________________
અકારણીય સર્વોત્કૃષ્ટ પ્રકાશક તથા પ્રભાવક છે. આપ આસન્નભવ્ય આદર્શ મૂર્તિ છે, માનાદિ કષાય, આશા લોકેષણા આપથી લાખે કેશ સદા દૂર વસે છે. આ ધારાતલને આપે સુલલિત ચારિત્રથી સમલંકૃત કરેલ છે. આપની પાદ કમલની ધૂલિમાં પણ આકર્ષણ શક્તિ અને શાન્તિ વતે છે.
હે સર્વોપકાર નિષ્ટ ! જે કદી આ ગ્રંથરૂપી કુલમાં કાંઈ મીઠાસ કે સુગધ આદિ જણાય તે હે ગુરુદેવ! તેમાં પણ આપનાજ ગુણ ખરેખર હેતુ છે કારણ કે ફલમાં મીઠાસ વૃક્ષના જ ગુણથી આવે છે.
હે ગુરુવર્ય! હું મારી પાસે એવી કઈ વસ્તુ નથી દેખતે કે જે ગુરુ દક્ષિણા રૂપમાં આપને આપી શકાય; અને વગર દીધે હદય પણ સંતુષ્ટ થતું નથી તેથી આપના પવિત્ર કરકમલોમાં આ અબુદ્ધ બાળકની અ૫બુદ્ધિથી આત્મ રસની ઘેલછામાં લખાયેલું આ ગ્રંથ પુષ્પ અત્યંત ભક્તિ ભાવે અર્પણ કરું છું.
ભવદીય (લેખક) બ્રટ ચુનીલાલ દેસાઈ