________________
( ૧૧ ) માતાએ પોતાને માટે, પિતાની ઓલાદને માટે, પોતાના કુટુમ્બપરિવારને માટે વિચારમાં, વાણીમાં અને વર્તનમાં ઉચ્ચ બનવાની આવશ્યકતા છે; અને સમાજ તથા દેશના કલ્યાણ માટે આશીર્વાદરૂપ છે. પણ આ ઉચ્ચતા કેમ સાંપડે? આદર્શ શિક્ષણ વગર ન જ સાંપડે. સુતરાં સ્ત્રીશિક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે. પાશ્ચાત્ય તત્વવેત્તા સ્માઈલ્સ કહે છે –
" If the moral character of the people mainly depends upon the education of the home, then the education of women is to be regarded 88 a matter of national importance.”
અર્થા–મનુષ્યનું નૈતિક ચારિત્ર જે મુખ્યત્વે ગૃહશિક્ષણ પર આધાર રાખતું હોય તે સ્ત્રીશિક્ષણ એ પ્રજાકીય જરૂરીઆતવાળી વસ્તુ તરીકે આવકારાગ્ય છે.
પરન્તુ એ યાદ રાખવાનું છે કે ખરૂં શિક્ષણ ચારિત્રની ખિલવણમાં છે. મનુષ્ય બનવું એ પહેલું ભણતર છે. પુસ્તજ્ઞાન તે સાચા શિક્ષણના એક ઉપકરણ તરીકે લેખવાનું છે, પણ સાચુ શિક્ષણ વિચાર અને આચારની સંસ્કૃતિમાં સમાયેલું છે. જીવનનું ઘડતર કરે તે શિક્ષણ
બાળકને એ સ્વભાવ હોય છે કે તે જેવું જુએ તેવું શિખે છે. બીજાની દેખાદેખી નકલ કરવા જલદી પ્રેરાય છે. ઘરમાં જેવું દેખ છે તેવું તેનું જીવન ઘડાય છે. ઘરના માણસની બેલી ચાલી અને વ્યવહાર હલકે અને ભદો હોય તે બાળક પણ તેવું જ શિખવાને. સ્કુલમાંથી ગમે તેવું સારું શિક્ષણ મળે, પણ ઘરની
બુરી હવા આગળ તે રદ થવાનું. કુલ કરતાં ઘરને સંગ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com