Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૐ હૌં અહં શ્રી ઋષભદેવ સ્વામિને નમઃ જિનધર્માનુરાગી સુશ સાધર્મિક બન્યુ Acharya Shri Kailassagarsuri Gyanmandir મુકામ. લિ. દાદરાથી ફૂલચંદજી ઝવેરચંદજી નહાર પરિવાર વતી શા. હીરાચંદ, ભરત, જિતેન્દ્ર, દિલીપ, ડૉ. શતીષ, શૈલેષ, યોગેશ, અભય, જિગર, રાજા, હિમાંશુ, મલક, સમકિત, વિનીત નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે તથા શા. અમૃતલાલ લલ્લુભાઈ શાહ પરિવાર કોપરલીવાળા વતી હર્ષદલાલ, મુકેશ, પ્રતીક શાહ પરિવારના સબહુમાન જયજિનેન્દ્ર - પ્રણામ વાંચશો. ....... જણાવતા અત્યંત આનંદ થાય છે કે પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ સંયમ ત્યાગ જ્ઞાનમૂર્તિ આચાર્ય ભગવંત શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અમારા પરિવારના પરિવારના પરમ ઉપકારી, ધર્મમાર્ગોપદેશક આચાર્ય ભગવંત શ્રી વિજય ભદ્રંગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ મુનિરાજના સેલવાસ (દાદરા નગર હવેલી)ના ચાતુર્માસ દરમ્યાન અનેકવિધ ધર્મકાર્યો સાનંદ-સોલ્લાસ સંપન્ન થયા. પૂજ્ય ગુરુદેવના ૬૧માં જન્મદિવસે (વિ.સં. ૨૦૪૯, શ્રાવણ સુદ-૧૨) અમારા ચિ. જિગર ભરત નહારે પોતાના નાનકડા વક્તવ્યમાં સેલવાસથી શત્રુંજય મહાતીર્થનો પદયાત્રા સંઘ નીકળે તો પૂજ્ય ગુરુદેવના વાત્સલ્ય નીતરતા સાંનિધ્યમાં રહેવાનો મોકો આખા સંઘને મળે એવી રજુઆત મીઠી જબાનમાં કરેલી... અને આ સ્વપ્ન આજે સુંદર રીતે સાકાર બની રહ્યું છે. જેની યાત્રા કરવાથી... જેની ચરણરજ મસ્તકે અડાડવાથી જન્મોજન્મના પાપો ધોવાઈ જાય છે. કર્મો નષ્ટ થાય છે... આત્મા પાપના ભારથી હળવો બને છે... એવા પરમ પવિત્ર શાશ્વતસદાકાલીન પૂજનીય-સ્મરણીય મહાતીર્થ શ્રી શત્રુ ંજય-સિદ્ધક્ષેત્ર, પાલીતાણાની યાત્રા કરવાનું સદ્ભાગ્ય મહાન પુણ્યોદયે સાંપડે છે - એમાંયે જ્ઞાની-ધ્યાની ગુરુજનોની પ્રેમાળ છત્રછાયામાં જ્યારે આવી સોનેરી પળો મળી આવે છે ત્યારે જીવન ધન્યતાની લાગણીથી સભર બને છે. આંખ અને અંતર આનંદની અમીરાતથી તરબતર બને છે. ચાલો સહુ એ શત્રુંજય ! એક જ બોલી એક જ લય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 106