________________
વાતાવરણના ચક્કરમાં આવી જઈ બીજાની દેખાદેખી, પિતાની શક્તિ અને સ્થિતિને વિચાર કર્યા વગર માનપ્રતિષ્ઠા અને વાહ વાહ”ના લેભે ઉપવાસ ખેંચાય એને કંઈ અર્થ નથી. આત્મશેધન અને દેહધન એમ ઉભય પ્રકારનું જીવનશોધન લક્ષ્યમાં રાખી જે તપ કરાય તે જ ખરે લાભદાયક તપ છે. “ દ્વારકાની છાપ” મરાવવાને મેહ મૂકી દઈ, પિતાના જીવન-હિતને વિચાર કરી તેને અનુકૂળ પિતાની તવિધિને ઉચ્ચ વિવેક અને ઉજવળ ભાવનાથી પ્રવર્તાવવી એજ સાચું ડહાપણ છે. આવી તપસ્યા જેમ, શરીરનું ધન કરી જુના હઠીલા રોગોને નાબૂદ કરે છે અને ઘણા વખતની શારીરિક ફરીયાદને અન્ત લાવે છે, તેમ, મન અને અન્તઃકરણના રોગો જેવા કેન્દ્ર વિચારે, કુસંસ્કારે, ખોટી ટેવ અને દુર્વાસનાને દૂર કરી ચારિત્રમય આત્મિક સ્વાથ્યને સજે છે.
આમ તપ કેટલે ઉપયોગી અને લાભકારી છે તે બાઈઓ અને ભાઈઓ સમજે અને ખોટા વહેમના પંજામાંથી છૂટી જઈ, ભૌતિક લેપતાને દેશવટો આપી, પોતાની વિચારભૂમિને સંસ્કારી બનાવી, વિવેકદ્રષ્ટિને ખિલવી, મને બળને કેળવી ઉચ્ચ ધ્યેય અને શ્રેષ્ઠ પરિણામની જવલન્ત ભાવનાના આધાર પર જીવનવિકાસનાં સાધનોને લાભ ઉઠાવે.
અત્તમાં, એક બહેનના તપની સ્મૃતિરૂપ “જ્ઞાનપ્રસાદીમાં જીવનને લગતે બોધ અપાય એ વધારે યેચ ગણાય એમ ધારી, મુખ્યતયા સીજીવનના વિકાસસંબધમાં આ ટ્રેકટ લખવામાં આવ્યું છે. સંક્ષેપમાં જે જે મુદ્દાઓ આની અન્દર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com