________________
( ૧૫ ). છે એ સખેદ આશ્ચર્યની વાત છે. મરનારની પાછળ બજાર વચ્ચે લાઈનબંધ ગોઠવાઈ છાતી ખેલી કુટવું એ કેવી ભુંડી રીત છે! આ નિલ રિવાજ ગુજરાત-કાઠિયાવાડ સિવાય બીજે કયાંય નથી. બીજા દેશવાળા ગુજરાત-કાઠિયાવાડમાં આવી, છડેચોક સ્ત્રીઓને છાતી કુટતી જુએ છે ત્યારે તેમને બહુ અજાયબી ઉપજે છે. અમે જ્યારે ઉત્તર હિન્દીમાં વિચરતા હતા, ત્યારે ત્યાંના ગુજરાત-કાઠિયાવાડ જઈ આવેલા લેકે અમને કહેતા કે –
મહારાજજી, હમને ગુજરાતમેં એક બડે મકા તમાશા દેખા! ”
ત્યારે અમે તેમને પૂછતા કે-“કહિએ ! કયા દેખા ?” ત્યારે તેઓ કહેતા કે –
વહાંકી ઔરતેં બાજાર કે બીચમેં લાઈનસે ખડી રહ કર, છાતી ખુરલી કિએ હુએ, ઇસ તરહ સે હાથ ઉંચા ઉંચા કરકે કુટતી હૈ કિ કયા બતલાવું! સાથ હી સાથે રાગ-રાગનિયા ભી અલાપતી જાતી હૈ ઔર પા કે થપકે ભી દેતી જાતી હૈ. કઈ ઓરતે ઇસ કલામેં અપની કુશલતા દિખલાનેકે લિએ
પ્લેટફાર્મ પર આકર (આગે આકર) મુખ્ય પાટ લેતી હું ઔર સબકે ચકાચોંધ કર દેતી હૈ.”
ગુજરાતના નારીવર્ગ માટે આ ઉપહાસ કેટલો નામોશીભરેલ છે ! આવા બેવકૂફીભરેલા રીત-રિવાજ ઘડીએ નભાવી ન લેવાય. આ દુષ્ટ રિવાજથી ઘણી બાઈઓને ક્ષય અને છાતીનાં દર્દોના ભંગ થવું પડે છે. અને ગર્ભવતીઓના ગર્ભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com