________________
( ૧૪ ) બનાવવામાં સમયસૂચકતા અને ડહાપણ તેમનાં કેવાં રૂડાં હેય ! તેમનું આરોગ્યજ્ઞાન અને બાળઉછેરની જાણકારી ગૃહપરિવાર અને બાળબચ્ચાંને કેવાં લાભકારી નિવડે ! અને તેમને સેવાભાવ સમાજ તથા દેશને કેટલો ઉપકારક થાય! રડવા-કુટવાનો રિવાજ
પણ આજે અજ્ઞાન દશાએ સ્ત્રીવર્ગને બહુ હલકી પાયરીએ મૂકી દીધા છે. અને એજ કારણ છે કે, તેમનામાં અનેક જાતનાં વહેમ, ઢેગ અને દુષ્ટ રીત-રિવાજે ઘર કરી બેઠા છે. સારી બાબતે મળતાં તેને જેમ સ્ત્રીઓ દઢતાથી વળગી રહે છે, અને તેમને એ ખાસ જાતીય ગુણ છે, તેમ, અન્ધશ્રદ્ધા હેમ અને રૂઢિષિત ખરાબ લત, કે જે ઘુસી ગયેલ હોય તેને હાંકી કહાડવી જોઈએ તેને બદલે તેને પણ સુરતપણે વળગી રહેવામાં તેઓ પિતાનું ડહાપણ અને પિતાને ધર્મ સમજે છે. અને આ એક તેમનામાં ભયંકર બોડ છે. અનાગ્રહપણે પિતાની વિચારબુદ્ધિથી સારા-નરસાનું પૃથક્કરણ તેમણે કરવું જોઈએ અને જે બેટી બાબતે પિતાની અન્દર ઘુસી ગઈ હોય તેનું અવલોકન કરી તેના નાશકારી પંજામાંથી જેમ બને તેમ શીઘ છુટી જવું જોઈએ. એજ વાસ્તવમાં શાણપણનું મુખ્ય લક્ષણ છે.
અજ્ઞાન. હેંગ અને વહેમથી ખરેખર સ્ત્રીસમાજનું જીવનસત્વ ચુસાઈ રહ્યું છે. હજુ પણ, આ નવયુગના રેશન જમાનામાં પણ તે વર્ગમાં દુર્ગતિકારક રિવાજે પ્રચલિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com