Book Title: Siddhahemshabdanushasana Part 2
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 10
________________ विषयानुक्रम विशे वक्तव्य સિદ્ધહેમશબ્દાનુશાસન-લઘુવૃત્તિના કુલ ત્રણ ખડે થાય છે. એમાં ત્રીજા ખંડમાં માત્ર આઠમે અધ્યાય જ છે, જેમાં પ્રાકૃત, શૌરસેની, માગધી, પિશાચી, ચૂલિકાપશાચી અને અપભ્રંશ – એ ભાષાઓનાં વ્યાકરણને સમાવેશ થયેલ છે. ત્યારે પ્રથમખંડમાં અને દ્વિતીયખંડમાં માત્ર સંસ્કૃત ભાષાના વ્યાકરણનો સમાવેશ છે. સંસ્કૃત વ્યાકરણમાં સંધિ-સંધિ એટલે સ્વરસંધિ અને વ્યંજન સંધિ, નામપ્રકરણ, કારકપ્રકરણ, વકૃત્વ પ્રકરણ, સ્ત્રી પ્રત્યય, સમાસ પ્રકરણ આ બધા પ્રકરણે નામને લગતા છે. અને તે પહેલા અધ્યાયથી માંડીને ત્રીજા અધ્યાયના બે પાદ સુધીમાં પૂરાં થાય છે. આ પછી ક્રિયાપદને લગતું પ્રકરણ શરૂ થાય છે. તે ત્રીજા અધ્યાયના ત્રીજા પાદથી માંડીને ચેથા અધ્યાય સુધીમાં પૂરું થાય છે. કૃદન્તનું પ્રકરણ આખા પાંચમા અધ્યાયમાં આવેલ છે અને સૌથી છેલ્લે તદ્ધિતનું પ્રકરણું છઠ્ઠી અધ્યાયથી માંડીને સાતમા અધ્યાયના અન્ત સુધીમાં પૂરું થાય છે. કૃદન્તના પ્રકરણમાં ધાતુઓને કર્તાકારકના સૂચક, કમકારકના સૂચક, કરણકારકના સૂચક, અધિકરણકારકના સૂચક જે જે પ્રત્યય લાગે છે તે બધા પ્રત્યયે બતાવેલા છે. કેટલાક પ્રત્યે અપાદન કારકના પણ સૂચક હોય છે. પાંચમા અધ્યાયમાં પ/૨/૨રૂમું સૂત્ર ઉણાદિ પ્રકરણનું સૂચક છે. લઘુવૃત્તિમાં પ્રથકારે આખું ઉણદિપ્રકરણ આપેલું નથી માત્ર તે પ્રકરણને જણાવવા માટે : પારારૂપ આ એક સુત્ર જ આપેલ છે. પણ બૃહત્તિમાં તે આખું પ્રકરણ આપેલ છે. આ આખા ઉણુંદ પ્રકરણના ૧૦૦૬ (એક હજારને ૭) સૂત્રે છે. અનુવાદકને એ વિચાર હતો કે આ આખું પ્રકરણ-મૂળસૂત્રો, તેને અનુવાદ અને તેનાં ઉદાહરણે સાથે આ અનુવાદમાં આપી દેવું પણ એમ કરવા જતાં આ પ્રન્ય વિસ્તાર ઘણે વધી જવાનો ભય હતો તેથી અને આચાર્ય શ્રીએ લgવૃત્તિમાં એ પ્રકરણ ઉમેરેલું ન હોવાથી તેના અનુવાદને અહીં જતે કર્યો છે. આ બાબત જિજ્ઞાસા રાખનારાં વિદ્યાર્થીઓએ અને વિદ્યાર્થિનીઓએ બહવૃત્તિ જેઈ જવાની વિનંતી છે અથવા જુદા બUર પડેલા ઉદિ પ્રકરણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 634