Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 23
________________ ( ૨૦ ) પરનિન્દા એ બહુ પાપ છે. એવા ચેવટના ચૌટામાં ઉભા જ ન રહીએ. એવા ગન્દા વાતાવરણથી છેટાજ રહેવામાં કલ્યાણ છે. પિતાના દેને ભાળીએ અને તેને ધેવાના પ્રયત્નમાં ગુંથાઈએ તે પારકી પંચાતમાં પડવાને વખત જ શેને મળે. ડાહ્યા માણસની આ જ રીત છે. “ જાનવરમીરા. ને પાઠ રોજ બેલીએ છીએ. એમાંથી ગંભીરતાને પાઠ શિખીએ અને પારકાની “ ટીકા ”થી પિતાના મહેને ન બગાડતાં મન મોટું રાખી ઉદારભાવે રહીએ. સર્વગુણ તે એક વીતરાગ છે. માણસ માત્ર અપૂર્ણ અને દોષિત છે. પછી કેની કેની નિન્દા કરતા ફરીશું? આપણું નિન્દા કેઈ કરતું હોય ત્યાં પણ આપણે શાતિ રાખવી જોઈએ. કેઈના ગમે તેમ બબડવાથી માણસ કંઈ તે નથી થઈ જતું. કોઈના સારાનરસા કહેવાથી કંઈ કઈ સાર–નરસ નથી થઈ જતું. પરની નિન્દા કરનાર ઉલટું, પિતાનું મોંઢું બગાડે છે અને તેને સમતાથી સહન કરનાર હોટે આત્મલાભ મેળવે છે. “કમ ખાના ઔર ગમ ખાના” એ સૂત્ર ધ્યાનમાં રાખી ગુસ્સાને વશ ન થતાં પિતાના મન પર કાબૂ રાખી શાન્ત ભાવે વિહરીએ. પિતાને અમૂલ્ય સમય બીજાને ઉખેડવામાં લગાવ એના જેવી બીજી કઈ મૂર્ખાઈ અને અધમતાજ ન હોય. ઘરના કામકાજથી નવરાશ મળતાં અને પરોપકારના કાર્યથી નિવૃત્ત થતાં સામાયિક લઈ બેસીએ અને તેમાં સારાં સારાં બોધદાયક અને વૈરાગ્યપોષક પુસ્તકો વાંચીએ યા પરમેષ્ઠી - પરમાત્માનું સ્મરણ–ભજન કરીએ. એ આત્મશાન્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38