________________
સાતસો મહાનીતિ
માંડ ત્યાંથી પાછો ફર્યો. સીતા જંગલમાં એકલી આમતેમ ફરવા લાગી. વાજંઘ નામે રાજા સૈન્યસહિત જંગલમાં આવ્યો. તે સીતાને જોઈ તેની પાસે આવ્યો. સીતાને ભય લાગ્યો. ત્યાં સુમતિ નામે મંત્રી બોલ્યો કે આ રાજા પરનારીના સહોદર છે માટે તમે નિર્ભય રહો. પછી રાજાએ કહ્યું મને તમારા ભાઈ ભામંડલ જેવા ગણી મારા ઘરે ચાલો. પછી રાજાએ પોતાને ઘેર રાખી. ત્યાં લવકુશનો જન્મ થયો. રામ લક્ષ્મણની સાથે યુદ્ધ કરતાં લવકુશનો જય થયો.
પછી લોકોને સીતાના સતીત્વની પ્રતીતિ કરાવવા માટે અગ્નિમાં પ્રવેશ કરાવ્યો. ત્યારે વિશાળ અગ્નિકુંડ તે સતીત્વના પ્રભાવથી જળનો કુંડ બની ગયો. તેના મધ્યે સુવર્ણકમળ ઉપર સીતાજી વિરાજમાન થયા. પછી રામે કહ્યું હવે ઘરે ચાલો. ત્યારે સીતાજી કહે – જગતના આવા પ્રપંચથી હું વૈરાગ્ય પામી છું. માટે હવે હું દીક્ષા લઈશ. દીક્ષા માટે સીતાજીને કેશલોચ કરતાં જોઈ શ્રી રામને મૂર્છા આવી ગઈ. પછી સીતાજી શ્રી ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી તપ સંયમ આરાધી બારમા દેવલોકમાં ઇન્દ્રની પદવીને પામ્યા. ૪૫. રાજ્યભયથી ત્રાસું નહીં.
કોઈ નિયમ અમુક વખત સુધી લે છે. તેમાં આગાર એટલે છૂટ. રાજા કે લૂંટારા વગેરેથી વ્રત વિરુદ્ધ વર્તવું પડે તો તેમાં મારે આગાર એટલે છૂટ છે, તેથી વ્રતભંગ ન થાય. તેમાં રાજભય એક આગાર છે, પણ એ સામાન્ય મનુષ્યો માટે છે. મહાપુરુષો તો નિર્ભય હોય છે. તેથી કહ્યું કે “રાજ્યભયથી ત્રાસું નહીં.” એટલે રાજાના ભયથી ડરીને સત્યને છોડું નહીં. સમ્યદ્રષ્ટિના વર્ણન વિષે સમયસારમાં કહ્યું કે ત્રણ લોકમાં ક્ષોભ થાય તેવો કોઈ અકસ્માત થાય તો પણ સમ્યવૃષ્ટિનું રોમ ફરકે નહીં. તે જાણે છે કે આત્મા મરતો નથી. બહુ થાય તો દેહ જે પર્યાયરૂપ છે તે છૂટી જાય. તે તો ગમે ત્યારે છૂટવાનો જ છે. એક વખત મરણ તો અવશ્ય આવવાનું છે. તેની શંકા રાખીને આખી જીંદગી ડર્યા કરવું, એ વિચારવાન જીવનું કર્તવ્ય નથી. “લાખો વર્ષો તક જીઉં યા મૃત્યુ આજ હી આ જાવે” એવા ભાવમાં વર્તવા યોગ્ય છે.
કાલિકાચાર્યનું દ્રષ્ટાંત – નિડરપણે સત્ય કહેવું. દત્ત રાજા મિથ્યાત્વી હતો. પશુઓને યજ્ઞમાં હોમી ઘર્મ માનતો. એકદા કાલિકાચાર્ય ત્યાં પધાર્યા. ભદ્રા માતાના આગ્રહથી દત્ત રાજા વંદન કરવા આવ્યો. ગુરુમહારાજે તેને ઘર્મદેશના આપી. તે સાંભળી દત્તે યજ્ઞનું ફળ પૂછ્યું. ગુરુએ કહ્યુંઃ જયાં હિંસા હોય ત્યાં ઘર્મ નથી. ફરી પૂછ્યું ત્યારે કહેઃ હિંસા દુર્ગતિનું કારણ છે. દત્ત કહે યજ્ઞનું ફળ જેવું હોય તે સત્ય કહો. ત્યારે આચાર્યે વિચાર્યું કે આ રાજા છે, યજ્ઞમાં પ્રીતિવાળો છે, છતાં નિડરપણે સત્ય જ કહ્યું કે હે દત્ત! હું નિશ્ચયપૂર્વક કહું છું કે આ હિંસામય યજ્ઞનું ફળ નરકગતિ છે. દત્તે કહ્યું : “એ કેવી રીતે જણાય? ગુરુએ કહ્યું: આજથી સાતમે દિવસે ઘોડાના પગથી ઉડેલી વિષ્ટા તારા મુખમાં પડશે. પછી તું લોઢાની કોઠીમાં પૂરાઈશ. પછી નરકગતિ પામીશ. દત્તે કહ્યું તમારી શી ગતિ થશે? ગુરુએ કહ્યું : થર્મના પ્રભાવથી સ્વર્ગે જઈશ.
તે સાંભળી ગુરુની આસપાસ સિપાઈઓ ગોઠવી દત્ત રાજા મહેલમાં ગયો. સાત દિવસ સુધી બહાર નીકળવું નહીં એમ ઘારી મહેલમાં રહ્યો. પણ કર્માનુસાર સાતમાં દિવસને આઠમો દિવસ જાણી ગુરુને મારવા માટે બહાર નીકળ્યો. ત્યાં રસ્તામાં માળીને હાજત થવાથી વિષ્ટા કરી તેના પર ફલનો ઢગલો કર્યો હતો. તેના ઉપર દત્તના ઘોડાનો પગ પડતાં વિષ્ટા ઊછળીને તેના મોઢામાં પડી. ગુરુના વચન ઉપર વિશ્વાસ આવવાથી તે દત્ત રાજા પાછો ફર્યો. પણ જીતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીધો. પછી
૨૩