________________
( ૧૮ ).
સુવાવડ ખાતાનું રાખી મૂકેલું ગંધાતું ગાભા જેવું ગોદડું કે સાદ આપે છે. જ્યાં ઉજાશ નથી, હવા આવવાની જગ્યા નથી એવી અંધારી કોટડીમાં તે ગરાબડીને પૂરવામાં આવે છે. આ કેટલી મૂર્ખાઈ ગણાય ! વળી બીજી મૂર્ખાઈ એ પેસી ગઈ છે કે વાવડીની સુવાવડ કરવામાં પાપ મનાયું છે. ગજબ! “ત્રિશલા” માતા (ભગવાન મહાવીરનાં માતાજી) ની જેમણે સુવાવડ કરી તેમને પાપ લાગ્યું હશે કેમ? સુવાવડ એક જાતની માંદગી ગણાય; એવી માંદગીવાળીની સેવા-સુશ્રષા કરવી એ તે સેવાધર્મ છે, પરોપકારધર્મ છે, એ અનુકમ્યા છે અને એમાં પુણ્ય છે. આ વાત બહેને સમજે, ખાસ ધ્યાનમાં થે અને સાધુ-સાધ્વીઓ પણ ભલા થઈને એવી “બાપા” આપવાની ખટપટમાં ન પડે. નિન્દા-કુથી.
નિન્દા કે પારકી કુથલી કરવામાં સ્ત્રીઓને બહુ રસ પડતા હોય તેમ પ્રાયઃ જોવામાં આવે છે. પણ જેની નિન્દાકુળામાં પડીએ તેને એથી કેટલું નુકસાન પહોંચતું હશે, તેને એથી કેટલું દુઃખ થતું હશે તેને તે ખ્યાલ રાખવે જોઈએ ને ! નિન્દાના કેફમાં બીજાને છેદવાની ભુડી ટેવને લીધે જ તેઓ ત્યાં સુધી વગેવાય છે કે –
ચાર મળે ચાટલા, કઈના વાળ એટલા.”
ચાર મળ ચોટલા, કઈના ભાગે રોટલા.”
કદાચ આ વધારે પડતી પણ ઉક્તિ હોય. પણ પારકી ભાંજગડમાં નાહક શા માટે પડવું એ બહેને સમજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com