Book Title: Shaddarshan Part 01 Sankhya Yog
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 12
________________ ષડ્રદર્શન કૌટિલ્ય દર્શનશાસ્ત્ર માટે “આન્વીક્ષિકી' શબ્દ વાપરવાનું પસંદ કરતા લાગે છે." આ આન્વીક્ષિકીને સર્વ વિદ્યાઓના હાર્દને પ્રગટ કરનાર તરીકે સમજવાની પરંપરા હતી (प्रदीपः सर्वविद्यानाम्) | દર્શન યા મીમાંસા શેની?, | દર્શન યા મીમાંસાનો વિષય તત્ત્વ છે. “તત્ત્વના અનેક અર્થો થાય છે. પરંતુ તેમાં બે મુખ્ય છે – તત્ત્વ એટલે બ્રહ્મ (મૂળ કારણ) અને તત્ત્વ એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ. જગતનું મૂળ કારણ શું એના ચિંતનમાંથી દર્શનનો પ્રમેયભાગ અને વસ્તુનું સ્વરૂપ યથાર્થ કેવી રીતે જાણી શકાય એના ચિંતનમાંથી દર્શનનો પ્રમાણભાગ ફલિત થાય છે.. દર્શનો કેટલાં? સામાન્ય રીતે છ દર્શનો (ષડ્રદર્શન) છે એવું આપણે વારંવાર સાંભળ્યું છે, પરંતુ દર્શનોની સંખ્યા અંગે કે તેમનાં નામો પરત્વે વિદ્વાનો એકમત નથી. ‘પદર્શન' શબ્દ બહુ જૂનો નથી. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સાંખ્ય, યોગ અને લોકાયત એ ત્રણનો જ આન્વીક્ષિકીમાં સમાવેશ છે. પુષ્પદન્ત “શિવમહિમ્નસ્તોત્ર'માં સાંખ્ય, યોગ, પાશુપતમત તથા વૈષ્ણવમત; યશીર્ષપંચરાત્ર તથા ગુરુગીતાએ ગૌતમ, કણાદ, કપિલ, પતંજલિ, વ્યાસ તથા જૈમિનિ; શંકરાચાર્યે પોતાના સર્વસિદ્ધાંતસંગ્રહમાં લોકાયત, આહત, બૌદ્ધ વિભાષિક, સૌત્રાન્તિક, યોગાચાર અને માધ્યમિક), વૈશેષિક, ન્યાય, ભાટ્ટ અને પ્રાભાકર મીમાંસા, સાંખ્ય, પતંજલિ, વેદવ્યાસ તેમ જ વેદાન્ત; નવમી શતાબ્દીના જયંત ભટ્ટે મીમાંસા, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, આહંત, બૌદ્ધ અને ચાર્વાક; આઠમી શતાબ્દીના હરિભદ્રસૂરિએ પોતાના ષડ્રદર્શનસમુચ્ચયમાં બૌદ્ધ, નૈયાયિક, કપિલ, જૈન, વૈશેષિક તથા જૈમિનિ; તેરમી શતાબ્દીના જિનદત્તસૂરિએ વિવેકવિલાસાન્તર્ગત ષડ્રદર્શનવિચાર (૮મો ઉલ્લાસ)માં જૈન, મીમાંસા, બૌદ્ધ, સાંખ્ય, શૈવ (ન્યાય-વૈશેષિક) તથા નાસ્તિક; ચૌદમી શતાબ્દીના રાજશેખરસૂરિએ તેમના પદર્શનસમુચ્ચયમાં જૈન, સાંખ્ય, જૈમિનિ, યોગ (ન્યાય), વૈશેષિક તથા સૌગત; માધવાચાર્ય (ઈ.સ. ૧૩૦૦) પોતાના સર્વદર્શનસંગ્રહમાં ચાર્વાક, બૌદ્ધ (ચાર. સંપ્રદાયો), દિગંબર (આહત), રામાનુજ, પૂર્ણપ્રજ્ઞ, નકુલીશપાશુપત, માહેશ્વર, પ્રત્યભિજ્ઞા, રસેશ્વર, ઔલૂક્ય, અક્ષપાદ, જૈમિનિ, પાણિનિ, સાંખ્ય, પાતંજલ, શાંકર આ દર્શનોના સંબંધમાં વિચાર કર્યો છે. પરિસ્થિતિ આવી હોઈ ‘પદર્શન’ શબ્દ નિરર્થક લાગે છે. તેમ છતાં ‘પડ્રદર્શનથી સામાન્ય રીતે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાન્ત) સમજવાની એક પ્રથા પડી ગઈ છે. ખરેખર તો નીચે જણાવેલાં ઓગણીસ દર્શનો મુખ્ય છે : ૧. ચાર્વાક ૨. જૈન ૩-૮. છ બૌદ્ધ દાર્શનિક સંપ્રદાય (૧) થેરવાદ (૨) સર્વાસ્તિવાદ (વભાષિક)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 324