________________
સાતસો માનીતિ
અશોમંત્રીએ માળણને મળી કહ્યું કે તું શીલવતીને કહે કે સૌભાગ્યવાન પુષ તને મળવા ઇચ્છે છે. શીલવતીએ કહ્યું અર્થ લાખ દ્રવ્ય લાવ. તે તેણે આપ્યું. અને અમુક દિવસ નક્કી કર્યા પ્રમાણે તેને
મળવા માટે અશોકમંત્રી આવ્યો. શીલવતીએ વિચાર્યું કે એને એના પાપના ફળ દેખાડું. તેને અંદર ઓરડામાં લઈ ગઈ અને પાટી વગરના માચા ઉપર સુંદર પથારી પાથરેલી હતી ત્યાં બેસવા કહ્યું. જેવો બેઠો કે તરત જ ખાડાની અંદર પડી ગયો. એમ થોડા દિવસોની અંદર બીજા ત્રણ મંત્રીઓ પણ આવ્યા. બધાને તે ખાડામાં નાખી દીધા,
અનુક્રમે સિંહરાજા શત્રુનો ય કરી પાછો આવ્યો. એક દિવસે તે ચારે મંત્રી
શીલવતીને કહેવા લાગ્યા કે અમે પાપના ફળ
ભોગવી લીધાં; હવે અમને બહાર કાઢો. ત્યારે તેણીએ કહ્યું કે હું જયારે ‘ભવતુ’ (થાઓ) કહું ત્યારે તમારે પણ બધાએ ‘ભવતુ' એમ કહેવું. પછી શીલવતીએ પોતાના પતિને બધી વાત કરી. રાજાને જમવા બોલાવ્યા. રસોઈ કંઈ બહાર દેખાઈ નહીં. તેથી ઓ૨ડામાં જઈ શીલવતી બોલી નાના પ્રકારના પકવાન તૈયાર થઈ જાઓ, ત્યારે અંદરથી અવાજ આવ્યો ‘ભવતુ’.
રાજાના પૂછવાથી અજિતસેન શેઠ કહે કે અમારે ઘેર ચાર યક્ષ છે. તેથી જે જોઈએ તે મળે. રાજા કહે આ યક્ષો માટે જોઈએ. પછી ગુપ્ત રીતે તે ચારેને ખાડામાંથી બહાર કાઢી સારા મોટા કરંડિયામાં નાખ્યા અને સારા વસ્ત્રથી તેને ઢાંકી રાજાને અર્પણ કર્યાં. રાજા રથમાં વાજતે ગાજતે પોતાના મહેલમાં લઈ ગયો. પછી બપોરે જમવાનો સમય થયો ત્યારે રાજાએ કહ્યું પકવાન વગેરે બધું આપો. ત્યારે ચારે જણે ‘ભવતુ” એમ કહ્યું પણ કંઈ થયું નહીં. તેથી કરડિયા ખોલીને જોયું તો ચારે મંત્રી નીકળ્યા.
રાજાએ બધી વાત જાણી, આશ્ચર્ય પામી તેની બુદ્ધિની તેમજ શીલની બહુ પ્રશંસા કરી. અનુક્રમે ચારિત્ર પાળી પાંચમા દેવલોકમાં બન્ને શેઠ શેઠાણી દેવ થયાં. ત્યાંથી મનુષ્ય અવતાર લઈ મોક્ષને પામશે. માટે કામ વિષયને લલિત ભાવે યાચું નહીં. નહીં તો એવા બુરા હાલ થશે. (ઉ.પ્રા. ભા.૨ના આધારે) ૩૬. વીર્યનો વ્યાઘાત કરું નહીં.
યુવાનોમાં કેટલીક ખરાબ ટેવો હોય છે. હસ્તક્રિયા વગેરે વિકારને વશ થઈને નકામી ચેષ્ટા કરે; તેથી શરીર નિર્બળ, રોગી થઈ જાય. માટે એવું કદી કરું નહીં. ૩૭. વધારે જળપાન કરું નહીં.
આઝારની પેઠે વિશેષ જળપાન કરવાથી અજીર્ણ થાય છે. વિકારનું કારણ પણ થાય છે. મુનિઓને તો નિયમિત જળપાન કહ્યું છે. દિગંબરી મુનિઓ તો એકવાર આહાર લે તેની સાથે જ પાણી પીએ છે, પછી પીતા નથી. જળપાનનો નિયમ કેટલાક રાખે છે. બે કે ત્રણવાર જ પાણી પીએ. ચાર પ્રકારના
૨૦