________________
૧૭
ભગુભાઇના દલપતભાઈ થયા કે જેના નામની-દલપતભાઇ ભગુભાઇની પેઢી અત્યારે જમરી ચાલે છે. દલપતભાઇના ત્રણ પુત્ર થયા. (૧) લાલભાઇ, (૨) મણિભાઇ, અને (૩) જગાભાઇ. આમાં લાલભાઇ શેઠને અંગ્રેજ સરકાર તરફથી · સરદાર ’ ના ખિતાબ આપવામાં આવ્યેા હતા. તેમના જન્મ સં. ૧૯૧૯ માં થયા હતા. તેઓ આણંદજી કલ્યાણુજીની આપણી મહાન પેઢીના પ્રમુખ હતા. જૈન શ્વેતાંબર કોન્ફરન્સના જનરલ સેક્રેટરી હતા, અને તેમણે આજ વર્ષમાં (સં. ૧૯૬૮) દેહત્યાગ કરેલ છે અને તેથી જૈન કામને એક સ્તંભ અને આધારની ન પૂરી શકાય તેવી ખેાટ પડી છે. તેમના આત્માને શાંતિ મળેા. હવે આપણે હેમાભાઇ નગરશેઠ કે જેમને ધણા રાજાઓની સાથે સંબંધ હતા તેમના જીવનચરિત્રની કિંચિત્ રૂપરેખા જોઇએ.
નગરશેઠ હિમાભાઈ.
આમના જન્મ સંવત્ ૧૮૪૦ ના વૈશાખ માસમાં થયા હતા. તેમના વિદ્યાભ્યાસની હકીકત મળી શકતી નથી, પરંતુ મહેતાજીની પાઠન શૈલી પ્રમાણે તેમણે ટુંક મુદતમાં અભ્યાસ કર્યાં હશે એમ સમજાય છે. પેાતાના મહાન્ પ્રભાવક પિતાશ્રી વખતચંદ શેઠ સં. ૧૮૭૦ ક્ાગણ વદ ૪ ને દિવસે સદ્ગત થયા, તેમની પાછળ હિમાભાઇ શેઠે સ’. ૧૮૭૦ વૈશાખ શુદ ૯ ને દિને રાજનગર અને વડાદરા બંને શહેરમાં આખા શહેરના મનુષ્યાને એકજ દિવસે ઘેખર આદિની નવકારશી-નાત જમાડી હતી.
ધર્મ શ્રદ્ધાળુ હાઈ હમેશાં ધર્મ પુસ્તકનુ પઠન પાઠન કરતા હતા, અને પ્રતિદિન પ્રભુ પૂજા કરવાનું ચૂકતા નહિ. પોતે ઘેર દેરાસર કર્યું હતું અને તેમાં રત્નમય પ્રતિમા રાખી હતી. આ પ્રતિમા હજી શેઠે મણિભાઈ પ્રેમાભાઈ ને ત્યાં (વડામાં) છે. અમદાવાદના ડેહેલાના ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા આવતા, અને ધર્મચર્ચા કરીને પંડિતાની પરીક્ષા પણ કરી શકતા હતા. આ વખતે પંડિત પદ્મવિજયજીના શિષ્ય પંડિત રૂપવિજયજી હતા, તેમને અને ક્રિયાધારક શ્રી નામસાગરજી વચ્ચે આચાર્ય પાલખીમાં ન એસે વગેરે બાબતપર વાદચર્ચા ચાલી હતી. આ વખતે શેઠે સમાધાનીના વચલા માર્ગે લઈ તે બંનેને મુદ્દત વીતાવી શાંત કર્યાં હતા. પેાતાના ભાઇ શેઠ મુરજમલ, તથા રૂકમાણી શેઠાણી શ્રી નેમિસાગરજી મહારાજના રાગી હતા.
પેાતાના વ્યાપાર પિતાશ્રીના વખતથી દેશદેશાવર સ્થાપેલી પેઢીઓદારા ધણા ધીકતા ચાલતા હતા અને તે સર્વ પેઢીના કાગળા પોતેજ વાંચી ફૈસલા કરતા હતા. શેઠની નામીચી દુકાને મુંબઇ, કલકત્તા, રતલામ, વ