Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ વખતચંદ નગરશેઠના ૭ પુત્ર પૈકી પુત્ર હેમાભાઈ નગરશેઠ થયા, અને બીજા પુત્ર મેતિચંદ થયા. મેતિચંદના પુત્ર ફતેહભાઈ (કે જેનું લગ્ન સં. ૧૮૬૧ ના ફાગણ સુદ ૨ ને દિને થયું હતું.), ફત્તેહભાઈના ભગુભાઈ, મહા સુદ ૮ ને રોજ એટલે ૧૨ મી ફેબ્રુઆરીએ બપોરના વખતથી અંગ્રેજ લોકેએ તોપને માર મારવા માંડયો, ને મહા સુદ ૧૦ની રાત પડતાં ઘણાંક છીંડાં પાડયાં. સરસુબાએ ઘણે માર માર્યો ને ટકર સારી રીતે લીધી, પણ મહા સુદ ૧૧ના પરેડમાં કર્નલ હાર્ટલી મરણીઓ થઈ ગ્રેનેડીઅર (એટલે ઉંચાં) સીપાઈની પલટણ લઈને શહેરમાં પેઠેને અમદાવાદ લીધું. તે વેળાએ બાપજી પંડિત ખાનપુર દરવાજે થઈને નાશી ગયો. (આ લડાઈમાં અંગ્રેજના ૧૨૦ માણસ મરાયાં, તેમાં ૧૪ - પીવાળા મુઆ; અને સરસુબાનાં ૧૦૦૦ હજાર ઝાઝાં માણસ રણમાં પડયાં) જનરલ ગાડર્વે અમદાવાદમાં પેઠા પછી ત્રણ દહાડા સુધી શહેર લુટવાને હુકમ કર્યો ત્યારે નગરશેઠ નથુશા ખુશાલચંદ, કાજી શેખ મહમદ સાલે, ને પાદશાહી દીવાન મી મીરઝા અમુ એ ત્રણે જણ ગાડર્ડ પાસે આવ્યા ને વિનતિ કરી કે શહેર લુટવાને હુકમ કર્યો છે પણ તેવું કરવું નહિ.” ત્યારે જનરલ કાંઈ ગુસ્સે થયો હતો તેથી એવું કહ્યું કે “જે તમારા મનમાં એમ હતું તો તમારે પહેલાંથી પાંસરા ચાલવું હતું કે અમને શરણે થવું હતું.” ત્યારે નથુશાએ જવાબ દીધો કે “જે અમલદારે આજદિન સુધી અમારું રક્ષણ કર્યું તેના અમે નિમકહરામ કેમ થઈએ ? ને હવે તમે એ સુબાને જીત્યા ને તમારે અમલ થયો ત્યારે અમે તથા સર્વ રૈયત તમારે શરણે આવ્યા.” આવો મધુર અને વ્યાજબી જવાબ સાંભળીને જનરલ ઠંડે પડ ને નીચે પ્રમાણે જાહેરનામું કર્યું કે– . “નગરશેઠ નથુરા (વખતચંદશેઠના ભાઈ) વિગેરે અમદાવાદની રૈયતને માલમ થાય જે હાલ તમારે તમારા ઘરમાં રહેવું ને કાંઈ તફાન કરવું નહિ. તમારા હૈયામાં કશીએ વાતની ફીકર રાખવી નહિ; પણ તમે જે ધંધો કરતા હો તે ધંધેસર લાગવું કે તેથી તમને કોઈ કાંઈ એ બાબતમાં હેરાન કરશે નહિ, માટે આ હુકમ પ્રમાણે ચાલવું-તારીખ ૫ સફર હીજરી ૧૧૯૪”(આને મળતી તારીખ, સંવત ૧૮૩૬ના મહા સુદ ૧૩ ને સને ૧૭૮૦ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૧૭મી.) એ પ્રમાણે અમદાવાદ લઈને બાર દહાડા રહીને આગલા કોલકરાર પ્રમાણે ફતેસંગ ગાયકવાડને સંપ્યું. તેઓની તરફથી તેમના સુબા અમદાવાદમાં સદાશિવ ગણેશ હતા તેઓએ કબજે લીધે, પણ એ જનરલ ગાડર્ડ પોતાની કાંઈક ફેજ ભદ્રમાં મૂકતો ગયે. આટલું કરવાની મતલબ એ હતી કે અમદાવાદ શહેરમાં તથા તેના જીલ્લામાં પેશ્વાને તથા ગાયક્વાડને ભાગ હતો પણ પેશ્વા ગાયકવાડને હરક્ત કરતા હતા તેથી અંગ્રેજ લોકોએ અમદાવાદ લઈ ગાયકવાડને સેપ્યું કે હવે પેશ્વાની તરફથી અહીં કેઈ નથી, માટે હવે આ દેશની ઉપજ લેતાં તથા કામકાજ ચલાવતાં કેઈતમને હરક્ત કરનાર નથી, પણ પેશ્વાના હિસ્સાના રૂપે તેમને પહોંચાડવા,” પૃ. ૮૪–૮૮

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 414