________________
હમીદખાનની કુમકે ચઢવું, તેને પેટે (બદલે) હમીદખાને ગુજરાતની ચોથ આપવી. તે બન્ને અમદાવાદ તરફ આવ્યા. આ વખતે સુજાતખાં ઈડર હતા, તેણે અમદાવાદ આવી હમીદખાન સાથે લડાઈ કરી. તેમાં સુજાતખાં મરાયો. ત્યાર પછી તેનું વેર લેવા તેને ભાઈ શહેર બહાર આવ્યો અને બહાદુરીથી લડે. અંતે ત્યાંથી નાસી અમદાવાદમાં કારંજમાં આવી બારે દરવાજા બંધ કરાવ્યા. પણ ખુશાલશા શેઠે હમીદખાનને યુક્તિપ્રયુક્તિથી શહેરમાં દાખલ કરાવ્યો. (અમદાવાદનો પ્રાચીન ઇતિહાસ ગુજરાતી પંચ દિવાળી અંક સં. ૧૮૬૬) આ વખતે ઈ. સ. ૧૭૨૫ માં મરેઠાઓએ શહેરને ખુશાલચંદ લખમીચંદ નગરશેઠના વચમાં પડવાથી લુટેલું નહિ અને તે શેઠે પિતાના પદરની ઘણી જ દેલત આપી તેમને પાછા કાઢેલા, આ ઉપરથી તમામ શહેરના લેકે એકત્ર થઈ વંશ પરંપરાને હક કરી આપ્યો કે જેટલો ભાલ શહેરના કાંટા ઉપર છપાય તે ઉપર સેંકડે પા રૂપીઓ તેઓ લે, આ હક હાલમાં પણ કંપની સરકારે ઈ. સ. ૧૮૨૦ના જુલાઈની તારીખ ૨૫મીએ રૂ. ૨૧૩૩ નો નક્કી આંકડા છે તે મુજબ વંશપરંપરા ચાલ્યું આવે છે. ઈ. સ. ૧૮૬૦ ના અરસામાં આ રકમ આપવાનું અમદાવાદના કલેકટરે બંધ કરવાનો ઠરાવ કર્યો તે ઉપરથી તે વખતના વડા રાવબહાદુર નરે. બલ શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ વિલાયત સરકાર સુધી લડ્યા. તેથી વિલાય. તની સરકારે ૨૩ નંબરનો-સને ૧૮૬૧ ના મે માસની ૩૧ મી તારીખે ઠરાવ કર્યો કે, વંશપરંપરા ખુશાલચંદ લખમીચંદના પુરૂષવંશમાં પુરૂષ વારસને ચલાવવાના પેઢીનામા નંબર ૧૮૩ મુજબ (જે પેઢીનામા માટે જુઓ આ સાથે આપેલ પંરક્ષ) આપે જવા. આ બાબતની બાદશાહને અરજી ખુશાલચંદ શેઠના પુત્ર શેઠ નથુશાએ કરેલી છે તેમાં જણાવેલ છે કે “ અમે શેઠ અસલના વતનદાર બાદશાહની ચાકરી કરતા આવ્યા છીએ અને હીજરી) સને ૧૧૩૭ ના વરસમાં હમીદખાનના માનમાં મરાઠાઓની ફાજે આવી અને તેણે શહેરના આસપાસ રચાં દીધાં અને શહેર લઈને તૈયત લુંટવી એવી ધાસ્તી નાંખી, તે ઉપરથી ઉદ્યમ–વેપાર સર્વે શહેરમાં બંધ થયાં, આ રીતે શહેરમાંથી કોઈ બહાર જઈ ન શકે એવું થવાથી શહેરના શાહુકાર વગેરે લોક ઘણા જ હેરાન થયા હતા, તે ઉપરથી અમારા તીર્થરૂપ ખુશાલચંદ એમણે મહેનત તથા ધીરજથી મરેઠા સરદારને મળીને સરકારમાં ગાંઠના પૈસા ખર્ચ કરીને મરેઠાઓની ફજેનાં મરચાં ઉઠાવવાથી શહેરમાં ઉધમ વેપાર સારે. ચાલવા લાગ્યો. તે માટે શહેરના શાહુકાર વગેરે લોક ઘણા ખુશી થયા કે ખુશાલચંદશેઠ પિતાની ગાંઠના પૈસા ખર્ચ કરીને શહેરના વાસ્તે ઘણું ખ