Book Title: Shreshthivarya Shantidas Author(s): Mohanlal Dalichand Desai Publisher: Adhyatmagyan Prasarak Mandal View full book textPage 8
________________ કાંટે કાઢો અને એક ત્રાજવામાં એક રતિ મૂકી એટલે ત્રાજવું એક બાજુએ નમી ગયું. સામી બાજુએ એક રતિ મૂકી એટલે બન્ને પાસાં સરખાં થયાં. વળી એક બાજુએ એક રતિ મૂકી એટલે તે બાજુનું ત્રાજવું નમ્યું. આમ કરી ત્રાજવાને સંકેલી શાતિદાસ શેઠે કહ્યું કે “બાદશાહ ! આપનું મૂલ્ય થઈ ચૂક્યું ત્યારે બાદશાહે પૂછયું “શું?” ત્યારે ઉત્તર ફરી વળ્યો કે “રતિ, માત્ર રતિ !” જુઓ આ ત્રાજવામાં એક રતિ એક બાજુએ મૂકી તે તે બાજુ નમી તેવી જ રીતે આપ અને બીજા બધા એક જાતના મનુષ્ય છે, સર્વને સરખી ઇંદ્રિય અને અવયવ છે, છતાં તે બધા આપની રિયત છે, જ્યારે આપ તેમના પર રાજ્ય હુકમ ચલાવનાર બાદશાહ છે-એ અંતર ફક્ત આપનામાં રતિ વધારે છે એજ છે, બાકી કંઈ ફેર નથી–અમારામાં બાદશાહ થવાની રતિ-ભાગ્ય નથી અને આપનામાં છે.” આ સાંભળી બાદશાહ અજબ થઈ ગયે, અને સારી રીતે તેમની પિછાન-કદર કરી. આ પછી પણ બાદશાહે શેઠની એક પરીક્ષા કરી, તેણે ચાર ગેળા કર્યા તેમાં એક જવાહરન, બીજે સોનાને, ત્રીજે ત્રાંબાને અને ચોથો લોઢાને, એ ચારને એવી રીતે ઢાંકણથી બનાવ્યા કે ઉપરથી એક સરખાજ લાગે, જ્યારે ભારે (વજનમાં) એક એક બીજાથી ચડે. આ ચારે ગોળા શેઠને બતાવી તેમાં ભારે (મૂલ્યમાં) કોણ છે? તે પૂછયું. શાંતિદાસ શેઠને ચિંતામણિમંત્રને પ્રભાવ હતો, તેથી તે સ્મરી તેણે તુરતજ જે જવાહરને ગેળા હતા તે બતાવી આપ્યો, આથો બાદશાહ અત્યંત ખુશ થયો.* * જ્યારે સ્વ. મગનલાલ વખતચંદ પોતાના અમદાવાદના ઈતિહાસમાં જુદુજ લખે છે – એવામાં દિલ્લીમાં એક વાત થઈ છે કે બાદશાહ પાસે એક ઝવેર છે ને તેનું પારખું ને કીંમત કરાવવી છે તેથી દિલ્લીના ઝવેરીને બોલાવીને કહ્યું છે કે “આ ઝવેરનું પારખું કરી આપો ને પારખું બરાબર નહિ કરે તે તમારે જીવ લઈશ” ત્યારે ઝવેરીઓએ વિચાર્યું કે આમાંથી આપણું આવી બન્યું ને હવે બચવા કઠણ છીએ; એ વિચાર કરીને જવાબ દીધો કે “સાહેબ! અમારા ઝવેરીના મહાજનને માથે એક શેઠીઓ છે ને તેને પારખું ઘણું સારું છે માટે તેને તેડીને કાલે આવીશું ત્યારે બાદશાહે રજા આપી. પેલા ઝવેરી ઘેર જઈને વિચાર કરવા બેઠા કે હવે શું ઉપાય કરવો? પછી એવું ધાર્યું કે કેઈકને ગેડવ ને કહેવું કે “આ અમારા ઝવેરીના મહાજનમાં બધાય કરતાં એને સારું જ્ઞાન છે!” પછી એ માણસ શોધી કહાડવાની તદબીરમાં ફરે છે. એવામાં આ શાંતિદાસ એકઠા થયા. ઝવેરીએ તેમને પૂછયું કે “તમે કિયા ગામના છે ને શો ધંધો કરે છે?” ત્યારે શાંતિદાસે ગપ મારી કે “અમે તે ઝવેરીને બંધ કરીએ છીએ ! ઝવેરીએાએ પૂછ્યું કેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 414