Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan Author(s): Saroj Jaysinh Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir View full book textPage 7
________________ પ્રસ્તાવના ખરો પુરુષાર્થ તત્ત્વવિચારણારૂપ છે જી. વૈરાગ્ય અને દઢ જિજ્ઞાસા તેનો આધાર છે. માટે યથાશક્તિ દરરોજ પા અડધો કલાક બીજા વિચારો, બીજી પ્રવૃત્તિ બંધ કરી રાપુરુષના એકાદ વાક્ય, કડી કે વિચારને આધારે પોતાના બળ પ્રમાણે ખીલવવા વિસ્તારવા અને ઊંડા ઊતરીને સમજવા તથા આત્મભાવ તે વચનના આશય તરફ વાળવા હવે પુરુષાર્થ કર્તવ્ય છે. (શ્રી બ્રહ્મચારીજી) (પત્રસુધા પત્રાંક ૨૨૮) આ પ્રમાણે વચનામૃતમાંથી સમજવાનો પુરુષાર્થ ઉપાડવો. આ મહાદુષમકાળમાં ઘણો જ દુર્લભ છે. છતાં, જેને એક પરમકૃપાળુદેવ પ્રત્યે સાચો સદ્ગભાવ - પરમાત્મભાવ પ્રગટશે તેને માટે આ પવિત્ર વચનામૃત પુરુષ તુલ્ય જ છે એવી ખાત્રી શ્રી પ્રભુશ્રીજી તથા શ્રી બ્રહ્મચારીજીએ આપણને આપી છે. વચનામૃતમાં મુમુક્ષુઓના પ્રશ્નોના જે જે સમાધાન પરમકૃપાળુદેવે કરી આપેલા છે તેમાંથીજ શોધીને દરેક વિષયની સમજાતી જુદે જુદે સ્થળેથી એકઠી કરીને તે તે વિષય પરત્વેનું લખાણ એકજ શિર્ષક હેઠળથી સંકલનમાં મળી આવશે; તેથી જુદી જુદી અપેક્ષા પ્રમાણે દરેક વિષય સમજવાનો મોકો મળશે. પોતાને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ પરમગુરૂ પાસેથી મળશે. જેમ જેમ મુમુક્ષુઆત્મા વચનામૃતમાંથી રસલ્લુરૂની દૃષ્ટિએ આશય હદયગત્ કરશે તેમ તેમ તેઓના દિલમાં અવશ્ય ખાત્રી થતી જશે કે પરમકૃપાળુએ કરેલા અર્થ કેટલા અલૌકિક છે ! આ અનુભવ મેં જાતે લીધેલો હોવાથી વાંચક વર્ગને મારી નમ્ર વિનંતિ છે કે વચનામૃતમાંથી પ્રાપ્ત થયેલી રામજણનો ઉપયોગ પોતાની મહત્તા વધારવા માટે નથી, પરંતુ કોઇ સત્ જિજ્ઞાસુને મૂળપુરુષ (પરમકૃપાળુદેવ) ની દષ્ટિએ તત્ત્વ સમજીને પોતાના સ્વરૂપમાં સમાવવા માટે છે; એ જ ઉદ્દેશથી આ સંકલન છપાવવામાં આવ્યું છે. આ વાતને પુષ્ટિ આપે તેવું લખાણ શ્રી અગારાના જુના ટ્રસ્ટી શ્રી અમૃતલાલ પરીખજીએ કરેલું તે નીચે પ્રમાણે : ગુરૂઅદ્રોહ” ધનપતિ જે જીવાયત આપે તેનો દાસભાવે ઉપયોગ કરી અન્ય જેને જીવાયતની જરૂર હોય તેને તે ધનપતિ તરફ વાળવો ઘટે. ધનપતિની પૂંજીનું વિખે પણ ધણી થવું ન ઘટે. આપણું અસ્તિત્વ (રવની ઓળખાણ) કૃપાળુદેવના કારણે છે, જેથી પરમકૃપાળુદેવ ક્યાંય પણ ગૌણ ન થવા જોઇએ. એક એ સનાતન પુરુષ ઉપરજ દ્રવ્ય અને ભાવથી ઉપાસક મંડળ રહે ત્યાં સુધી તે અખંડ રહે. મિશ્ર કે અન્યભાવે વાડા, સંપ્રદાયો, ગ્રુપ (Groups) જન્મ પામે અને મૂળ માર્ગને આવરણ આવે. કોઇ ભવિ જીવે તેવું જોખમ લેવા યોગ્ય નહીં. પરમાર્થથી ચોથા ગુણસ્થાને પ્રાપ્ત એવા જીવે પણ પોતાના કે અન્ય બ્રેઇના નિમિત્તે જીવોને તે પુષ્ટ નિમિત્તનું (પરમકૃપાળુદેવનું) વિસ્મરણ થાય કે મિત્રભાવ ઉત્પન્ન થાય એવા પરમાર્થ જોખમમાં ન જતાં પોતે પણ સાધકપણે ગુપ્ત રહી જીવોને એક પરમકૃપાળુદેવ પ્રત્યેજ રાખવા ઘટે. જે જે મુમુક્ષભાઇ બહેનોએ આ પુસ્તકના પ્રકાશન માટે રસ લઈને મદદ કરી છે તે સર્વેનો અંતરથી આભાર માનું છું, સર્વેને તે આત્મહિતાર્થે પરિણમો એવી શુભ ભાવના ભાવી વિરમું છું. મારી કંઇ ભૂલચૂક જણાય તો બાળક સમજીને ક્ષમા કરશો.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 882