Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan

Previous | Next

Page 4
________________ ૰ાવના પ. પૂ. આચાર્યદેવશ્રી કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચન્દ્રાચાર્ય મ. સા.નું અનેક પ્રકારનું સંસ્કૃત સાહિત્ય પ્રાપ્ત થયેલું છે. તેમાં શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણનો ગ્રન્થ ખૂબ વિશાલ ગ્રન્થ છે. જેનું અવગાહન કરવામાં પણ ઘણો સમય પસાર થાય. એવા આ અભૂતપૂર્વ ગ્રન્થનો અભ્યાસ પં. શ્રી છબીલદાસભાઇ પાસે સાધ્વીજી ભગવંતોએ કર્યો... ત્યારબાદ પંડિતજીની પ્રેરણાથી પ્રથમ ત્રણ પાદનું વિવરણ તથા સાથે સાથે સ્વરસન્ધિ અને વ્યંજનસન્ધિનું વિસ્તાર પૂર્વક વર્ણન પુસ્તક રૂપે બહાર પાડ્યું છે. અભ્યાસી વર્ગને ખૂબ અનુકૂળ પડ્યું છે. અનેક પૂજ્યોની માંગ આવતી રહી. અને આગળનું કાર્ય કરવાની પ્રેરણા પણ મળતી રહી જેના પરિણામે સાધ્વીજી ભગવંતના ઉત્સાહમાં વધારો થયો. અને પં. છબીલભાઇની પણ પ્રેરણા મળતી રહી. જેના કારણે આ બીજા ભાગનું કાર્ય સંપાદન થયું છે. અભ્યાસીઓને ખૂબ ખૂબ ઉપયોગી બને એ જ એક ભાવના સાથે ખૂબ ખંતથી કાર્ય કર્યું છે. છતાં પણ કોમ્પ્યુટર વિગેરે અને પ્રેસ વિગેરેના કામોમાં ધાર્યા કરતાં ઘણો વિલંબ થવાથી આ પુસ્તક થોડું મોડું બહાર પડ્યું છે. આ પુસ્તકમાં પૂજ્ય સાધ્વીજી ભગવંતોએ અથાગ પ્રયત્ન કરી ષલિંગ પ્રકરણનો સમાવેશ કર્યો છે. જેમાં ચોથા પાંચમા પાદનું વિસ્તારથી વિવેચન, રૂપો, સાધુનિકા, સામાસિક શબ્દોનાં રૂપો સાધનિકા વિગેરેનો સમાવેશ કર્યો છે. જે અભ્યાસીઓને ઘણો ઉપયોગી નીવડશે એવું મારું ચોક્કસ માનવું છે. હજુ પણ આગળના ભાગો પુજ્ય સાધ્વીજી મ. સા. પ્રયત્ન કરી બહાર પાડી શ્રુતજ્ઞાનની ઉપાસના કરે એજ અભિલાષા સહ..... · પં. ભાવેશકુમાર રવીન્દ્રભાઇ સુરેન્દ્રસૂરિ પાઠશાળા, અમદાવાદ ફોન નં : ૭૪૩૮૬૨૯

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 356