Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 26
________________ ( ૨૩ ) કે જ્યારે શરીર પર આભૂષણા લાદવાની વૃત્તિ પાષાતી હશે. પણ હાલના યુગમાં એ વસ્તુની, એ જાતની શાભાની કશીજ કિમ્મત નથી. બલ્કે તેમાં બેહુદાપણું જોવાય છે. જીવનનાં ખરાં આભૂષણા શીલ, લજ્જા, વિનય અને સેવા છે. એ આભૂષણે જ્યાં ચમકે છે ત્યાં ભૌતિક આભૂષણા નિરક છે. નિરર્થક ન.હું, પેલાં સાચાં આભૂષણાને ઝાંખપ લગાડનારાં થઇ પડે છે. આ જ પ્રમાણે, ફૂલફટાક અને ભડકીલાં ઝીણાં વસ્રા પહેરવાં એ પણ અનુચિત છે. કયા પહેરવેશ સાદે છે અને કચેા ભડકીલા છે તેના મ્હેનાએ વિચાર કરવા જોઇએ. જેને શીલની કમ્મત છે અને જેનું સદાચાર પર ધ્યાન છે તે મહિલાની વેષભૂષા સાદી જ હોય. તે સાદાઇમાં જ રહે અને પોતાની આસપાસના વાતાવરણને પવિત્ર રાખે. અન્દરથી પેાતાનાં અંગાપાંગ દેખાય એવાં ફૂલફટાક વસ્ત્ર પહેરી ભડકીલુ વાતાવરણ ઉભું કરવું એમાં સૌજન્ય નથી. એ દરેક માણુસ પોતાના હૃદય પર કોતરી રાખે. ગુણવતી મહિલાનુ` સૌન્દર્ય જે સાદા વસ્ત્રપરિધાનમાં છે તે ઝીણાં અને આડંબરી વસ્ત્રોમાં નથી તે મ્હેના નક્કી સમજી રાખે. સ્ત્રીએ લગ્નસરા જેવા પ્રસ ંગામાં કે પર્યુષણ ' જેવા ધાર્મિક તહેવારમાં રેશમી વર્ષો પહેરી પેાતાના શરીરને શણગારવામાં બહુ રસ લે છે. પણ રેશમ કેવી રીતે બને છે એ જો મ્હેને સમજતી હાય તા હું માનું છું કે તેમનાં કૃપાળુ હૃદય તેવાં વસ્ત્ર પહેસ્વાનું કહી પસન્દ ન કરે. લાખા · કોશેટા ' જીવાને હણીને તેમાંથી રેશમ બનાવવામાં આવે છે. અને એ રીતે રેશમની < Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38