અર્થા—મરનારની પાછળ રેનાર બધુઓ અને બાઈએનાં આંસુ અને તેમનાં લેષ્મ મરનારને પરવશ થઈને પીવાં પડે છે. માટે રોવું નહિ. અને શક્તિ પ્રમાણે ક્રિયા કરવી. દાડે યા ખર્ચ.
દાડે યા ખર્ચ કરવાની રીત પણ સમાજમાં પ્રચલિત છે. આ કુરૂઢિ છે. મરનારની પાછળ જે ગરીબ અને દુઃખી કુટુંબ વિલાપ કરી રહ્યું છે તેની સારસંભાળ લેવી તો દૂર રહી, તેને સહાયતા પહોંચાડવી દૂર રહી, પણ તેનું બચ્યું ખુટ્યું પણ ઝાપટવાને થાળી-લેટે લઈ દયા આવવું એ કઈ જાતની માણસાઈ ગણાય ! દયાના હિમાયતીઆ કેવળ લીલવણી–સુકવણની ઝીણવટમાં રોકાઈ જઈ આવા માનવદયા કરવાના પ્રસંગે નિષ્ફર વ્યવહાર આચરે એ તેમના દયાધર્મને લાંછન લગાડનાર નથી શું ? વસ્તુતઃ દાડે કે ખર્ચ કરવાની પ્રથા મિથ્યાત્વમૂલક છે અને સાથે જ નિરર્થક તેમજ હાનિકારક છે. એટલે એ પ્રથાને બંધ કરી તેટલું ધન કેળવણીમાં, સાધમિકેના ઉદ્ધારકાર્યમાં યા પરોપકારક્ષેત્રમાં લગાવવું ઘટે. આરોગ્ય અને સ્વચ્છતા.
આરોગ્ય માટે ચોખ્ખી હવા, શુદ્ધ ખોરાક, સ્વચ્છ જળ અને વસ્ત્ર તથા વર-મકાનની ચેખાઈ વગેરેની જરૂરીઆત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) છે. પણ દિલગીરીની વાત છે કે ગુજરાત-કાઠિયાવાડમાં એઠાજૂઠાને વિચાર બહુ ઓછા હોય છે. આ ગન્ડાઈને લીધે તેઓ વગેવાય છે, બીજા દેશવાળાએ તેમની ટીકા કરે છે, તેમને હસે છે. ગળામાં પાણી પીધેલા લેટા કે પ્યાલા ફરીથી એમાં બળાય એ ઓછી મલિનતા છે? એવા પાણીમાં અનેક માણસોનાં મેઢાની લાળ અને છોકરાનાં નાકનાં લીંટ દાખલ થવાને સંભવ નથી કે ? આથી ધાર્મિક દૃષ્ટિએ જીવેની વિરાધના થવા ઉપરાંત ક્ષય, ખાંસી વગેરે ચેપી રોગો પણ લાગુ પડે. એઠી ભાત હાંડલામાં કે તપેલીમાં પાછા નંખાય, એઠી કરેલ રોટલી રોટલીના ભાજનમાં પાછી મૂકી દેવાય, કડછીમાં કઢી ચાખીને પછી એની એ કડછી કઢીના વાસણમાં નંખાય, કાળાંમેંશ જેવાં મહેતાથી કામ લેવાય, કણેક મસળતાં પડખે બેઠેલ બાળકનું હે કે નાક સાફ કરી એવાને એવા લીંટાળા હાથે ફરી કણેક મસળાય–આવી આવી અનેક ગંદાઈઓ લેકેનાં ઘરમાં ઘુસેલી છે એ ખરેખર શરમાવા જેવું છે.
આરોગ્ય માટે કપડા-લત્તાની જેમ બીછાનાં પણ સ્વચ્છ રાખવાની જરૂર છે. તેને મેલાં-ગંદાં રાખી જીત્પત્તિ વધારવી એ જીવહિંસા કરવા બરાબર છે. સ્વચ્છતાના નિયમ પર ધ્યાન આપી જીવ-જન્તુએ ઉપજવા ન પામે તેમ પહેલેથીજ ગ્ય ગોઠવણ રાખવી એમાંજ અહિંસાધર્મનું પાલન છે.
સુવાવડ.
ખેદની વાત એ પણ છે કે સમાજમાં સુવાવડી તરફ એવી ધણદષ્ટિ રખાય છે કે તે બીચારીને લૂટેલા વાણને ખાટલે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ).
સુવાવડ ખાતાનું રાખી મૂકેલું ગંધાતું ગાભા જેવું ગોદડું કે સાદ આપે છે. જ્યાં ઉજાશ નથી, હવા આવવાની જગ્યા નથી એવી અંધારી કોટડીમાં તે ગરાબડીને પૂરવામાં આવે છે. આ કેટલી મૂર્ખાઈ ગણાય ! વળી બીજી મૂર્ખાઈ એ પેસી ગઈ છે કે વાવડીની સુવાવડ કરવામાં પાપ મનાયું છે. ગજબ! “ત્રિશલા” માતા (ભગવાન મહાવીરનાં માતાજી) ની જેમણે સુવાવડ કરી તેમને પાપ લાગ્યું હશે કેમ? સુવાવડ એક જાતની માંદગી ગણાય; એવી માંદગીવાળીની સેવા-સુશ્રષા કરવી એ તે સેવાધર્મ છે, પરોપકારધર્મ છે, એ અનુકમ્યા છે અને એમાં પુણ્ય છે. આ વાત બહેને સમજે, ખાસ ધ્યાનમાં થે અને સાધુ-સાધ્વીઓ પણ ભલા થઈને એવી “બાપા” આપવાની ખટપટમાં ન પડે. નિન્દા-કુથી.
નિન્દા કે પારકી કુથલી કરવામાં સ્ત્રીઓને બહુ રસ પડતા હોય તેમ પ્રાયઃ જોવામાં આવે છે. પણ જેની નિન્દાકુળામાં પડીએ તેને એથી કેટલું નુકસાન પહોંચતું હશે, તેને એથી કેટલું દુઃખ થતું હશે તેને તે ખ્યાલ રાખવે જોઈએ ને ! નિન્દાના કેફમાં બીજાને છેદવાની ભુડી ટેવને લીધે જ તેઓ ત્યાં સુધી વગેવાય છે કે –
ચાર મળે ચાટલા, કઈના વાળ એટલા.”
ચાર મળ ચોટલા, કઈના ભાગે રોટલા.”
કદાચ આ વધારે પડતી પણ ઉક્તિ હોય. પણ પારકી ભાંજગડમાં નાહક શા માટે પડવું એ બહેને સમજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) પરનિન્દા એ બહુ પાપ છે. એવા ચેવટના ચૌટામાં ઉભા જ ન રહીએ. એવા ગન્દા વાતાવરણથી છેટાજ રહેવામાં કલ્યાણ છે. પિતાના દેને ભાળીએ અને તેને ધેવાના પ્રયત્નમાં ગુંથાઈએ તે પારકી પંચાતમાં પડવાને વખત જ શેને મળે. ડાહ્યા માણસની આ જ રીત છે. “ જાનવરમીરા. ને પાઠ રોજ બેલીએ છીએ. એમાંથી ગંભીરતાને પાઠ શિખીએ અને પારકાની “ ટીકા ”થી પિતાના મહેને ન બગાડતાં મન મોટું રાખી ઉદારભાવે રહીએ. સર્વગુણ તે એક વીતરાગ છે. માણસ માત્ર અપૂર્ણ અને દોષિત છે. પછી કેની કેની નિન્દા કરતા ફરીશું? આપણું નિન્દા કેઈ કરતું હોય ત્યાં પણ આપણે શાતિ રાખવી જોઈએ. કેઈના ગમે તેમ બબડવાથી માણસ કંઈ તે નથી થઈ જતું. કોઈના સારાનરસા કહેવાથી કંઈ કઈ સાર–નરસ નથી થઈ જતું. પરની નિન્દા કરનાર ઉલટું, પિતાનું મોંઢું બગાડે છે અને તેને સમતાથી સહન કરનાર હોટે આત્મલાભ મેળવે છે. “કમ ખાના ઔર ગમ ખાના” એ સૂત્ર ધ્યાનમાં રાખી ગુસ્સાને વશ ન થતાં પિતાના મન પર કાબૂ રાખી શાન્ત ભાવે વિહરીએ. પિતાને અમૂલ્ય સમય બીજાને ઉખેડવામાં લગાવ એના જેવી બીજી કઈ મૂર્ખાઈ અને અધમતાજ ન હોય. ઘરના કામકાજથી નવરાશ મળતાં અને પરોપકારના કાર્યથી નિવૃત્ત થતાં સામાયિક લઈ બેસીએ અને તેમાં સારાં સારાં બોધદાયક અને વૈરાગ્યપોષક પુસ્તકો વાંચીએ યા પરમેષ્ઠી - પરમાત્માનું સ્મરણ–ભજન કરીએ. એ આત્મશાન્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ) મેળવવાને સુન્દર માર્ગ છે. ઘરમાં રેંટિયો હોય તે કેવું સારું! રેંટિયાનો ઉપયોગ કરવામાં સમયનો સદુપયેાગ છે. અને હાલના ગરીબ હિન્દમાં તે એની ઉપયોગિતા બહુ વધી ગઈ છે. એનાથી લાખે ગરીબોની આંતરડી ઠારવામાં સહાયભૂત થઈ શકાય છે. આથી એ પરોપકાર અને સેવા ધર્મનું સાધન છે. અને જે માણસ બે તોલા જેટલું પણ રેજ કાંતે તો તેમાંથી પોતાનાં કપડાં પૂરાં પાડી શકે અને સ્વાશ્રયી જીવન ભેગવી શકે. ખોટા ખર્ચા.
સમન્તઅને એવા બીજા પ્રસંગે આવતાં હેમ યા રૂદ્ધિને વશ થઈને ખોટા ખર્ચ કરાવવાને સ્ત્રીઓ ઉતાવળી થાય છે. પણ તે છેટું છે. આજે બેકારીને વખત કેવો વર્તે છે અને વેપારધશ્વાની તથા આવકની સ્થિતિ કેટલી મદ છે એ પર જરા હેનેએ ધ્યાન આપવું જોઈએ. અને વખત ઓળખી એવા ખોટા ખર્ચાઓની રીતે બંધ કરી દેવી જોઈએ. એ મૂર્ણ રીત છે. અને નાહક તેમાં પસાનું પાણી છે. પૈસા મેળવવામાં આજે કેટલી હાડમારી ભોગવવી પડે છે એ પુરનું મન પણ છે. પછી ખોટા ખર્ચા અને નકામી જરૂરીઆત રાખી ઘરની સ્થિતિને સંકડામણમાં મૂકવી એ મૂર્ખાઈ જ ગણાય ને ! જેટલી જરૂરીઆતે વધારે એટલે ખર્ચો વધારે અને એટલી ઉપાધિ વધારે અને એટલું જ પાપ વધારે. આ વસ્તુ ધ્યાનમાં લઈએ અને સમજી જઈએ કે, જરૂરીઆતેને ઓછી રાખવામાં જ શનિ છે. અને ત્યારે જ જીવનનું સદાચારિત્વ સુરક્ષિત રહી શકે. અને ત્યારે જ ધર્મસાધન અબાધિત રીતે બની શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૨૨ )
જમણવાર.
જમવામાં પણ સંસ્કારિતા નહિ. સુધરેલ શહેરમાં પણ જમણવાર થાય છે તેની કેટલી કડી સ્થિતિ હોય છે. અધાધુન્ધી, હાડમારી અને રસાકસીને ત્યાં વાર નથી હોતે. મલિનતા, ગન્દકી અને એઠવાડ સંબંધી તે પૂછવું જ શું? બેસવાની જગ્યા પણ પાણી અને એઠવાડથી રેલમછેલ હોય. અનન્ત જીની હાણ તે નજરે જોવાતી હોય. ધર્મના કે કર્મના નામે કરાતા જમણવારની આ દુર્દશા ! ધર્મની કહેવાતી આવી જાતની “નકારશીઓ” માં પણ શું પુણ્ય બંધાતું હશે અને પ્રજાને શું લાભ થતું હશે તેના પર કોઈ ધ્યાન આપશે? દક્ષિણ અને એવી બીજી સંસ્કારી કોમેની જમણપદ્ધતિ જુઓ ! કેવી સભ્યતાથી, કેવી સ્વચ્છતાથી અને કેવા ઉલ્લાસથી તેઓ સામુદાયિક પ્રીતિભોજન કરે છે. જેનો એ કયારે શિખશે?
સાદગી
સ્ત્રીઓમાં આભૂષણો પહેરવાને શેખ પ્રાય. અધિક જોવાય છે. અને એને માટે તેઓ પિતાના ઘરની સ્થિતિને વિચાર ન કરતાં પિતાના એ જાતના ખેટા મેહને પૂરો કરવા માટે પિતાના પતિને અકળાવી મૂકે છે. આ તેમનું ગાંડપણ છે. ઘરેણુથી પોતાના શરીરને શોભાયમાન બનાવવાની ગણત્રી કરવી એ માણસની એક જાતની ઘેલછા છે. કોઈ જમાને હશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૨૩ )
કે જ્યારે શરીર પર આભૂષણા લાદવાની વૃત્તિ પાષાતી હશે. પણ હાલના યુગમાં એ વસ્તુની, એ જાતની શાભાની કશીજ કિમ્મત નથી. બલ્કે તેમાં બેહુદાપણું જોવાય છે. જીવનનાં ખરાં આભૂષણા શીલ, લજ્જા, વિનય અને સેવા છે. એ આભૂષણે જ્યાં ચમકે છે ત્યાં ભૌતિક આભૂષણા નિરક છે. નિરર્થક ન.હું, પેલાં સાચાં આભૂષણાને ઝાંખપ લગાડનારાં થઇ પડે છે.
આ જ પ્રમાણે, ફૂલફટાક અને ભડકીલાં ઝીણાં વસ્રા પહેરવાં એ પણ અનુચિત છે. કયા પહેરવેશ સાદે છે અને કચેા ભડકીલા છે તેના મ્હેનાએ વિચાર કરવા જોઇએ. જેને શીલની કમ્મત છે અને જેનું સદાચાર પર ધ્યાન છે તે મહિલાની વેષભૂષા સાદી જ હોય. તે સાદાઇમાં જ રહે અને પોતાની આસપાસના વાતાવરણને પવિત્ર રાખે. અન્દરથી પેાતાનાં અંગાપાંગ દેખાય એવાં ફૂલફટાક વસ્ત્ર પહેરી ભડકીલુ વાતાવરણ ઉભું કરવું એમાં સૌજન્ય નથી. એ દરેક માણુસ પોતાના હૃદય પર કોતરી રાખે. ગુણવતી મહિલાનુ` સૌન્દર્ય જે સાદા વસ્ત્રપરિધાનમાં છે તે ઝીણાં અને આડંબરી વસ્ત્રોમાં નથી તે મ્હેના નક્કી સમજી રાખે. સ્ત્રીએ લગ્નસરા જેવા પ્રસ ંગામાં કે પર્યુષણ ' જેવા ધાર્મિક તહેવારમાં રેશમી વર્ષો પહેરી પેાતાના શરીરને શણગારવામાં બહુ રસ લે છે. પણ રેશમ કેવી રીતે બને છે એ જો મ્હેને સમજતી હાય તા હું માનું છું કે તેમનાં કૃપાળુ હૃદય તેવાં વસ્ત્ર પહેસ્વાનું કહી પસન્દ ન કરે. લાખા · કોશેટા ' જીવાને હણીને તેમાંથી રેશમ બનાવવામાં આવે છે. અને એ રીતે રેશમની
<
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૨૪ )
પેદાશ થતી હોવાથી રેશમની સાડી કે એવાં ખીજા' રેશમનાં વસ્ત્રા દયાધના હિમાયતીઓને પહેરવાં કેમ છાજે ! જેના દયાધને પાળવામાં આગેવાન ગણાય; તેઆજ જ્યારે આમ, વગર કારણે કેવળ શૃંગારશેાભાના શોખ માટે જ લાખા જીવાની હિંસાને ઉત્તેજન આપે તે એ કેટલુ દિલગીરીભર્યું ગણાય. આવી પ્રવૃત્તિથી જેના જગમાં બીજી કેામેાની આગળ પેાતાના પવિત્ર ધર્મની હાંસી કરાવે છે. હેના જો એ જાતના મેાહુ છોડી દે તેા તેમના ઘરમાં તેમના પવિત્ર જીવનની અસર થયા વગર ન રહે.
સહુથી સરસ પોશાક તેા શુદ્ધ ખાદી છે. અને જે મ્હેના એ ન પહેરતી હોય તેમણે તે પહેરવાના અનુભવ કરવા જોઇએ. એમાં સૌન્દર્યની જે ચમક છે તે બીજામાં નથી. એ મ્હેના પેાતાની ડાયરીમાં નોંધી લ્યે. અને એ પણ ધ્યાનમાં લેવાની વાત છે કે ખાદીના પ્રચારથી દેશના ગરીબેને રાજી મળે છે, એથી દેશના પડી ભાંગેલા ધંધા સજીવન થાય છે અને દેશના લાખાકરોડા બેકારાને પેટ ભરવાના રસ્તા સરળ થાય છે. આપણા દેશમાં લાખા કુટુ એ અ ભૂખ્યાં અને અ નાગાં ટળવળે છે. તેમના પર દયા આવતી હાય અને તે દુખિયાને દૂર બેઠે બેઠે પણ અન્ન-વસ્ત્રનુ અનુકમ્પાદાન કરવું હાય અને એ રીતે દેશની તેમજ ધમની સાચી સેવા બજાવવી હોય તે દરેક હિન્દીએ પેાતાના અંગ પર શુદ્ધ ખાદી ધારણ કરવી જોઇએ. જેની પાછળ લાખા જાનવરો કતલ થતાં હાય અને લાખેા મણ ચરખી જેની અનાવટમાં લગાવાતી હેાય તેવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૨૫ )
નાપાક અને હિંસક વસ્તુ દયાધમને પૂજનાર માણસથી વપરાય ખરાં કે ? હેના જરૂર આ વાત પર વિચાર કરે. અને એવાં, દેશની પાયમાલી કરનારાં અને ધર્મની અધોગતિ કરનારાં કપડાંના મેહ છોડી શુદ્ધ સાદાં વસ્ત્રામાં પેાતાના અંગને અને ધર્મને દીપાવે. સહુથી પહેલા સંયમ ખાવામાં અને પહેરવામાં જોઇએ. એમાં જ મીંડુ ’ હોય તો આગળ કેમ ચલાય ?
(
લીલવણી સુકવણી
લીલવણી–મુકવણીના સંબંધમાં બ્લેનમાં બહુ અવિવેક પ્રવતા હાય તેમ જોવાય છે. સાધારણતયા એવી માન્યતા પ્રચલિત છે કે તિથિએ લીલવણી ખાવામાં દોષ, પણ તેને સુકવીને ખાવામાં દોષ નહિ. પણ આ માન્યતા બહુ ગેરસમજવાળી છે. લીલેાતરી ખાવામાં જો દોષ હોય તે તેને સુકવીને ખાવાથી દોષ કયાં ઉડી જવાના હતા ? આ તે સાદી અક્કલના માણસ પણ સમજી શકે તેવુ છે. આઠમ, ચૌદશ આદિ તિથિએઝે લીલેતરી ન ખવાય માટે તેને સુકવી ભરી રાખા, એટલે તિથિએ ખાઇ શકાશે–આવી ભાવના કેટલી બેહુદી છે. તિથિએ લીલેાતરી ખાનારને દોષ લાગે અને તેની ચુકવણી ખાનારને વાંધા નહિ આવું જો કાઈ માનતા હોય તેણે પેાતાના એ ભ્રમ કાઢી નાખવા જોઇએ. લીલવણીની રસવૃત્તિ તિથિએ નથી પાષી શકાતી માટે તેને સુકવીને તે ચુકવણીથી તે રસવૃત્તિ પાષવાના પ્રયત્ન કરાય છે! આમાં કયાં રહી અહિંસા અને કયાં રા સ્વાદસયમ ! ને તિથિએ લીલેાતરી ત્યાજ્ય હાય તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૬) સુકવણું તે એથી ઔર વધારે ત્યાજ્ય ઠરે છે એ સમજી રાખવું જોઈએ. એક વ્યક્તિ એ છે કે, ખપપુરતી. તાજી લીલેરી લાવી, આરોગીને પતાવી દે છે અને એક
વ્યકિત એ છે કે, લીલોતરી લાવી, સમારી, સુકવી, ભરી રાખે છે અને જીવ-જંતુઓનું અધિકરણ શસ્ત્ર” બનાવે છે. કહે ! આ બેમાં વધારે આરંભી અને સંગ્રહશીલ કોણ? આમ, લીલોતરીની મેહ-મૂચ્છ પિષવા સારુ સુકવણું ભરી રાખી તિથિએ આરોગવામાં પોતાને લીલોતરીના ત્યાગી અને દયાધર્મ કહેવડાવવા બહાર પડવું એ તે નરી અજ્ઞાનદશા જ છે. એક માણસ રોજ ખપ પુરતી પાશેર લીલવણું લાવી આરોગે છે. ત્યારે તેને એક મહીનામાં સાડી સાત શેર લેતરીની વિરાધના થાય છે અને બીજે જે સુકવણીના પૂજારી છે, તેને પણ રોજ એટલું જ શાક જોઈએ છે. એટલે તેને એક મહીનામાં સાડી સાત શેર મુકવણું આરોગવા માટે એથી ત્રણ ચાર ગણું વધારે લીલોતરીને ઉપયોગ કરવો પડે છે. કહે, આ બન્નેમાં વધારે વિરાધક કેણ બને છે? લીલેરી ખાનાર કે સુકવણું ખાનાર ? ખુલ્યું છે કે લીલોતરી ખાનારના કરતાં મુકવણું ખાનાર જ વધારે વિરાધક થાય છે.
વ્યાયામ અને અંગખિલવણ
* પુરુષની જેમ સ્ત્રીઓને પણ અંગખિલવણીની એટલી જ જરૂર છે. પૂર્વકાળની કુમારીએ તથા મહિલાઓની શક્તિએનાં વર્ણન જોઈએ છીએ, ત્યારે આજની કમજોર બાલિકાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૭ ) તથા સ્ત્રીઓની નિર્બળ દેહલતા પર ખરેજ દિલગીર છુટે છે. પરિણામે જેવી ભૂમિ તે પાક થાય એમાં નવાઈ શી? ગામડાંની કણબણે, પટલ, ભરવાડણે આજે પણ જુએ કેવી હઠ્ઠી-કદ્દી હોય છે, કેવી મજબૂત, બલાઢય અને પાણીદાર હોય છે. ઘરનાં કામકાજ-રાંધવું, દળવું, પાણી ભરવું વગેરે પિતાને હાથે કરવાં એ સ્ત્રીને સારુ સારામાં સારી કસરત છે. એનાથી ઘરની વ્યવસ્થા જળવાય છે અને પિતાના શરીરને કસરત મળવાથી આરોગ્ય તથા બળ સધાય છે. આ સિવાય, જેમને સગવડ હોય તેઓ વ્યાયામ અને બળપ્રયોગના અભ્યાસમાં પ્રવીણ બની શકે છે અને પોતાની શક્તિદ્વારા, પાતાના શૌર્ય દ્વારા દેશ, સમાજ અને ધર્મના વિશિષ્ટ હિતસાધનમાં પિતાને કિસ્મતી ફાળો આપી શકે છે. દેશનું સૈનિક દળ પુરૂનું હોય તેમ સ્ત્રીઓનું પણ કાં ન હોય? ભારતની એવી અનેક મહિલાઓ પોતાનાં નામ દેશના ઇતિહાસને પાને શાભાવી રહી છે કે જેમણે પોતાની બળવાન અને લડાયક શક્તિથી દેશના ઘડતરમાં પિતાને વખાણવાલાયક યોગ પૂર્યો છે. શક્તિ અને શૌર્ય પુરુષમાં જોઈએ તે સ્ત્રીમાં ન જોઈએ શું? સ્ત્રી શું માયકાંગલી રહેવા સારુ જ સરજાયલી છે? નહિ, કદાપિ નહિ. સ્ત્રમાં હિમ્મત, શૌર્ય અને સ્પિરિટ નહિ હોય તે એવો નમાલી
સ્ત્રી પિતાના ઘરને લજવશે, પોતાના પતિને લજવશે અને તેનું પિતાનું શીલ હમેશાં ભયમાં રાખશે. બળવાન અને હિમ્મતબાજ સી દેશનું ઉજવળ મુખ છે. અને તે પોતાની ચારિત્રમય. રેશનીથી આખા દેશને પ્રકાશમાન બનાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૨૮ )
ભારતની પ્રાચીન નારીવિભૂતિ
જે કૈકયીએ સમરાંગણમાં દશરથ' રાજાના રથની ધરી એકાએક તૂટી જતાં પેાતાની આંગળીને તે ધરીની જગ્યાએ ગાઠવીને પોતાના સ્વામિનાથને નિરાશામાંથી ઉગારી લીધેા હતેા; જે સીતા, રાવણ જેવા ભયંકર મદેમત્ત રાક્ષસથી પણ જરાય ભયભીત ન્હાતી થઇ; અને જે દ્રૌપદીએ ‘ જયદ્રથ ’ રાજાને ધક્કો મારી નીચે પાડી દીધા હતા તેમનાં પરાક્રમ કેવાં હશે ! મ્હેન ! તમે પણ એજ માતાની પુત્રીએ છે. પછી તમારામાં નબળાઇ કાં ? એ ચારિત્રવતી માતાઓનું આત્મતેજ તમારી અન્દર પણ ભર્યું છે. ફક્ત ઉત્સાહ અને હિમ્મત જે તમારામાં મૃતપ્રાય બની ગયાં છે તેને જ પુનઃ સજીવન કરવાની જરૂર છે. ઉઠો ! અને તમારી ક્જ વિચારે ! એ મહાત્ મહિલાઓના પુનિત પંથે ચાલી તમે દેશનુ અને ધર્મનું ગૌરવ વધારી શકે છે. એવી વીરાંગનાએ આજે પણ કેમ ન પ્રગટે ? અને ત્યારે જ એમની એલાદ પણ શક્તિશાલી નિકળશે. ઉંદરા તે ઉંદરડીએમાંથી
અને ગુલામે ગુલામડીઓમાંથી પેદા થાય. મહાર નેપેાલિયન કહે છે કે મને વીરતાના પાઠ ભણાવનાર મારી માતા છે. ખરૂં કહુ' છું કે જ્યારે જ્યારે કેાઈ દેશની ઉન્નતિ થઇ છે તેમાં આદિ કારણુ તરીકે નારીશક્તિના પ્રભાવે કામ અજાવ્યું છે. નારીજગનું પરાક્રમ એક અપેક્ષાએ પુરુષ કરતાં પણ આગળ નિકળી જાય છે. હિન્દુધર્મીમાં ગાગી’, ગાન્ધારી’ વગે૨ે મહાત્મનીનાં નામ પ્રખ્યાત છે. જે, યાજ્ઞવલ્કય જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
( ૨૯ )
,
""
ઋષિને શાસ્ત્રા માં હાર ખવરાવે છે તે બાલ-બ્રહ્મચારિણી ‘ગાર્ગી’નુ સ્રીજીવન જ્ઞાનાલાકથી કેટલું ઝગમગતું હશે. ‘ ગાન્ધારી ’ રાજસભામાં આવી · મહાભારત ' યુદ્ધ માંડવું કે કેમ ? એ પ્રશ્નની ચર્ચાપ્રસંગે પોલિટિકલ મેટરમાં ભાગ લે છે અને પેાતાના પુત્ર ‘દુર્ગંધનને યુદ્ધ ન કરવા માટે ઉપદેશ આપે છે. ‘સ્થૂલભદ્ર’ મહાત્માની વ્હેના યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદિન્તા, સેણા, વેણા અને રેણા એવી બુદ્ધિશાલિની અને વિદ્યાભ્યાસસમ્પન્ન હતી કે પહેલીને એક વાર સાંભળતાં, ખીજીને એ વાર, ત્રીજીને ત્રણ વાર, એમ છેલ્લીને સાત વાર સાંભળતાં સંખ્યાબંધ Àાકા યાદ રહી જતા હતા. આજે સ્ત્રીનુ જીવન કેટલુ દીન—હીન છે! તેને તુચ્છ, અજ્ઞાન, દુળ અને એક પ્રકારનું “ મશીન ” સમજી તેની જે અવગણના થતી આવી છે તેવુ જ એ પરિણામ છું કે “ શક્તિ માતા ”ના કાપ દેશ ઉપર ઉતરી આવ્યે છે, અને દેશની દ્વીન દશા સુધાયે સુધરતી નથી. જો કે છેલ્લા રાષ્ટ્રીય યુદ્ધમાં મહિલાઓએ પોતાની શક્તિના સરસ પરિચય દેખાડયા છે; અને તેમના ત્યાગ, તેમની સેવા, તેમની હિમ્મત અને તેમની સહિષ્ણુતાએ દેશની રાષ્ટ્રીય હિલચાલમાં સુન્દર રંગ પુર્યા છે. છતાં ચ પાતાને અબળા માનનારી, સમજનારી વ્યક્તિએ દેશના ચારે ખુણામાં બહુ મ્હોટી સંખ્યામાં છે. જ્ઞાન, શિક્ષણ, વિવેક અને હિમ્મતથી તે વર્ગના બહુ મ્હોટા ભાગ ખાલી છે. બહુ મ્હોટી સંખ્યા અજ્ઞાનના ઘાર અન્ધકારમાં સબડી રહી છે. અને, જ્યાં “પડદા”ના ખાસ રિવાજ છે ત્યાંની અખળાઓની દુર્દશાનુ તા પૂછવું જ શું ? એ સંબન્ધમાં મને એક કિસ્સા યાદ આવે છે.
tr
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૩૦ )
તે પણ કહી દઉં. એક ગૃહસ્થ સ્ટેશન પર એક પિતાના ઓળખીતા ભાઈને કહે છે કે, “ભાઈ, આ પાંચ રંક છે, જરા ધ્યાન રાખજે, હું ટિકિટ લઈ આવું.” ત્યારે પેલે ભાઈ કહે છે કે,
મહેરબાન, પાંચ કયાં છે, આ તે ચાર છે?” ત્યારે એ ગૃહસ્થ મલ્હોં મલકાવી બેલ્યા ચાર ટૂંક આ અને વાંચમે ટૂંક આ મારી ઔરત !” હાય ! સ્ત્રીને પણ એક ટૂંકની જેમ સાચવવી પડે એ કઈ હદની દુર્બલતા ! એને ઢીંગલી સમજવી કે પુતળી !
મતલબ કે ભારતનું વર્તમાન નારીજીવન અધિકાંશ અસંસ્કૃત દશામાં છે. અને એ દેશની હેટામાં મોટી કમનશીબી છે. એ વર્ગના ઉદ્ધાર વગર દેશને ઉદ્ધાર સર્વથા અસંભવ છે. એના જીવનમાં જેત ન પ્રગટે ત્યાં સુધી દેશને અન્ધકાર નાબૂદ થવે અશક્ય છે. છોકરાઓની કેળવણી માટે પણ પુરતું ધ્યાન અપાતું નથી, ત્યાં કન્યાઓની કેળવણીની શી દશા હોય તે સમજી શકાય છે. પરન્ત કન્યાકેળવણીની કેટલી જરૂર છે? દેશ, સમાજ અને ધર્મના વિકાસ-સાધનમાં કન્યાવર્ગનું સુશિક્ષિત અને સંસ્કારી જીવન કેટલે અસાધારણ ફાળો આપી શકે છે? તે ખાસ વિચારવાનું છે. આર્યસમાજીઓનાં કન્યાવિદ્યાલયે જુઓ! તમે ખરેખર દંગ થઈ જશે. એ સંસ્થાઓમાં શિક્ષણ લેતી કન્યાઓના મુખ પર કેટલું તેજ ચમકે છે, શિક્ષણ અને સંસ્કારમાં તેઓ કેટલી આગળ વધે છે. વ્યાયામ અને બલપ્રયાગ તેમના જેમણે જોયા • હશે તેમને ખબર હશે કે તેઓને શારીરિક વિકાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ) કેટલે આશ્ચર્યકારક ખિલવવામાં આવે છે. બિલકુલ નિશ્ચિત વાત છે કે, નારીવિભૂતિ એ દેશની વિભૂતિને પાયો છે. અને દેશની ઉન્નતિનાં મંડાણ એના ઉત્કર્ષ પર અવલમ્બિત છે. નિઃસદેહ, એની આત્મસત્તામાં એક એવી વિલક્ષણ શક્તિ છુપાયેલી છે કે જેને સમુચિત વિકાસ થાય તે તેના આધાર પર આખા રાષ્ટ્રનું ઉત્થાન થઈ શકે. એક વિદ્વાનના શબ્દો છે –
- The band that rocks the cradle rules the world.”
અર્થાત્ –જે સુકુમાર હાથ પાલણામાં બચ્ચાંને ઝુલાવે છે તેમાં જગનું શાસન કરવાની શક્તિ પણ મેજૂદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
III
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII:
પવિત્ર વાચનનો મહાન લાભ ! - આજેજ ! - જીવનની શાન્તિને સાચે સલાહકાર મહાન ધર્મભાવનાને પોષનાર
અદ્વિતીય ગ્રન્થ અધ્યાત્મતવાલક [ સુપ્રસિદ્ધ વિદ્વાન મુનિ મહારાજશ્રી ન્યાયવિજયજીની
કસાયલી કલમથી લખાયેલું મહાન પવિત્ર પુસ્તક] મૂળ સંસ્કૃત, અને ગુજરાતી અનુવાદ સાથે
બીજી આવૃત્તિ બહાર પડી ચુકી છે. તમે જગતના અશાતિમય વાતાવરણમાં આથડી રહ્યા છે, માનસિક ઉગ અને ચિતાથી તમે ત્રાસી ગયા હે, સંસારના કપરા અનુભવથી કંટાળી ગયા છે,
સતાપની આગમાં બળી રહ્યા છે, કલેશ અને કંકાસથી થાકી ગયા છે, જીવન તમને અકારૂં થઈ પડયું હોય
– તો - આ મહાનૂ ગ્રન્થ જરૂર વાંચે ! તમારી અશાતિ દૂર કરે ! સાચે આનન્દ મેળવો ! ખરું સુખ પ્રાપ્ત કરો ! તમને જરૂર અતુલ આનન્દ થશે. સાચી શાન્તિને અનુભવ થશે.
IIIIIIIIIIIIIIII
2
GiiiiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
I]\!}|||
IIIII
IIIIIIIIIII
[llllllllllllllllllllllllllllllllllllllllllllllllullhilllll
""unl "IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIlllllllllllllllllIIIIIIIIIIIIIIIIIMa અધ્યાત્મતવાલોકમાં બીજું શું જોશો ?
ઝગમગતું અપૂર્વ કવિત્વ સરળ, સરસ અને પ્રસન્ન ગુજરાતી વાચન નવી રિલી;
આકર્ષક છપાઈ કપડાનું મજબૂત પાકુ આઈડિગ:
સુન્દર ડીઝાઈન ઉચા કિમતી કાગળે અને ૩૦૦ પૃષ્ઠ
છતાં લોકલ્યાણના પ્રચાર માટે
કિમત ત રૂા. ૧-૯-૦ આજે જ થો! ૯
હમણુંજ ખરીદે ! – કારણ કે દરેકે દરેક વ્યક્તિ પાસે આ ગ્રન્ય હોવો જોઈએ. વળી વધુ લાભ.
ન જડા મજબૂત કાગળ પર મનહર ત્રિરંગી ટાઈપ-છપાઈ અને ચિત્તાકર્ષક બેડરેથી ખૂબજ શોભાયમાન; અને યુગધર્મની પ્રેરણા પાનાર રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક વિચારનાં પ્રભાવશાલી હેણથી ભરપુર; એવું અઢી રૂપીયાની કિસ્મતનું ગુજરાતી મહેતું પુસ્તક
મુંબઇનું ચતુર્માસ” પણ ફક્ત એક જ રૂપીયામાં મળશે.
મળવાનું ઠેકાણું –
શ્રી. લીલાવતી દેવીદાસ, તે વાલકેશ્વર રેડ, વિજયમહાલ, નં. ૧૨, પહેલે માળે, મુંબઈ. in 1 વા | L L TTTITUTI ||||
III ITYIN"T|TAT 'T IT'S ' .
wimwitamiiniuudiinimur
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
થillllllllllIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
ધર્મની આવશ્યકતા શું ? એમ પૂછનારે સમજી લેવું જોઇએ કે જીવનની આવશ્યકતા શું? જીવનવિકાસને માર્ગ એજ ધર્મ. જગતમાં ધાર્મિક કલહો થાય છે તે માટે ધર્મનાં પ્રાથમિક તો જવાબદાર નથી, પણ ધર્મનાં મૂળભૂત તત્ત્વોને અવળા રૂપમાં મૂકનાર લોકેજ તે માટે જવાબદાર છે.
IIIIIIIIIIIIIIIIfililiiMILIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIR
IIIIIIIII
નવયુગને મનુષ્ય ધર્મનું આશ્રયણ નથી કરતા? રાષ્ટ્રીયબન્દુત્વ કે માનવસેવાના સિદ્ધાના પર તે ધર્મનું જ આશ્રયણ કરી રહો છે.
||IIIIIIIIII
IIIIIIIItપI:III
SNN
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________ થRIl ભાવનગ૨ すねたよ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com