SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧ ) મેળવવાને સુન્દર માર્ગ છે. ઘરમાં રેંટિયો હોય તે કેવું સારું! રેંટિયાનો ઉપયોગ કરવામાં સમયનો સદુપયેાગ છે. અને હાલના ગરીબ હિન્દમાં તે એની ઉપયોગિતા બહુ વધી ગઈ છે. એનાથી લાખે ગરીબોની આંતરડી ઠારવામાં સહાયભૂત થઈ શકાય છે. આથી એ પરોપકાર અને સેવા ધર્મનું સાધન છે. અને જે માણસ બે તોલા જેટલું પણ રેજ કાંતે તો તેમાંથી પોતાનાં કપડાં પૂરાં પાડી શકે અને સ્વાશ્રયી જીવન ભેગવી શકે. ખોટા ખર્ચા. સમન્તઅને એવા બીજા પ્રસંગે આવતાં હેમ યા રૂદ્ધિને વશ થઈને ખોટા ખર્ચ કરાવવાને સ્ત્રીઓ ઉતાવળી થાય છે. પણ તે છેટું છે. આજે બેકારીને વખત કેવો વર્તે છે અને વેપારધશ્વાની તથા આવકની સ્થિતિ કેટલી મદ છે એ પર જરા હેનેએ ધ્યાન આપવું જોઈએ. અને વખત ઓળખી એવા ખોટા ખર્ચાઓની રીતે બંધ કરી દેવી જોઈએ. એ મૂર્ણ રીત છે. અને નાહક તેમાં પસાનું પાણી છે. પૈસા મેળવવામાં આજે કેટલી હાડમારી ભોગવવી પડે છે એ પુરનું મન પણ છે. પછી ખોટા ખર્ચા અને નકામી જરૂરીઆત રાખી ઘરની સ્થિતિને સંકડામણમાં મૂકવી એ મૂર્ખાઈ જ ગણાય ને ! જેટલી જરૂરીઆતે વધારે એટલે ખર્ચો વધારે અને એટલી ઉપાધિ વધારે અને એટલું જ પાપ વધારે. આ વસ્તુ ધ્યાનમાં લઈએ અને સમજી જઈએ કે, જરૂરીઆતેને ઓછી રાખવામાં જ શનિ છે. અને ત્યારે જ જીવનનું સદાચારિત્વ સુરક્ષિત રહી શકે. અને ત્યારે જ ધર્મસાધન અબાધિત રીતે બની શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035275
Book TitleStree Jivanni Vikas Disha
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherKeshavlal Mangalchand Shah
Publication Year1934
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy