Book Title: Shreshthivarya Shantidas Author(s): Mohanlal Dalichand Desai Publisher: Adhyatmagyan Prasarak Mandal View full book textPage 7
________________ છે અને તે અતિ ચમત્કારી છે; અને કહેવા પ્રમાણે તે શ્રી સંપ્રતિ મહારાજે ભરાવેલી પ્રતિમા છે. શ્રી શાંતિદાસ શેઠના સંબંધમાં આ રાસ કહે છે કે – એમ અનેક ઈહિાં વારતા, સાગરગચ્છ રાજરે” પરંતુ તે બધી વાત રાસ પૂરી પાડતું નથી, પણ બીજા ગૃહ પાસેથી સાંભળેલી તથા કેટલીક બીનાપરથી ભેગી કરેલી હકીકત નીચે પ્રમાણે છે તે રજુ કરવી પ્રાસંગિક જણાય છે. શાંતિદાસના વખતમાં અકબર બાદશાહ મરણ પામ્યો અને જહાંગીર ગાદી પર બેઠા હતા. શાંતિદાસ શેઠ દીલ્હી ગયા હતા તે વખતે તેની બહુ મોટી ઉમર ન હતી. ત્યાં એક ઝવેરીને ઘેર પતે ઉતર્યા. આ વખતે એવું બન્યું હતું કે, બાદશાહ જહાંગીરે પોતાની સભામાં એવું પૂછ્યું કે, મારી પિતાની કિંમત કરે! સભા હિંગ થઈ ગઈ, અને બાદશાહની કિંમત કેવી રીતે કરવી એની ગમ પડી નહિ અને તેથી આ સવાલ પણ વિચિત્ર અને તુરંગી લાગે; હવે કરવું શું? પછી પિતાના પરથી તેને ભાર કાઢી નાંખવા કહ્યું કે “જહાંપનાહ! આપ કીંમતી જવાહીર છે, અને જવાહરની કિંમત તે ઝવેરીજ કરે, માટે શહેરના ઝવેરીઓને બોલાવો તે આપની ખરી કિંમત કરશે!” બાદશાહે કહ્યું તે બરાબર છે. પછી ઝવેરીઓને તેડાવ્યા અને તેઓની પાસે પિતાની કિંમત પૂછી, ઝવેરી પણ સડક થયા, અને શું કહેવું તેની સમજ પડી નહિ. એટલે તેઓએ એક અઠવાડીઆની મુદત માગી લીધી. આ દરમ્યાન શાંતિદાસ શેઠ દિલ્હીમાં આવ્યા હતા, તેમણે પોતે જ્યાં ઉતારે લીધો હતો તે ઝવેરીને બેહાતુર જોઈ તેનું કારણ પૂછયું. ઝવેરીએ જણાવ્યું કે “ભાઈ ! તું હજુ નાનું છે એટલે તેનો ખુલાસો થઈ શકે તેમ નથી.” ત્યારે શાંતિદાસે આગ્રહ કર્યો એટલે બધી બાબત ઝવેરીએ જણાવી, અને શક પ્રદર્શિત કર્યો. શાંતિદાસ શેઠે કહ્યું “ફિકર ન કરે, તે હું કરી આપીશ. તમારે કોઈને કંઈ ન બોલવું.” ઝવેરી શેઠે કહ્યું “ઠીક!” પછી બધા ઝવેરી છેલ્લે દહાડે શાંતિદાસને લઈ ગાજતે વાજતે સભામાં ગયા. બાદશાહે કહ્યું કે “અવધિ પૂરી થઈ છે, માટે શું ખુલાસો કરો છે?” ઝવેરીઓએ કહ્યું “એમાં શું છે? એતે નાને છોકરો પણ કરી શકે. (શાંતિદાસ સામે આંગળી કરી) પૂછો આ અમારા નાના ઝવેરીને!” બાદશાહે શાંતિદાસ શેઠને પૂછયું. તેણે કહ્યું કે “જહાંપનાહ ! આપની કિંમત સભા સમક્ષ કરું કે ખાનગીમાં?” બાદશાહે કહ્યું “એમાં શું હરકત છે? અહીં જ કરે.” એટલે તુરતજ શાંતિદાસ શેઠે ઝવેરીને ઝવેરાત જોખવાનેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 414