Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 20
________________ ( ૧૭ ) ખાયુ વન્યુમકું તો મુદ્દે થતોડવા अतो न रादितव्यं हि क्रियाः कार्याः स्वशक्तितः " | (યાજ્ઞવલ્કય) અર્થા—મરનારની પાછળ રેનાર બધુઓ અને બાઈએનાં આંસુ અને તેમનાં લેષ્મ મરનારને પરવશ થઈને પીવાં પડે છે. માટે રોવું નહિ. અને શક્તિ પ્રમાણે ક્રિયા કરવી. દાડે યા ખર્ચ. દાડે યા ખર્ચ કરવાની રીત પણ સમાજમાં પ્રચલિત છે. આ કુરૂઢિ છે. મરનારની પાછળ જે ગરીબ અને દુઃખી કુટુંબ વિલાપ કરી રહ્યું છે તેની સારસંભાળ લેવી તો દૂર રહી, તેને સહાયતા પહોંચાડવી દૂર રહી, પણ તેનું બચ્યું ખુટ્યું પણ ઝાપટવાને થાળી-લેટે લઈ દયા આવવું એ કઈ જાતની માણસાઈ ગણાય ! દયાના હિમાયતીઆ કેવળ લીલવણી–સુકવણની ઝીણવટમાં રોકાઈ જઈ આવા માનવદયા કરવાના પ્રસંગે નિષ્ફર વ્યવહાર આચરે એ તેમના દયાધર્મને લાંછન લગાડનાર નથી શું ? વસ્તુતઃ દાડે કે ખર્ચ કરવાની પ્રથા મિથ્યાત્વમૂલક છે અને સાથે જ નિરર્થક તેમજ હાનિકારક છે. એટલે એ પ્રથાને બંધ કરી તેટલું ધન કેળવણીમાં, સાધમિકેના ઉદ્ધારકાર્યમાં યા પરોપકારક્ષેત્રમાં લગાવવું ઘટે. આરોગ્ય અને સ્વચ્છતા. આરોગ્ય માટે ચોખ્ખી હવા, શુદ્ધ ખોરાક, સ્વચ્છ જળ અને વસ્ત્ર તથા વર-મકાનની ચેખાઈ વગેરેની જરૂરીઆત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38