Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ માન હતું. અકબર બાદશાહ પાસેથી તેમણે સિદ્ધાચલ તીર્થાદિના પટ્ટાઓ કરાવી લીધા હતા. શાંતિદાસ શેઠે ચિંતામણિ પાર્શ્વનાથનું મહેસું ભવ્ય દેરાસર બાવન જિનાલયનું શિખરબંધ દહે પુષ્કળ દ્રવ્ય ખરચી અમદાવાદમાં સરસપુરમાં સં. ૧૯૯૪ (ઈ. સ. ૧૯૩૮માં) બાંધ્યું હતું. આ વખતે ઔરંગજેબની ગુજરાતમાં સુબાગીરી હતી. તેણે . સ. ૧૬૪૪ માં તે તેડી પાડ્યું અને તેની મસજીદ કરી; આથી આખા ગુજરાતમાં મોટું હિંદુ અને મુસલમાનનું બંડ થયું હતું. શાંતિદાસ શેઠે શાહજહાંન બાદશાહને અરજી કરી, તેથી તે ઉપર હીજરી સન ૧૯૫૮ (એટલે ઇ. સ. ૧૬૪૪) ના જમાઉદીલ આખરની તારીખ ૨૧ મીએ શહાજન હાંન બાદશાહે ફરી નવુ કરાવી આપવા હુકમ કર્યો હતો. આની નકલ આ સાથે ગુજરાતીમાં ઉતારી આપી છે. જુઓ નવાઇ નં ૧ તેમાં જણાવેલ છે t “આ બાવન જિનાલયનું શિખરબંધ દહેરું સરસપુર નામના પુરાથી પશ્ચિમે આશરે ખેતરવા એકને છેટે આવેલ છે. આ દહેરા સંબંધી એવું કહેવામાં આવે છે કે નગરશેઠ શાંતિદાસ શેઠે પાંચ સાત લાખ રૂપૈયા ખર્ચીને કરાવ્યું હતું. એ દહેરાન ઘાટ તમામ હઠીસિંગના દહેરા જેવો છે, પણ તફાવત એટલે જ છે કે હઠીસિંગનું દહેરું પશ્ચિમાભિમુખનું છે અને આ દહેરૂં ઉત્તરાભિમુખનું છે. આ દહેરામાં મોટાં મોટાં ભોંયરાં છે. તે ભોંયરામાં પૂર્વે મોટે મુખ હતો. એ દહેરાથી તે અમદાવાદમાં ઝવેરીવાડામાં નગરશેઠની હવેલી સુધી એક ગાડું જાય એવી મોટી સુરંગ છે, એવું લોકોના કહેવામાં આવે છે. ને એનું કારણ એવું સંભળાય છે કે મુસલમાનના વારામાં અમદાવાદના મુસલમાન અમલદારે એક દહાડે એ દહેરૂં વટાળી તેમાં નિમાજ પડવાનું ધાર્યું. તે વાત નગરશેઠને માલુમ પડી. પણ તે વખતમાં ધર્મને જુલમ ઘણો હતો તેથી સમજીને નગરશેઠે સળંગ (સુરંગ) ખોદાવી રાખેલ હતી. તે તરત ગાડાં સળંગમાં ઉતારી આ દહેરાના ચોમુખની ચાર પ્રતિમાઓ ગાડામાં બેસારી ઝવેરીવાડામાં લાવ્યા. તેમાંની ત્રણ મૂર્તિઓ જેને આદીશ્વરનું ભોંયરું કહે છે તે ભયરામાં બેસારી, ને ચોથી મૂર્તિ ઝવેરીવાડામાં નીશા પોળમાં જગવલભના ભોંયરામાં બેસારી તથા મૂળનાયકની મૂર્તિ નાની સામળી ચિંતામણી પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દહેરામાં પધરાવી. તે મૂર્તિઓ હાલ પણ છે. પછી તે મુસલમાનોએ દહેરૂં વટાળ્યું. રંગમંડપ વગેરેના ઘુમટની માંહેલી તરફ ફરતી ઉચા પત્થરની પુતળીઓ વગેરે સામાન છે તેને છુંદી નાંખી છે, તથા ચુનાથી લીપી દીધી છે. તે સિવાય મુસલમાનોએ ઘણીક તેડફેડ કરી છે, છતાં પણ એ દહેરાના ખંડેર ઉપરથી માલુમ પડી આવે છે કે એ દહેરાનું કામ સારું હતું. હાલ તે દહેરૂં હવડ (ઉજડ) પડયું છે ને એના પથરા વગેરે સામાન નગરશેઠે કહેડાવી લઈને બીજા દેહેરાના કામમાં વાપર્યા.” સ્વ. મ. વ. ફત. અમદાવાદને ઈતિહાસ પૃ. ૧૪૨–૧૪૩.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 414