________________
નિરૂપવામાં આવ્યા છે તે ઉપયોગી હેઈ, આશા છે કે, હેને આને એક વાર સ્વાધ્યાય જરૂર કરી જશે. પુરુષે પણ આનું અવલોકન કરશે તે તેમને કંઈ ખોટ નહિ જાય. બલકે તેમને પણ આમાંથી એટલું જ શિખવાનું મળશે. કારણ કે આની અન્દર જે બાબતે રજૂ કરવામાં આવી છે તે સઘળીયે પિત-- પિતાની દિશામાં સ્ત્રી અને પુરુષ બન્નેને બોધપાઠરૂપ છે. એટલે સ્ત્રીઓ માટે કહેવાતી આ ચેપડી વસ્તુતઃ સ્ત્રી અને પુરુષ બન્નેને એકસરખી રીતે બેધદાયક છે એમ કહેવામાં જરાય ખોટું નથી. આમાં બતાવેલી વિકાસની દિશા સ્ત્રી અને પુરુષ બન્નેના જીવન સાથે સંબન્ધ રાખે છે. એ બને આથી પિતાના જીવન-સુધારની દિશાઓનું દિગ્દર્શન કરી શકે છે. અને એ બને જે ઉત્સાહિત, વિવેકસમ્પન્ન અને દઢનિશ્ચયી, બની સમાજમાં ઘુસેલી બદીઓને દફનાવવા તૈયાર થાય અને એ બન્નેને સંયુક્ત પ્રયત્ન જે એ દિશામાં આગળ ચાલે તે પછી ઉન્નતિનું શું પૂછવું ? વિરધર્મની વિજયપતાકા આખા દેશમાં ફરકવા માંડે. શાસનદેવ આ મનોરથ પાર પાડે એજ ઇચ્છું છું.
તા. ૧૬-૧૦-૩૪ આદીશ્વરજી જૈનધર્મશાળા પાયધૂની, મુંબઈ ૩
–ન્યાયવિજય
'૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com