________________
( ૨૮ )
ભારતની પ્રાચીન નારીવિભૂતિ
જે કૈકયીએ સમરાંગણમાં દશરથ' રાજાના રથની ધરી એકાએક તૂટી જતાં પેાતાની આંગળીને તે ધરીની જગ્યાએ ગાઠવીને પોતાના સ્વામિનાથને નિરાશામાંથી ઉગારી લીધેા હતેા; જે સીતા, રાવણ જેવા ભયંકર મદેમત્ત રાક્ષસથી પણ જરાય ભયભીત ન્હાતી થઇ; અને જે દ્રૌપદીએ ‘ જયદ્રથ ’ રાજાને ધક્કો મારી નીચે પાડી દીધા હતા તેમનાં પરાક્રમ કેવાં હશે ! મ્હેન ! તમે પણ એજ માતાની પુત્રીએ છે. પછી તમારામાં નબળાઇ કાં ? એ ચારિત્રવતી માતાઓનું આત્મતેજ તમારી અન્દર પણ ભર્યું છે. ફક્ત ઉત્સાહ અને હિમ્મત જે તમારામાં મૃતપ્રાય બની ગયાં છે તેને જ પુનઃ સજીવન કરવાની જરૂર છે. ઉઠો ! અને તમારી ક્જ વિચારે ! એ મહાત્ મહિલાઓના પુનિત પંથે ચાલી તમે દેશનુ અને ધર્મનું ગૌરવ વધારી શકે છે. એવી વીરાંગનાએ આજે પણ કેમ ન પ્રગટે ? અને ત્યારે જ એમની એલાદ પણ શક્તિશાલી નિકળશે. ઉંદરા તે ઉંદરડીએમાંથી
અને ગુલામે ગુલામડીઓમાંથી પેદા થાય. મહાર નેપેાલિયન કહે છે કે મને વીરતાના પાઠ ભણાવનાર મારી માતા છે. ખરૂં કહુ' છું કે જ્યારે જ્યારે કેાઈ દેશની ઉન્નતિ થઇ છે તેમાં આદિ કારણુ તરીકે નારીશક્તિના પ્રભાવે કામ અજાવ્યું છે. નારીજગનું પરાક્રમ એક અપેક્ષાએ પુરુષ કરતાં પણ આગળ નિકળી જાય છે. હિન્દુધર્મીમાં ગાગી’, ગાન્ધારી’ વગે૨ે મહાત્મનીનાં નામ પ્રખ્યાત છે. જે, યાજ્ઞવલ્કય જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com