Book Title: Samyaktva Sudha
Author(s): Chunilal Desai
Publisher: Jain Granth Prakashan Mala

View full book text
Previous | Next

Page 6
________________ અકારણીય સર્વોત્કૃષ્ટ પ્રકાશક તથા પ્રભાવક છે. આપ આસન્નભવ્ય આદર્શ મૂર્તિ છે, માનાદિ કષાય, આશા લોકેષણા આપથી લાખે કેશ સદા દૂર વસે છે. આ ધારાતલને આપે સુલલિત ચારિત્રથી સમલંકૃત કરેલ છે. આપની પાદ કમલની ધૂલિમાં પણ આકર્ષણ શક્તિ અને શાન્તિ વતે છે. હે સર્વોપકાર નિષ્ટ ! જે કદી આ ગ્રંથરૂપી કુલમાં કાંઈ મીઠાસ કે સુગધ આદિ જણાય તે હે ગુરુદેવ! તેમાં પણ આપનાજ ગુણ ખરેખર હેતુ છે કારણ કે ફલમાં મીઠાસ વૃક્ષના જ ગુણથી આવે છે. હે ગુરુવર્ય! હું મારી પાસે એવી કઈ વસ્તુ નથી દેખતે કે જે ગુરુ દક્ષિણા રૂપમાં આપને આપી શકાય; અને વગર દીધે હદય પણ સંતુષ્ટ થતું નથી તેથી આપના પવિત્ર કરકમલોમાં આ અબુદ્ધ બાળકની અ૫બુદ્ધિથી આત્મ રસની ઘેલછામાં લખાયેલું આ ગ્રંથ પુષ્પ અત્યંત ભક્તિ ભાવે અર્પણ કરું છું. ભવદીય (લેખક) બ્રટ ચુનીલાલ દેસાઈ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 802