Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 8
________________ પાઠ ટાંકીને તેનો અર્થ બતાવીને, તેના પર ચર્ચાત્મક વિવેચન કરેલા અને સરલ ભાષામાં વરબોધીનો અર્થ સમજાવેલ આ ગજબનો વિવેચક જોઈને હું આશ્ચર્ય ચકિત થઈ ગયો. બીજો દાખલો વર્ષ - ૮ પાન નં. ૫૩ ઉપર ભગવાન મહાવીર મહારાજા અને નીચગોત્ર ઉપર જે વિવેચન કરેલ તે અતિ અદ્ભુત અને વિદ્વતાપૂર્ણ છે. કલ્પસૂત્રમાં આવેલ પ્રભુ મહાવીરના નીચગોત્રના ઉદય ઉપર વિગતવાર વર્ણન કર્યું છે એ નીચ ગોત્રના લીધે ભગવાન મહાવીર મહારાજને ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર આવવુ થયું અને તેજ નીચ ગોત્રના ઉદયના લીધે બ્રાહ્મણ ત્રઢષભદત્ત ને જીનનો આત્મા હશે તેવો સંકલ્પ પણ ન આવ્યો તેનું કારણ નીચ ગોત્રનો ઉદય હતો ૨Mસિરિ પરમાણુ પદિમાવેલ્સ આ કલ્પસૂત્રના પાઠનું,વિવેચન કરતાપૂજ્યશ્રીએ જણાવેલ છે કે નીચગોત્રના કર્મના ઉદયને લીધે ઈન્દ્ર દ્વારા ભગવાન મહાવીર મહારાજાનો જીવ દેવાનંદાની કુક્ષીમાં આવેલ અને ત્યાં ૮૨ દિવસ રહેલા, ત્યાં ઋષભદત્ત બ્રાહ્મણ કુળને વિષે ધન, ધાન્ય, હીરા, મોતી, કશાવહ, જનપદ વિગેરેની વૃદ્ધિ દેવોએ કેમ ન કરી ? તેમાં પણ નીચગોત્રના કર્મનો ઉદય એ મુખ્ય કારણ હતું તે અદ્ભુત રીતે તેમણે સમજાવેલ છે. જે વાચકોને ખાસ વાંચવાની ભલામણ કરૂ છું. તેમના જીવનમાં ઘણા પ્રસંગો એવા આવેલા કે જેનો તેમને તે વખતે નિડર અને નિર્ભિક રીતે સિંહની માફક સામનો કરેલ. દાખલા તરીકે :(૧) સ્પૃશ્ય-અસ્પૃશ્ય આ વિષય ઉપર ખૂબ વિવાદ થયેલ અને પૂજ્ય સાગરજી મ.સા.નો તેમા થયેલ વિજય. (૨) અસ્પૃશ્યને દીક્ષા અપાય કે ન અપાય ? (૩) બાળ દીક્ષાનો અજ્ઞાનીઓએ કરેલ જોરદાર વિરોધ અને તે ઉપર પૂજ્યશ્રીએ સચોટ અને છે. શાસ્ત્રોના સેંકડો પુરાવા આપીને બાળ દીક્ષા આપી શકાય તે સિદ્ધ કરેલ. (૪) જન્માષ્ટમ અને ગર્ભાસ્ટમનો વિદ્વતાપૂર્ણ કરેલ ખુલાસો. (૫) તે વખતે ઘણા નવા મત નિકળેલ તેનો તેમણે કરેલ જોરદાર વિરોધ એ ખાસ વાચવા જેવા પ્રસંગો છે. સિદ્ધચક્ર માસિકના અંકો ઘણા જુના થઈ ગયા હતા તેના પુનર્મુદ્રણની તાતી જરૂર હતી. આચાર્ય શ્રી અશોકસાગર સૂરીશ્વર મ.સા. આ ભગીરથ કાર્ય ઉપાડયું અને ૧ થી ૭ વર્ષના અંકો છપાઈ પણ ગયા આ આઠમા વર્ષનો અંક છપાય છે તે પ્રસંગે આચાર્યશ્રીને ખૂબ-ખૂબ ધન્યવાદ આપુ છું. તેજ “સિદ્ધચક્ર સમિતિ”ના સભ્યોને પણ ધર્મલાભ સાથે અંતરના આશિષ આપુ છું. સાધુઓએ તો આ અંકો વાંચવા જ જોઈએ તેમાં પણ વ્યાખ્યાન આપતા સાધુઓએ તો આ અંકો ખાસ વાંચવા જોઈએ જેથી વ્યાખ્યાન માટેનો ઘણો મસાલો મળી રહે છે. (આ માત્ર માસિક નથી પણ એક દળદાર ગ્રંથ છે) આ દળદાર અને અદ્ભુત ગ્રંથને વાંચીને સૌ કોઈ આત્મકલ્યાણ સાધો. | લી. આ. વિજય પ્રેમસૂરિ શ્રી ૧૦૮ ભક્તિ પાર્શ્વનાથ જૈન ભક્તિ વિહાર હાઈવે ભક્તિનગર. મુ. શંખેશ્વર (તા. સમી). (જિ. પાટણ) (ઉત્તર-ગુજરાત) (ભારત રાજ્ય સંઘ).

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 654