________________
( ૨૪ )
પેદાશ થતી હોવાથી રેશમની સાડી કે એવાં ખીજા' રેશમનાં વસ્ત્રા દયાધના હિમાયતીઓને પહેરવાં કેમ છાજે ! જેના દયાધને પાળવામાં આગેવાન ગણાય; તેઆજ જ્યારે આમ, વગર કારણે કેવળ શૃંગારશેાભાના શોખ માટે જ લાખા જીવાની હિંસાને ઉત્તેજન આપે તે એ કેટલુ દિલગીરીભર્યું ગણાય. આવી પ્રવૃત્તિથી જેના જગમાં બીજી કેામેાની આગળ પેાતાના પવિત્ર ધર્મની હાંસી કરાવે છે. હેના જો એ જાતના મેાહુ છોડી દે તેા તેમના ઘરમાં તેમના પવિત્ર જીવનની અસર થયા વગર ન રહે.
સહુથી સરસ પોશાક તેા શુદ્ધ ખાદી છે. અને જે મ્હેના એ ન પહેરતી હોય તેમણે તે પહેરવાના અનુભવ કરવા જોઇએ. એમાં સૌન્દર્યની જે ચમક છે તે બીજામાં નથી. એ મ્હેના પેાતાની ડાયરીમાં નોંધી લ્યે. અને એ પણ ધ્યાનમાં લેવાની વાત છે કે ખાદીના પ્રચારથી દેશના ગરીબેને રાજી મળે છે, એથી દેશના પડી ભાંગેલા ધંધા સજીવન થાય છે અને દેશના લાખાકરોડા બેકારાને પેટ ભરવાના રસ્તા સરળ થાય છે. આપણા દેશમાં લાખા કુટુ એ અ ભૂખ્યાં અને અ નાગાં ટળવળે છે. તેમના પર દયા આવતી હાય અને તે દુખિયાને દૂર બેઠે બેઠે પણ અન્ન-વસ્ત્રનુ અનુકમ્પાદાન કરવું હાય અને એ રીતે દેશની તેમજ ધમની સાચી સેવા બજાવવી હોય તે દરેક હિન્દીએ પેાતાના અંગ પર શુદ્ધ ખાદી ધારણ કરવી જોઇએ. જેની પાછળ લાખા જાનવરો કતલ થતાં હાય અને લાખેા મણ ચરખી જેની અનાવટમાં લગાવાતી હેાય તેવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com