Book Title: Siddhahemshabdanushasana Part 2
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના આચાર્યશ્રી હેમચંદ્રસૂરિએ સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન નામનું આઠ અધ્યાય પ્રમાણ વ્યાકરણ રચેલ છે. તેમાં મૂળસૂત્ર ઉપરાંત મૂળસૂત્રને સમજવા માટે વૃત્તિ અને ઉદાહરણ સારી રીતે મૂકેલાં છે. આ વ્યાકરણની ત્રણ વૃત્તિઓ છે : (૧) લઘુવૃત્તિ-જેનું પ્રમાણ ૬૦૦૦ (છ હજાર) શ્લોક છે, (૨) મધ્યમવૃત્તિજેનું પ્રમાણ આશરે ૯૦૦૦ (નવ હજાર) શ્લોક છે, અને (૩) બહવૃત્તિ-જેનું પ્રમાણ ૧૮૦૦૦ (અઢાર હજાર) લેક છે યુનિવર્સિટી ગ્રન્થ નિર્માણ બેડું આ પહેલા પ્રથમ અધ્યાયથી ચાર અધ્યાય સુધીને અનુવાદ પહેલા ભાગ રૂપે પ્રકાશિત કરેલ છે તથા જેમાં પ્રાકૃત, શૌરસેની વગેરે ભાષાઓનું વ્યાકરણ આવેલ છે એવા આઠમા અધ્યાયનો અનુવાદ ત્રીજા ભાગ રૂપે પ્રકાશિત કરેલ છે. અને હવે આ બીજો ભાગ પ્રકાશિત થાય છે, જેમાં પાંચમા અધ્યાયથી સાતમા અધ્યાયનો અનુવાદ છે. આ રીતે ત્રણ ભાગમાં આચાર્યશ્રી હેમચંદ્રસૂરિએ રચેલ આઠેય અધ્યાયનું વ્યાકરણ પ્રકાશિત થયેલ છે. આ પુસ્તક માત્ર મૂળ સત્ર સાથે વૃતિ અને તેના અનુવાદ રૂપ છે. આમાં વિવેચનનું વિશેષ સ્થાન નથી. જોકે કયાંક વિવેચન કરેલું મળશે પણ સમગ્ર પુસ્તક વિવેચનરૂપ નથી. પહેલા ભાગના ૭૮૫ પાનાં છે. બીજા ભાગના ૫૩૩ પાનાં છે અને ત્રીજા ભાગના ૫૧૧ પાનાં છે. આ રીતે સમગ્ર વ્યાકરણ કુલ ૧૮૨૯ પાનમાં પૂરું થાય છે. આમાં ૧૩૧૮ પાનાંમાં માત્ર સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે. અને ૫૧૧ પાનાંમાં પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી-ચૂલિકા-પૈશાચી અને અપભ્રંશ ભાષાઓનું વ્યાકરણ છે. અપભ્રંશ ભાષાના વ્યાકરણમાં ઉદાહરણ માટે ખાસ કરીને અપભ્રંશ ભાષાના પદ્યો ગ્રંથકારે આપેલા છે એ પદ્યોમાં ઘણા પ જૂના પણ હશે અને ઘણું ગ્રંથકારે પોતે બનાવેલાં પડ્યો પણ હશે–એવી કલ્પના છે. અપભ્રંશભાષાનું વ્યાકરણ વર્તમાન પ્રચલિત ભારતીય ભાષાઓ ગુજરાતી, હિન્દી બંગાળી, પંજાબી અને મરાઠી વગેરે તથા બેલીઓને ઈતિહાસ સમજવા માટે વિશેષ ઉપયોગી છે, અને તુલનાત્મક ભાષાશાસ્ત્ર સમજવા માટે પણ ઘણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 634