________________
આ બધું કેવળ જાણે છે. આંખ જોવાની ક્રિયા કરે છે. અનાદિના અભ્યાસ મુજબ, પૂર્વના સંસ્કાર અનુસાર મન તેમાં પણ સંકલ્પ-વિકલ્પ કરે છે. શુભાશુભપર્યાયમય મન આત્માની ચેતનાના સહારે આકુળતા-વ્યાકુળતા, રતિ-અરતિ, રાગ-દ્વેષ, ક્લેશ-અંકલેશ કરે છે. આત્મા તેને પણ કેવળ જાણે છે.
દાદરા ઉપર, દાદરાના આધારે વાંદરા કુદાકુદ કરે તેમ આત્મામાં, આત્માના ચૈતન્યના સહારે મનમાંકડુ આમથી તેમ કુદાકુદ કરે છે. આત્મા તો તેને પણ માત્ર જાણે છે. કારણ કે આત્મા ચેતન છે. દાદરો વાંદરાને જાણતો નથી. કારણ કે તે જડ છે. ત્રિવિધ ગારવ અને આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞાને પરવશ બનેલું મન આકુળતાથી અનેકવિધ સંકલ્પવિકલ્પની ચેષ્ટા કરે છે. મનની આ ચેષ્ટાને જોતાં-જોતાં તેમાં અસાવધ આત્મા લીન બને છે, અવિવેકી આત્મા તેમાં એકરસ બને છે. તેથી અનાદિ કાળથી વિભાવદશા ચાલી રહી છે. . આત્મા અધીરો બનીને, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ભૂલીને, મનની દોડધામમાં ભળવાની ભૂલ ન કરે અને મનથી છૂટો પડીને ધીરજથી ઉપયોગ રાખે તો બહુ જ આસાનીથી આત્માને ખ્યાલ આવી જાય છે કે તુચ્છ વાસનાભૂખ્યું અતૃપ્ત મલિન મન કુસંસ્કારોને લાવવા-દઢ કરવા સતત મથામણ કરે છે. બસ આટલું જ સમજાઈ જાય તો ભેદજ્ઞાનનો દાંડો લઈને આત્મા ઊભો રહે અને વિકલ્પવાંદરાને ત્રાસ પમાડે, મનમાંકડાને ભગાવે. જરૂર છે માત્ર આત્માને જાગવાની. ભેદજ્ઞાનના માધ્યમથી આત્મા જાગે તો સંકલ્પ-વિકલ્પ ભાગે, રાગ-દ્વેષ ભાંગે. “મારા ચૈતન્યપટ ઉપર હવે આ વિકલ્પવાંદરા નથી જ જોઈતા એમ અંતરમાં લાગવું જોઈએ. જો કે આ પણ છે તો વિકલ્પ જ. પણ- એક કાંટો કાઢવા બીજો કાંટો લાવવો પડે તેમ વ્યવહારદશામાં રહેલા સાધકે અપ્રશસ્ત વિકલ્પ વાંદરાને કાઢવા પ્રશસ્ત વિકલ્પ લાવવો પડે. તેમ છતાં “વિકલ્પ નથી જોઈતા- આવા વિકલ્પની પાછળ ઊભી રહેલી આત્મગ્રાહી અંતરંગ નિર્મળ પરિણતિ જ સંકલ્પ-વિકલ્પદશાને ખલાસ કરે છે.
વત્સ ! તારા પાર્થિવ દેહ ઉપર માત્ર નાની કીડી-માખી-મકોડા-માંકડ દોડધામ કરે તો તું રઘવાયો બની જાય છે અને તેને હટાવવા પ્રયત્ન કરે - પ્રથમતો વ્યવહારનયરિચતોડગુમવિવાનિવૃત્તિપો ભવ |
शुभविकल्पमयव्रतसेवया हरति कण्टक एव हि कण्टकम् ।। (अध्यात्मसार ११/१५)
૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org