Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940 Author(s): Ashoksagarsuri Publisher: Siddhachakra Masik Punarmudran Samiti View full book textPage 7
________________ (પ્રસ્તાવના) અરિહંત પરમાત્માનો આ જગત ઉપર અનુપમ અને અજોડ ઉપકાર છે. પૂર્વથી ત્રીજે ભવે “સવી જીવ કરૂ શાસન રસી”ની ઉત્કૃષ્ટ, અજોડ ભાવનાના બળે એ પરમ તારક તીર્થપતિઓ તીર્થંકર નામકર્મની નિકાચના કરી... દીક્ષાલઈ.. મોક્ષ માર્ગની સ્થાપના કરી સ્વંય એ માર્ગને આરાધી જગતના જીવો માટે પરમ તારક એ માર્ગનું આલંબન મુક્તા ગયા... અને જતી વખતે જગતના જીવોને સંદેશો આપતા ગયા છે કે.. મારા માર્ગે ચાલ્યા આવો હંમેશા માટે સુખી થઈ જશો. | શિવરમણીને વરવાના અનેક ઉપાયો છે જેમાં “સમ્યગૂ જ્ઞાન” એ અનુપમ અને અજોડ ઉપાય છે. જેમ માણસને બે આંખ હોય છે, તેમાં પહેલા નંબરની આંખ એ સમ્યમ્ જ્ઞાન છે અને પછીની બીજા નંબરની આંખ એ ક્રિયા ધર્મ છે. આ જૈન શાસનનું કેટલું જોરદાર સૌભાગ્ય છે કે તીર્થકર તુલ્ય આચાર્ય ભગવંતો આ શાસનના પ્રતાપે જૈન સંઘને મળ્યા છે આ કોઈ નાનું સૌભાગ્ય નથી અરે ! આતો ભિખારી ને ચક્રવર્તી પણ મળ્યું એવુ સૌભાગ્ય છે જીનવર સમાન પ્રરૂપણા કરનારા આચાર્ય ભગવંતોની ઝળહળતી અને જ્વાજલ્યમાન પરંપરામાં પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરિ મહરાજ સાહેબે એક જબરદસ્ત આગમીક પુરૂષ થયા, જાણે વજસ્વામીની ઝાંખી કરાવે એવાજ વિદ્વાન અને ક્રિયા રૂચી વાળા તેઓ શ્રી હતા. જાણે મીની હરિભદ્રસૂરિ જોઈલો અથવા મીની યશોવિજયજી જોઈલો ! સાગરજી મહારાજ એવા અગાધ જ્ઞાનના સાગર હતા. મારૂ પણ સૌભાગ્ય છે કે તેઓશ્રીના હસ્તે દીક્ષા અમદાવાદમાં થઈ હતી ! મારી દીક્ષાના પ્રસંગને યાદ કરું ત્યારે પૂ. સાગરજી મહારાજ સાહેબ પ્રત્યે જે અહોભાવ અને ઉપકાર ભાવ જાગે છે તે અવર્ણણીય છે. તેઓ શ્રી મારા પરમ ઉપકારી છે. | પૂજ્યપાદ આ ભગવંત શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે સાધુ-સાધ્વીઓને જ્ઞાની થાય બનાવ્યા અને જે કોઇપણ પ્રશ્ન પૂછવામાં આવે તેમને પણ એટલા જ પ્રેમથી પ્રશ્નોના જવાબ આપીને સમાધાન કરતા હતા. આ તો થઈ સાધુ-સાધ્વી ઉપર કરેલી ઉપકારની વાત. શ્રાવક સંઘ પણ આ જ્ઞાનામૃતથી વંછીત ન રહે તે માટે તેમણે “શ્રી સિદ્ધચક્ર” માસિક શરૂ કરેલ જોતજોતામાં “સિદ્ધચક્ર” માસિકની મહિમા સારાયે ભારતભરમાં પ્રસરી ગઈ અને ક્રિકેટના સ્કોરની જેમ લોકો માસિક માટે પોસ્ટમેનની રાહ જોતા હતા. એટલું પ્રિય માસિક હતું. તેઓશ્રીએ અનેક શાસ્ત્રો વાંચલા, એવા કોઈ શાસ્ત્રો બાકી ન હતા કે તેમણે વાંચ્યા ન હોય. ૪૫ આગમ, ચૂણી, ભાષ્ય, ટીકા બધુ જ એમણે છપાવેલ. તેથી જ તેઓ આગમોદ્ધારક ના હુલામણા નામથી પ્રસિદ્ધ થયા હતા. | પૂજ્યશ્રીએ લગભગ બધા જ શાસ્ત્રોનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરેલ તેની પ્રતીતિ માટે એક ઉદાહરણ આપુ છું. સિદ્ધચક્ર માસિક વર્ષ - ૮, પાન નં. ૪૮ “સાગર સમાધાન” લેખ તમો વાંચો, તેમાં તીર્થકર ભગવંતો અને સામાન્ય વ્યક્તિના સમ્યગ દર્શન તફાવત બતાવતા પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે વરબોધી શબ્દ વાપરેલ છે. તે વરબોધી શબ્દ ઉપર પૂ. સાગરજી મહારાજે જે ઉંડાણ પૂર્વક લલીત વિસ્તરા, આવશ્યક નિયુક્તી, ગિષ્યાસ્પ, તત્ત્વાર્થસૂત્ર, પંચ, સૂત્રકૃતાત્ર ચૂણી, બિંદુ, પંચાશક વૃત્તિ, આવશ્યક, જીનેશ્વાસુરીકૃત ગ્રંથ, પંચવસ્તુ, યોગદષ્ટી સમુચ્ચય આ ગ્રંથોનાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 654