Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 11
________________ ( ૮ ) જોવામાં આવે છે. જે આચારો કે નિયમેાના સ’સ્કારી સ્ત્રીઓના દિલમાં નંખાય છે તેને તે ખૂબ જ ચુસ્તપણે વળગી રહે છે. જૈન શાસ્ત્રામાં, જૈન પ્રાચીન આગમામાં જ્યાં તીર્થંકર ભગવન્તાનાં સંધ-પરિવારનુ વર્ણન આવે છે ત્યાં સાધુએ કરતાં સાધ્વીઓની અને શ્રાવકા કરતાં શ્રાવિકાઓની સંખ્યા વિશેષ નોંધાયલી મળે છે. સામાન્યતઃ સ્ત્રીની મનોવૃત્તિ સહેજે કામળ હોય છે. એ જ કારણ છે કે ધાર્મિક ભાવનાના વાતાવરણને તે શીઘ્ર સ્પર્શે છે; અને જે આચાર કે તપ, વ્રત, નિયમ માટે તેના હૃદય પર અસર થાય છે તેને પાળવામાં તે હમેશાં મક્કમ રહે છે. મુશ્કેલીઓને સહન કરવાની ધીરજ ખરેજ તેની વખાણવા લાયક હાય છે. અને આફતના વખતમાં જ્યારે પુરુષ એકદમ ગભરાઇઉઠે છે, ત્યારે સ્ત્રીનું ધૈ ખળ તેને એક એધદાયક પાડરૂપ થઇ પડે છે. બુદ્ધિ, ડહાપણ, ધૈર્ય, સહિષ્ણુતા, તપ કે શિક્ષણમાં જેટલી ઉન્નતિ પુરુષ કરી શકે છે, તેટલી સ્ત્રી પણ કરી શકે છે. એટલે મનુષ્યતાના ક્લાસમાં સ્ત્રીનું સ્થાન પુરુષ કરતાં જરા પણ ઉતરતું નથી. અને સમાજરૂપ રથનાં ચક્રો છે. અને એક-બીજા વગર અપૂર્ણ છે. અને બન્નેના સુસહયેાગેજ બન્નેના ઉત્કર્ષ છે, તેમજ ગૃહસ્થાશ્રમની શેાલા છે; અને એ વડેજ સમાજનુ જીવન સમૃદ્ધ બને છે, તેમજ દેશ અને ધર્મની ઉન્નતિ સધાય છે. *શ્રી મહાવીર ભગવાનના સાધુએ ચૌદ હજાર અને સાધ્વી છત્રીશ હજાર. શ્રાવકા એક લાખ ઓગણસાઠ હજાર અને શ્રાવિકા ત્રણ લાખ અઢાર હજાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38