________________
( ૭ ) તથા સ્ત્રીઓની નિર્બળ દેહલતા પર ખરેજ દિલગીર છુટે છે. પરિણામે જેવી ભૂમિ તે પાક થાય એમાં નવાઈ શી? ગામડાંની કણબણે, પટલ, ભરવાડણે આજે પણ જુએ કેવી હઠ્ઠી-કદ્દી હોય છે, કેવી મજબૂત, બલાઢય અને પાણીદાર હોય છે. ઘરનાં કામકાજ-રાંધવું, દળવું, પાણી ભરવું વગેરે પિતાને હાથે કરવાં એ સ્ત્રીને સારુ સારામાં સારી કસરત છે. એનાથી ઘરની વ્યવસ્થા જળવાય છે અને પિતાના શરીરને કસરત મળવાથી આરોગ્ય તથા બળ સધાય છે. આ સિવાય, જેમને સગવડ હોય તેઓ વ્યાયામ અને બળપ્રયોગના અભ્યાસમાં પ્રવીણ બની શકે છે અને પોતાની શક્તિદ્વારા, પાતાના શૌર્ય દ્વારા દેશ, સમાજ અને ધર્મના વિશિષ્ટ હિતસાધનમાં પિતાને કિસ્મતી ફાળો આપી શકે છે. દેશનું સૈનિક દળ પુરૂનું હોય તેમ સ્ત્રીઓનું પણ કાં ન હોય? ભારતની એવી અનેક મહિલાઓ પોતાનાં નામ દેશના ઇતિહાસને પાને શાભાવી રહી છે કે જેમણે પોતાની બળવાન અને લડાયક શક્તિથી દેશના ઘડતરમાં પિતાને વખાણવાલાયક યોગ પૂર્યો છે. શક્તિ અને શૌર્ય પુરુષમાં જોઈએ તે સ્ત્રીમાં ન જોઈએ શું? સ્ત્રી શું માયકાંગલી રહેવા સારુ જ સરજાયલી છે? નહિ, કદાપિ નહિ. સ્ત્રમાં હિમ્મત, શૌર્ય અને સ્પિરિટ નહિ હોય તે એવો નમાલી
સ્ત્રી પિતાના ઘરને લજવશે, પોતાના પતિને લજવશે અને તેનું પિતાનું શીલ હમેશાં ભયમાં રાખશે. બળવાન અને હિમ્મતબાજ સી દેશનું ઉજવળ મુખ છે. અને તે પોતાની ચારિત્રમય. રેશનીથી આખા દેશને પ્રકાશમાન બનાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com