________________
( 18 ) મહાત્મની ગૃહિણીને ઉદ્દેશીને જૈનાચાર્ય અમરચન્દ્રસૂરિ જીએ કહ્યું હતું – “મન્નમાર રે મારું માની !
સિઝમવા ન વFકુપાત્ર ! મવાદરશા:” .. અત્—આ અસાર સંસારમાં ગૃહિણીનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે કે જેની કુક્ષિમાંથી હે વસ્તુપાળ, આપના જેવા રત્નો પેદા થયા છે. મુનિરાજ જિનસૂર” લખે છે કે – “ मंसारभारखिन्नानां तिस्रो विश्रामभूमयः ।
अपत्यं च कलत्रं च मतां मंगतिरव च" || અર્થાતસંસારભારથી ખિન્ન થયેલાઓને ત્રણ વિશ્રામભૂમિએ છેઃ સુસન્તાન, સુકલત્ર અને સત્સંગ. શ્રાદ્ધગુણવિવરણમાં “જિનમંડનગણિ” લખે છે કે – " दक्षा तुष्टा प्रियालापा पतिचित्तानुवर्तिनी ।
कुलौचित्याद् व्ययकरी सा लक्ष्मीरिव नापरा" ||
અર્થાત્ –ડાડી, સોષવતી, મધુરભાષિણી, પતિના ચિત્તને અનુસરનારી અને ઉચિત રીતે ખરચ કરનારી એવી ગૃહિણું લક્ષ્મી છે.
આવી ગૃહિણીનાં ગૃહમન્દિર કેવાં પવિત્ર હોય! એમની આહારવિધિ, જલપાન, વસ્ત્રપરિધાન, જગ્યા અને રહેઠાણ કેવાં સ્વચ્છ હોય! પતિને આલ્હાદ આપવામાં તેમની વિનયભક્તિ કેવી ઉજવળ હોય! ગૃહસ્થાશ્રમને સુખ-સમ્પન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com