Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ શ્રી સીમંઘરસ્વામીની 3૫0 ગાથાનાં સ્તવન ભાગ-૨ની ના સંકલના ૦ ગ્રંથકારે વર્તમાનમાં યોગ્ય જીવોને ઉચિત બોધ કરાવવા અર્થે ૩૫૦ ગાથાના સ્તવનની રચના કરેલ છે. તેમાંથી આઠ ઢાળનું વર્ણન પ્રથમ ભાગમાં પ્રકાશન કરાયેલ છે અને ઢાળ-૯થી ૧૭નું વર્ણન બીજા ભાગમાં પ્રકાશન કરાય છે. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રમાણે છે – કેટલાક સ્થાનકવાસી આગમને સ્વીકારે છે, પરંતુ આગમ ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય આદિને પ્રમાણ સ્વીકારતા નથી અને પ્રતિમાને પૂજવામાં ધર્મ નથી તેમ સ્થાપન કરે છે. તેનું પણ શાસ્ત્રવચનની અનેક યુક્તિઓથી નિરાકરણ કરીને સૂત્ર ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય આદિને પ્રમાણ સ્વીકારવા અનેક યુક્તિઓ ઢાળ-૯માં બતાવેલ છે. વળી, જે જીવો મોક્ષના અર્થી છે અને મોક્ષના ઉપાયભૂત ક્રિયાઓ કરે છે, આમ છતાં ક્રિયામાં પ્રણિધાન આદિ આશય શું છે, ક્રિયામાં પ્રાપ્ત થતા દોષો શું છે તેના મર્મને જાણવા યત્ન કરતા નથી. પરંતુ માત્ર બાહ્ય ક્રિયા કરીને સંતોષ માનનારા છે તેઓની ક્રિયા કઈ રીતે કર્મબંધનું કારણ બને છે તે અનેક યુક્તિઓથી ગ્રંથકારે ઢાળ-૧૦માં સ્પષ્ટ કરેલ છે. વળી, ધર્મની પ્રાપ્તિ માટેના ૨૧ ગુણો “ધર્મરત્નપ્રકરણમાં બતાવેલ છે. તે ગુણોને અને તે ગુણોના અવાંતર ભેદોને સ્પષ્ટ કરીને ધર્મ કરવાની યોગ્યતા માટે કેવો યત્ન કરવો જોઈએ જેથી સેવાયેલો ધર્મ સમ્યધર્મ બને તે ઢાળ૧૧માં બતાવેલ છે. વળી, ૨૧ ગુણોને પ્રાપ્ત કરીને જે શ્રાવક, ભાવશ્રાવકના છ ગુણોને પ્રાપ્ત કરે છે તે કેવા છે તેનું વિસ્તારથી સ્વરૂપ ગ્રંથકારે ઢાળ-૧૨માં બતાવેલ છે. વળી, તે ભાવશ્રાવકના ભાવગત ૧૭ ભાવોને ભાવિત કરીને શ્રાવક પોતાનો શ્રાવકભાવ અતિશયિત કરે છે તેનું વિસ્તારથી વર્ણન ઢાળ-૧૩માં કરેલ છે. વળી, ભાવશ્રાવક ક્રમે કરીને ભાવસાધુપણું પામે છે એમ બતાવીને ભાવસાધુના સપ્ત લક્ષણો કેવા છે તેનું સ્વરૂપ વિસ્તારથી ઢાળ-૧૪માં બતાવેલ છે, જેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 196