Book Title: Siddhahemshabdanushasana Part 2
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 8
________________ ભાષામાં કેટલાક વાણિયા લેકેની અટક દોશી હેાય છેકેટલાક લોક આ શબ્દનું મૂળ નહીં જાણવાથી તેને હોવી એ રીતે લખે છે તે તદ્દન અને અનર્થ ઉપજાવે તેમ છે જૈનશાસ્ત્રના ઉપાંગ રૂ૫ પન્નવણા સૂત્રમાં દોસિય શબ્દ આપેલો છે પ્રસ્તુત ઢોશી શબ્દને પ્રાચીન હોસિય શબ્દ સાથે સરખાવી શકાય તેમ છે. જેને કથાઓમાં દેવદૂષ્ય શબ્દ પ્રચલિત છે. વસ્ત્રવાચક દૂષ્ય શબ્દ ઘણે જ છે અને તે સમવાયાંગ સૂત્રમાં આવેલા ૧૫૧માં સૂત્રમાં વપરાયેલ છે. અને કલ્પસૂત્રમાં તથા આવશ્યક સૂત્રમાં પણ વપરાયેલો છે. વ્યાકરણ ભણવાનું મુખ્ય પ્રોજન ભાષાશુદ્ધિ છે અને શુદ્ધ ઉચ્ચારણે તથા શબ્દોના ઈતિહાસનું જ્ઞાન તે પણ તેના પ્રજને છે. પ્રસ્તુત વ્યાકરણ ભણવામાં ઘણું સરળ છે. તેના અષ્ટાધ્યાયીના સૂત્રો પરસ્પર સંબદ્ધ છે. વ્યાકરણમાં અમુક સૂત્રમાં અમુક વિગત જણાવેલી હોય તે તે હકીકત નીચેના સૂત્રમાં પણ ચાલી આવે છે તેને અનુવૃત્તિ કહેવામાં આવે છે જે વ્યાકરણમાં અષ્ટાધ્યાયીને ક્રમ ન હોય તેમાં આ અનુવૃત્તિ મૂળ માંથી આવે છે તે શોધવાનું કામ ભારે દુષ્કર હોય છે જ્યારે પ્રસ્તુત વ્યાકરણમાં આ જાતની ગુજરતા નથી. ગણાવવા બેસીએ તો વ્યાકરણના અધ્યયનના ઘણું ફાયદા છે એ ફાયદા એટલા બધા છે કે તેનું બધાનું વિવેચન અહીં કરી શકાય તેમ નથી આ બાબત ડું ઘણું અમે ઉપર લખેલ છે. અનુવાદક એક તે વયોવૃદ્ધ છે અને તેની આંખ ઘણી નબળી છે એથી આ અનુવાદમાં કોઈ છાપભૂલ હોય તે અભ્યાસીઓ સુધારીને વાંચવા કૃપા કરે અને અનુવાદમાં કોઈ ભૂલ હોય તેને પણ સુધારીને વાંચવા મહેરબાની કરે. આ વ્યાકરણ સાથે આચાર્યશ્રી હેમચંદ્રસૂરિએ રચેલે ધાતુ પાઠ પણ આપેલ છે. આ ભાગના પ્રફના સંશોધન માટે તથા ધાતુપાઠના પૃફેના સંશોધન માટે અનુવાદકને તેના વિદ્યાર્થી ભાઈ જિતેન્દ્ર બાબુલાલ શાહ તરફથી મેળેલી સહાયતા ઘણું ઉપયોગી નિવડેલ છે તેથી તે ભાઈનું નામ અહીં ઉલેખયોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 634