Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 15
________________ ( ૧૨ ) વધારે હોય છે. એટલે ઘરના આંગણામાં જે સંસ્કારે ઘડાય તે સ્કુલના શિક્ષણથી નહિ ઘડાવાના. બલકે સ્કુલના શિક્ષણમાંથી મળતા સદાચારપાઠેને ઘરની અજ્ઞાનપ્રવૃત્તિઓ ભૂંસી નાંખવાની. ખરેખર, બાળકના જીવનવિકાસ માટે પહેલી અને ખરી સ્કુલ જે “ઘર” ગણાય છે તે શિક્ષણસમ્પન્ન અને સદાચારવિભૂષિત હોવું જોઈએ. માઈસ કહે છે – “ Home is the first and most important school of character. It is there that every human being receives bis best moral training or his worst. ” અર્થા–ચાસ્ત્રિની પહેલી અને ખરી અગત્યની સ્કુલ “ઘર” છે. દરેક માણસ સારામાં સારું નૈતિક શિક્ષણ યા ખરાબમાં ખરાબ ત્યાંથી મેળવે છે. સ્ત્રીજીવનનું મહત્ત્વ. આજની કન્યાઓ એ આવતી કાલની માતાઓ છે. એટલે તેમને પુસ્તકીય જ્ઞાનની તે જરૂર છે જ; પણ ગૃહશિક્ષણની, માતૃત્વશિક્ષણની અને સદાચારશિક્ષણની એથીયે વધારે જરૂર છે. વિદ્યા, શિક્ષણ અને સદાચાર, શીલ, સંયમ અને લજજા, બળ, હિમ્મત અને વિવેક; પતિભક્તિ, સેવા અને ડહાપણ એ રમણીની રમણીય વિભૂતિ છે, લલનાનું લલિત લાવણ્ય છે, સુન્દરીનું સુન્દર સૌન્દર્ય છે અને સતસત્વનું સરસ સૌરભ છે. આવી ગૃહિણી એ ગૃહને દીવ છે. એજ ગૃહ છે. “ નૃત્તિ ચૂદકુત્તે. ” આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38