________________
નેટ– આ ઉપરાંત જૈનેના ધાર્મિક કાર્યોમાં અને શ્રાવકોના હિત અર્થે, પાંજરાપોળમાં મુંગા-માંદા પ્રાણીઓના હિત અર્થે મુંબઈ ઇલાકાના મુખ્ય શહેરમાં જે નાણાં સખાવતરૂપે આપ્યાં છે તે તે જુદા.
અંગ્રેજ રાજ્યની સેવા પણ તેમણે ઘણુ કરી છે. (૧) ૧૮૫૭-૫૮ ના પ્રખ્યાત સીપાઈઓના બળવા વખતે શ્રી પ્રેમાભાઈએ ખાનગી ખબર પહોંચાડનારા ખાતાઓ –માણસો રાખ્યા હતા અને તેને માટે અમદાવાદથી અંદર સુધી નિયમિત રીતે ટપાલ લઈ જવાય એવો પકે બંદેબસ્ત કર્યો હતો. આથી તાર અને સરકારી ટપાલ તદન નિષ્ફળ ગઈ હતી અને તે બધો વ્યવહાર બંધ પડ્યો હતો ત્યારે શેઠ પ્રેમાભાઈએ બાંધેલી ટપાલ બરાબર મધ્યહિંદુસ્તાનમાંથી અને આસપાસના પ્રદેશમાંથી ખાનગી રીતે ખબર પહોંચાડતી હતી. (૨) અને આ ખબર મેળવી શેઠ તે સમયના કલેકટર અને જેને હંમેશાં પહોંચાડતા અને તેમને જે ખબર મેક્લવાની હોય તે ઈદેર વગેરે સ્થળે પહોંચાડવામાં આવતી. આ મહાન સેવાની સાક્ષી મેસર્સ જે. ડબલ્યુ, હડવ અને એ. બી. વૈર્ડન પૂરે છે. ઉપર જણાવેલ સખાવત અને રાજ્યસેવાની અંગ્રેજી નેંધ આ સાથે જોડી છે. જુઓ . 8.
આ સર્વ ઉત્તમ અને કષ્ટપ્રદ રાજ્યસેવા અંગ્રેજ સરકારને મહાન લાભ આપનારી થઈ પડી હતી અને તેથી સને ૧૮૭૭ ના જાનેવારીની પહેલી તારીખે શેઠ પ્રેમાભાઈને અંગતમાન તરીકે રાવબહાદુર' ને ખિતાબ વાઈસરોયે એનાયત કર્યો હતો. તેની નકલ આ સાથે જોડેલી છે. જુઓ નરક નં. ૨૨.
વશપરંપરાથી-ખુશાલચંદ શેઠના સમયથી ચાલતી આવેલી જકાતને બદલે સરકાર તરફથી તેમના વંશજોને રૂ. ૨૧૩૩ બાંધી આપવામાં આવ્યા હતા.
મુંબઈની ધારાસભા જ્યારથી સ્થપાઈ ત્યારથી શેઠ પ્રેમાભાઈ તે સભાના ઓનરેબલ સભાસદ હતા અને મેજીસ્ટ્રેટની સત્તા તેમને હતી. અમદાવાદની મ્યુનીસીપાલીના પ્રમુખ (પ્રેસીડંટ) હતા. - હવે આપણે જૈન શાસનની ઉન્નતિ-પ્રભાવના અર્થે જે પરોપકારી કાર્યો કર્યા છે તે જોઈએ –
પવિત્ર સિદ્ધાચલ તીર્થ ઉપર તેમણે રૂ. ૫૦૦૦૦૦ પાંચ લાખ ખર્ચા દેરાસર બંધાવ્યું હતું અને જાત્રાળુઓને ઉતરવા માટે પાલીતાણામાં એક સારી ધર્મશાળા બંધાવી છે. પાલીતાણામાં પ્રેમાભાઈ શેઠના સાત ઓરડા છે. અમદાવાદ, પાલીતાણા વગેરેની પાંજરાપોળ બંધાવવામાં ઘણું રૂપી