________________
• સર્વ ગુણ સંપન્ન પ્રભુ હજારો આત્માઓને મંગલ અને કલ્યાણકારી ઉપદેશ
સતત રીતે પોતાની ૩૫ ગુણ સંપન્ન વાણીમાં પ્રસરાવતા રહે છે.
• આ અરિહંતના આત્માઓ ૧૮ દોષોથી રહિત છે. પરમ પવિત્ર અને પરમ
ઉપકારી છે, વીતરાગ છે, પ્રશમ રસથી પૂર્ણ છે, પૂર્ણાનંદમય છે. તેઓની મુક્ત માર્ગ બતાવવાની શૈલી અનોખી છે. તત્ત્વ પ્રતિપાદન હંમેશાં સ્યાદ્વાદ-અનેકાંતવાદની મુદ્રાથી અંકિત છે. મન, વચન અને કાયાના નિગ્રહમાં તેઓ અજોડ છે. સૂર્ય કરતાં વધુ તેજસ્વી અને ચંદ્ર કરતાં વધુ સૌમ્ય અને શીતળ છે. સાગર કરતાં વધુ ગંભીર છે. મેરુની માફક અડગ અને અચલ છે. અનુપમ રૂપના સ્વામી છે. અરિહંત ભગવાન પરમ ઉપાસ્ય છે અને એથી જ નિતાત્ત સ્તુતિને પાત્ર છે.
જૈનમ્ જયતિ શાસનમ્