Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ રાબ હેરાન) થયા; એમનાવડે આપણું છોકરાં તથા માણસ તથા માલમિલ્કત જણશભાવ સર્વે રહ્યું; આવડે અહેસાન સર્વના ઉપર તેમણે કર્યો, તે એમને આપણે શું આપવું? એવો વિચાર કીશોરદાસ રણછોડદાસ, અપમલદાસ વલભદાસ, મહમદ અબદુલ તથા અબુબકર શાહાભાઈ એ ચાર માતબર શાહુકાર અને બીજા સર્વે શાહુકાર અને ઉદ્યમી–સમસ્ત વેપારી લોક વગેરે મળી કર્યો, અને પિતાની ખુશરજાનંદીથી મહાલકોટ પારની છાપ તથા કેટમનીઆર શહેર મજકુર અહી આમ દફતરી થઈને માલની કિંમત સરકારના હાંસલમાં ઠરાવ થાય તે ઉપર સરકારની જમાબંદી સીવાય રૈયતની નિસબતે દરસેંકડે ચાર આના પ્રમાણે અમારા બાપને પુત્રપુત્રાદિ વંશપરંપરા કરી આપીશું–અમારું રાજીનામું (રાજીખુશીથી કરી આ પેલ ખત) કરી આપ્યું છે...” આ અરજીપર બાદશાહને તે મહાજન ઠરાવ બહાલ રાખી હુકમ થયેલ છે. વાંચો તેની આખી નકલ ગુજરાતીમાં આ સાથે આપી છે તે માટે જુઓ નઇ . ૩ અને જે મહાજને ઠરાવ કરી આપે છે તેની નકલ માટે જુઓ નવા નં. ૪. આ નગરશેઠ ઈ. સ. ૧૭૧૮ માં શહેરનાં તમામ મહાજનોના ચુકાદા કરતા તથા તમામ મહાજને તેમને પોતપોતાના મહાજનના વડા તરીકે ગણેલા છે. અને તે વખતે તે શહેરના મોટામાં મોટા વેપારી હતા. ગુજરાતના હીરા ખુશાલચંદ શેઠ તથા આસફઝા નિઝામ ઉભુલ્ક ઈ.સ. ૧૭૪૮ માં મરણ પામ્યા. અમદાવાદનું આ કુટુંબ નગરશેઠ તરીકે પ્રસિદ્ધ થયું છે. ગુજરાતની સર્વ રૈયત કુટુંબમાં તે વડું છે. તે કુટુંબ લોકહિતાર્થ બુદ્ધિ અને ધનને વાપરી, વિશેષે જૈન ધર્મની પુષ્ટી કરી, એથી નામાંકિત થયેલું છે; અને દિલ્હીના બાદશાહોએ તથા મરેઠાઓએ તથા કંપની સરકારે તથા તમામ વહેપારી મહાજને તેમને નગરશેઠ” બીરૂદ આપી ઘણું માન રાખ્યું છે. તે કુટુંબને વડે જૈન ધર્મની તમામ નાને વડો છે. તમામ શહેરના મુખી દાખલ દુઃખની વેળાએ તેને સૌ આગળ કરે છે, જેમકે રાજ તરફના જુલમ, વરસાદની રેલ આવતી હોય તે તે શહેરના કોટની પ્રદક્ષિણા, દુધની ધારા કરતાં તમામ રૈયતની સાથે ફરે છે. ગાયકવાડે (ગોવિંદરાવ ગાયકવાડ, માનાજીરાવ ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ અને આનંદરાવ ગાયકવાડની એમ દરેકની જુદી જુદી મહેર સાથે) આ કુટુંબને (વખતચંદ શેઠ-ખુશાલચંદ શેઠના પુત્રને) આબદાગીરી (છત્ર), મશાલ, તથા પાલખી આપી છે અને તેની સનંદ આપતાં તેમાં આબદાગીરી તથા મશાલ માટે બે આશામીઓને રૂ. ૮) ને પગાર તેમજ પાલખીના

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 414