________________
( ૨૨ )
જમણવાર.
જમવામાં પણ સંસ્કારિતા નહિ. સુધરેલ શહેરમાં પણ જમણવાર થાય છે તેની કેટલી કડી સ્થિતિ હોય છે. અધાધુન્ધી, હાડમારી અને રસાકસીને ત્યાં વાર નથી હોતે. મલિનતા, ગન્દકી અને એઠવાડ સંબંધી તે પૂછવું જ શું? બેસવાની જગ્યા પણ પાણી અને એઠવાડથી રેલમછેલ હોય. અનન્ત જીની હાણ તે નજરે જોવાતી હોય. ધર્મના કે કર્મના નામે કરાતા જમણવારની આ દુર્દશા ! ધર્મની કહેવાતી આવી જાતની “નકારશીઓ” માં પણ શું પુણ્ય બંધાતું હશે અને પ્રજાને શું લાભ થતું હશે તેના પર કોઈ ધ્યાન આપશે? દક્ષિણ અને એવી બીજી સંસ્કારી કોમેની જમણપદ્ધતિ જુઓ ! કેવી સભ્યતાથી, કેવી સ્વચ્છતાથી અને કેવા ઉલ્લાસથી તેઓ સામુદાયિક પ્રીતિભોજન કરે છે. જેનો એ કયારે શિખશે?
સાદગી
સ્ત્રીઓમાં આભૂષણો પહેરવાને શેખ પ્રાય. અધિક જોવાય છે. અને એને માટે તેઓ પિતાના ઘરની સ્થિતિને વિચાર ન કરતાં પિતાના એ જાતના ખેટા મેહને પૂરો કરવા માટે પિતાના પતિને અકળાવી મૂકે છે. આ તેમનું ગાંડપણ છે. ઘરેણુથી પોતાના શરીરને શોભાયમાન બનાવવાની ગણત્રી કરવી એ માણસની એક જાતની ઘેલછા છે. કોઈ જમાને હશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com