________________
માટે શરીરને ઓગાળી નાખવાનો અને ઉજાગરાઓ કરવાનો પરિશ્રમ પણ સખત કરું છું. પણ “મારો સૂતેલો આત્મા કેમ જાગે ? મારે એ જ કામ સૌપ્રથમ કરવું છે”- આવા પરિણામ જગાડવાનો પુરૂષાર્થ-ઉત્સાહ થતો જ નથી. આ પણ અલૌકિક મૂર્ખતા ભરેલી ભૂલ જ છે ને !
જેને માટે હવે જીવવું ગમે તેવી આત્મદશા જો પુરુષાર્થ કરવા છતાં ન બનતી હોય તો મારા જેવો પાગલ બીજો કોણ હોઈ શકે ? જે ચીજ માલ વગરની છે તેના જ વિચારમાં ખોવાયા કરવું અસહ્ય નથી લાગતું અને જે આત્મદશા પ્રગટાવવા માટે મારે જીવવું છે તે દશા ન પ્રગટવા છતાં હાલતા-ચાલતા મડદાં જેવી સ્થિતિમાં જીવવા જેવું મને નથી લાગતુંતે પણ પાગલપણું જ છે ને !
મારા પરમહિતસ્વી વિભુ ! કર્મની આવી ખરાબમાં ખરાબ જેલમાં રહેવા છતાં પણ સહેજ પુણ્યનો ઉદય આવે કે તરત અંદરથી મલકાઈ પડું છું. આ તે કેવી અવળચંડાઈ છે? ડાહી ડાહી શાણપણભરેલી વાતો કરવા છતાં હૃદયમાં તો અનુભવરૂપે તેવું કાંઈ જ ન મળે ! અને એ બદલ લેશ પણ રંજ નથી. આ તે કેવી વિચિત્ર ભૂલ ?
પૂર્વના મહાપુરુષો પાપના ઉદયમાં પણ આત્મદશાને ઉન્નત બનાવી, નિર્મળ કરી, કૈવલ્યલક્ષ્મીને પ્રગટાવતા હતા અને ઊંચામાં ઊંચા પુણ્યના ઉદયમાં પણ મારી શુદ્ધ આત્મદશાને હું લૂંટાવી રહ્યો છું. આ કેવી મૂર્ખાઈ છે? શું હું મુમુક્ષુ છું ? સાધુ છું ? કે મોહનીય કર્મથી ઠગાયેલ-લૂંટાયેલ છું એ જ ખબર નથી પડતી. આત્મવૈરી બનીને બધે ભટકું છું. “આ ઘોર પરિસ્થિતિમાંથી કઈ રીતે છૂટકારો મળે ?' તેવા પણ ભાવ અંતરમાં ઉગતા નથી. બાહ્ય લૌકિક પરિસ્થિતિમાં નમતું મૂકી શકતો નથી. માઠું લૌકિક વલણ પણ છૂટતું નથી. તે જે છોડેલ છે તેને જ હું જડબેસલાક વળગી બેઠો. આ તે કેવી વિચિત્ર ભૂલ !
હે નિર્ભયશિરોમણિ ! સાપ, હડકાયું કૂતરું કે નિર્દય ચોર વગેરેનો ડર હોય ત્યાંથી જવાનું માંડી વાળનાર હું સમગ્ર માનવભવ લૂંટાઈ જાય તેવી, પાણી વલોવવા જેવી, મલિન અને નિરર્થક કલ્પના-આશા-સંકલ્પ
સ્મૃતિ વગેરેમાં સામે ચાલીને પરોવાઈ જાઉં છું. અને તેનું કારણ વિચારવાની પણ ફુરસદ નથી મળતી. આ પણ પાયાની મોટી ભૂલ જ છે ને ! સુખશીલતા, હરામ-હાડકાપણું, મનની ચાલબાજી, મોહની માયાજાળમાંથી ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org