Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 13
________________ પ્રવેશક | (૩) સૌત્રાન્તિકવાદ (૪) શુન્યવાદ (૫) યોગાચાર (વિજ્ઞાનવાદ) (૬) બૌદ્ધ ન્યાયવાદ ૯-૧૦. સાંખ્ય, યોગ ૧૧-૧૨. ન્યાય, વૈશેષિક ૧૩. પૂર્વમીમાંસા ૧૪-૧૮ વૈદાન્તના પાંચ સંપ્રદાય (૧) શંકરનો અદ્વૈતવાદ (૨) રામાનુજનો વિશિષ્ટાદ્વૈતવાદ (૩) નિમ્બાર્કનો દ્વૈતાદ્વૈતવાદ - (૪) મધ્વનો સ્વૈતવાદ (૫) વલ્લભનો શુદ્ધાદ્વૈતવાદ ૧૯. કાશ્મીરીય શૈવદર્શન આ ઓગણીસ દાર્શનિક સંપ્રદાયોનો સંક્ષિપ્ત પરિચય કરી લઈએ. (૧) ચાર્વાક ભારતીય દર્શનોમાં ચાર્વાકદર્શન “ભૂતવાદી” (materialist) તરીકે જાણીતું છે. તે આત્માને સ્વતંત્ર તત્ત્વ તરીકે સ્વીકાર કરતું નથી. તેને મતે પૃથ્વી વગેરે ભૂતોનું અમુક રીતે સંમિશ્રણ થવાથી તે ભૂતોમાંથી જ ચેતના આવિર્ભાવ પામે છે. ઈશ્વર, પરલોક એ કોરી કલ્પનાઓ છે. વળી, ચાર્વાકદર્શન એક પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે સ્વીકારે છે. વર્તમાન જીવન સારી રીતે જીવવા ઉપર તેમ જ સામાજિક વ્યવસ્થા તેમ જ ન્યાય ઉપર ચાર્વાકદર્શનનો ભાર છે. આપણી સમક્ષ ચાર્વાકદર્શનના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતો ચાર્વાક દાર્શનિકે લખેલો કોઈ ગ્રંથ નથી. અહીં એક મહત્ત્વની વાત નોંધીએ કે આઠમી શતાબ્દીમાં થયેલા પરમલકાયતિક ભટ્ટોમ્ભટે સ્વતંત્ર આત્મતત્ત્વનો સ્વીકાર કરેલો છે. * (૨) જૈન જૈન સને પરિણમનશીલ ગણે છે. પ્રત્યેક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે, કારણ કે તે માત્ર દ્રવ્યાત્મક નથી કે માત્ર પર્યાયાત્મક નથી પરંતુ દ્રવ્યપર્યાયાત્મક છે.” તેથી દ્રવ્યને લઈને તેમાં ધ્રૌવ્ય છે અને પર્યાયોને લઈને તેમાં ઉત્પાદ અને વિનાશ છે. આત્મા પણ આમાં અપવાદ નથી. તે પણ પરિણમનશીલ છે. જૈનને મતે દ્રવ્યો છે છે–જીવ, પુદ્ગલ (matter), ધર્મ, અધર્મ, આકાશ અને , કાળ,

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 324